IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સે અંતિમ 2 મેચ પહેલા ઉત્તરાખંડના આ ખેલાડીને સૂર્યાકુમાર યાદવના સ્થાને સમાવ્યો

|

May 16, 2022 | 9:36 PM

સૂર્યકુમાર યાદવ (Suryakumar yadav) આ સિઝનમાં ઈજાના કારણે પરેશાન હતો અને પ્રથમ બે મેચ પણ રમી શક્યો ન હતો. આ સિઝનમાં તેને માત્ર 8 મેચ રમવાની તક મળી હતી, જે બાદ તે ફરીથી ઈજાગ્રસ્ત થયો હતો.

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સે અંતિમ 2 મેચ પહેલા ઉત્તરાખંડના આ ખેલાડીને સૂર્યાકુમાર યાદવના સ્થાને સમાવ્યો
Suryakumar yadav ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે

Follow us on

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે IPL 2022 ની સીઝન કોઈ પણ રીતે સારી ન હતી. મેદાન પર ટીમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું અને સતત આઠ પરાજય બાદ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. જ્યારે ટીમે મધ્યમાં કેટલીક મેચ જીતવાનું શરૂ કર્યું, તો તેના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar yadav) ની ઈજાએ મુશ્કેલીઓ વધારી દીધી. સૂર્યકુમાર યાદવ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે અને હવે મુંબઈએ તેના સ્થાને ઉત્તરાખંડના ફાસ્ટ બોલર આકાશ માધવાલ (Akash Madhwal) નો અંતમાં બાકીની બે મેચ માટે સમાવેશ કર્યો છે.

મુંબઈને સતત બે ટાઈટલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સૂર્યકુમાર યાદવ આ સિઝનની શરૂઆતમાં ઈજાના કારણે પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો. ત્યારબાદ તેની વાપસી સાથે મુંબઈની બેટિંગમાં થોડી મજબૂતી આવી. સૂર્યકુમારે કેટલીક મજબૂત ઇનિંગ્સ રમી અને ટીમ માટે 8 ઇનિંગ્સમાં 303 રન બનાવ્યા, જેમાં 3 અડધી સદી સામેલ હતી. આવી સ્થિતિમાં, જ્યારે તે સારી લયમાં હોય તેવું લાગતું હતું, ત્યારે જ તેના ડાબા હાથના સ્નાયુમાં ઈજા થઈ હતી, જેના કારણે તે IPL ની વર્તમાન સિઝનમાંથી બહાર થઈ ગયો હતો.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

પ્રિ-સીઝન કેમ્પમાં માધવલ પ્રભાવિત કરી ચુક્યો હતો

જોકે, સૂર્યકુમાર યાદવની જગ્યા ભરવા માટે ટીમે બેટ્સમેનને બદલે બોલરનો સમાવેશ કર્યો છે. સોમવાર 16 મેના રોજ મુંબઈ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝમાં નવા ખેલાડીને સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ મુજબ માધવલ મુંબઈ ઈન્ડિયન્સ સાથે સપોર્ટ ટીમના સભ્ય તરીકે સંકળાયેલો હતો. ટીમના પ્રિ-સીઝન કેમ્પ માટે પણ તેની પસંદગી કરવામાં આવી હતી. તેણે આ સમયગાળા દરમિયાન બોલ સાથે તેની ક્ષમતા દર્શાવી છે, જેના કારણે તેને સીઝનના મધ્યમાં ટીમમાં સામેલ થવાની તક મળી છે.

કોણ છે આકાશ માધવાલ?

28 વર્ષીય આકાશ મધવાલ ઉત્તરાખંડ ક્રિકેટ ટીમનો સભ્ય છે અને મધ્યમ ગતિની બોલિંગ કરે છે. તેણે અત્યાર સુધીમાં 15 ટી20 મેચ રમી છે અને 26.60ની એવરેજથી 15 વિકેટ લીધી છે. તેનો ઈકોનોમી રેટ પણ 7.55 રહ્યો છે. આ સિવાય તેણે 6 ફર્સ્ટ ક્લાસ અને 11 લિસ્ટ A મેચ પણ રમી છે, જેમાં કુલ 22 વિકેટ તેના બેગમાં આવી છે. મુંબઈએ તેને 20 લાખ રૂપિયાની કિંમત સાથે ટીમમાં સામેલ કર્યો છે. મુંબઈએ અત્યાર સુધી 12 મેચ રમી છે જેમાં તેણે માત્ર 3 મેચ જીતી છે અને તે 6 પોઈન્ટ સાથે સૌથી નીચે છે. મુંબઈની છેલ્લી બે મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ સામે છે.

Published On - 8:18 pm, Mon, 16 May 22

Next Article