IPL 2022, PBKS vs DC: આજે હારશે તો મુશ્કેલીમાં મુકાશે પંજાબ કિંગ્સ, જીતશે તો પ્લેઓફનો રસ્તો સરળ બનશે

|

May 16, 2022 | 3:33 PM

IPL 2022: પંજાબ કિંગ્સે (PBKS) અત્યાર સુધીમાં 12 મેચ રમી છે. જેમાંથી તેણે અત્યાર સુધી કુલ 6 મેચમાં જીત મેળવી છે અને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

IPL 2022, PBKS vs DC: આજે હારશે તો મુશ્કેલીમાં મુકાશે પંજાબ કિંગ્સ, જીતશે તો પ્લેઓફનો રસ્તો સરળ બનશે
Punjab Kings (File Photo)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં આજે પંજાબ કિંગ્સનો (Punjab Kings) મુકાબલો દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સાથે થશે. પંજાબ કિંગ્સ માટે આ મેચ ખૂબ જ ખાસ છે. આજની મેચ જીતીને તેઓ પ્લેઓફમાં પહોંચવાની આશા મજબૂત કરી શકે છે. બીજી બાજુ, જો પંજાબ હારી જાય છે તો તેનો માર્ગ ખૂબ મુશ્કેલ બની શકે છે. IPL 2022 ના પ્લેઓફમાં (Playoffs) પહોંચવા માટે પંજાબ કિંગ્સનો આ સરળ અને મુશ્કેલ રસ્તો કેવો છે, અહીં સમજો..

સરળ રસ્તોઃ પંજાબ પોતાની અંતિમ બંને મેચ જીતે

પંજાબ કિંગ્સ માટે પ્લેઓફમાં પહોંચવાનો સૌથી સરળ રસ્તો તેમની છેલ્લી બંને મેચ જીતવાનો છે. પંજાબે તેની છેલ્લી મેચ દિલ્હી અને હૈદરાબાદ સામે રમવાની છે. જો પંજાબ આ બંને મેચ જીતી લે છે તો તે 8 જીત અને સારી રનરેટ સાથે સરળતાથી IPL પ્લેઓફમાં પહોંચી શકે છે. કારણ કે અત્યાર સુધી માત્ર ગુજરાત જ પ્લેઓફમાં પહોંચી શક્યું છે અને મુંબઈ અને ચેન્નાઈ બહાર થઈ ગયા છે. પ્લેઓફમાં બાકીના ત્રણ સ્થાનો માટે પંજાબ સિવાય બાકીની 6 ટીમો કોલકાતા અને હૈદરાબાદની ટીમ હવે વધુમાં વધુ 7 મેચ જીતી શકે છે. પંજાબ સામે હાર્યા બાદ દિલ્હી પણ વધુમાં વધુ 7 જીત નોંધાવી શકશે. જો બેંગ્લોરની ટીમ છેલ્લી મેચ જીતે તો પણ તેનો નેટ રન રેટ પંજાબ કરતા ઘણો ઓછો છે. આવી સ્થિતિમાં પંજાબની ટીમ રાજસ્થાન અને લખનૌની સાથે પ્લેઓફના બાકીના ત્રણ સ્થાનો પર કબજો કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

મુશ્કલે રસ્તોઃ એક પણ મેચ ગુમાવશે તો પ્લેઓફનો રસ્તો મુશ્કેલ બની શકે છે

પંજાબ કિંગ્સ જો પોતાની અંતિમ 2 મેચમાંથી એક પણ મેચ હારી જશે તો તેને પ્લેઓફમાં પહોંચવા માટે અન્ય ટીમના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. પહેલા જો પંજાબે એવો પ્રયાસ કરવો પડશે કે તે જે પણ મેચ હારે તે વધુ અંતરથી ન હારે અને જે પણ મેચ જીતશે તે સારા માર્જીનથી જીતે. જેથી તેની રનરેટ વધુ સારી રહે. આ સાથે જ પ્રાર્થના કરવી પડશે કે બેંગ્લોર પોતાની અંતિમ મેચ ગુજરાત ટાઇટન્સ સામે હારી જાય. તેને એ પણ પ્રાર્થના કરવી પડશે કે દિલ્હી ઓછામાં ઓછી એક મેચ હારી જાય અને સારા માર્જીનથી હારે, જેથી તેની નેટ રનરેટ પંજાબથી ઓછો થઇ જાય. પંજાબે એ પણ આશા રાખવી પડશે કે કોલકાતા અને હૈદરાબાદ પોતાની બાકી મેચ હારી જાય અથવા જો જીતી પણ જાય છે તો તેની રનરેટ પંજાબ કરતા ઓછી રહે. જો આ સમીકરણ બનશે તો પંજાબની ટીમ લીગ સ્ટેજમાં 7 મેચ જીત અને સારા રનરેટની સાથે પ્લેઓફમાં પહોંચી શકે છે.

Next Article