IPL 2022: ધોની એ હંગરગેકરને લાંબા છગ્ગા ફટકારવાની આપી રહ્યો છે ટ્રેનીંગ, સુરતમાં ચાલી રહ્યો છે કેમ્પ, જુઓ Video

|

Mar 11, 2022 | 9:13 AM

એમએસ ધોની (MS Dhoni) ના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) શરૂ કરી પ્રેક્ટિસ, સુરતમાં પ્રેક્ટિસ કેપ ચાલી રહી છે. એમએસ ધોની રાજવર્ધન હંગરગેકરને તાલીમ આપતા જોવા મળ્યો હતો

IPL 2022: ધોની એ હંગરગેકરને લાંબા છગ્ગા ફટકારવાની આપી રહ્યો છે ટ્રેનીંગ, સુરતમાં ચાલી રહ્યો છે કેમ્પ, જુઓ Video
MS Dhoni સહિત CSK ના ખેલાડીઓ સુરતમાં અભ્યાસ સત્રનો હિસ્સો છે

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2022 26 માર્ચથી શરૂ થઈ રહી છે. 15મી સિઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે છે અને ધોની (MS Dhoni) ની સેનાએ આ મેચ અને સમગ્ર ટૂર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચેન્નાઈનો પ્રેક્ટિસ કેમ્પ સુરતમાં ગોઠવવામાં આવ્યો છે જ્યાં ધોની, રોબિન ઉથપ્પા અને ટીમના અન્ય ખેલાડીઓ પણ પરસેવો પાડી રહ્યા છે. ધોની નેટ્સમાં ઘણી બેટિંગ પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે અને તેની સાથે તે આઇપીએલ 2022 ની લડાઈ માટે ખૂબ જ ખાસ ખેલાડીને તૈયાર કરી રહ્યો છે. ધોની અંડર-19 ક્રિકેટર રાજવર્ધન હંગરગેકર (Rajvardhan Hangargekar) નો મેન્ટર બન્યો છે જે તેની ટીમમાં સામેલ થયો હતો.

એમએસ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે રાજવર્ધનને જોરદાર હિટ કરવાની તાલીમ આપી રહ્યો છે. જેમાં ધોનીએ હંગરગેકરને બેટ સ્વિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. આ સાથે ધોનીએ જણાવ્યું કે શોટ રમ્યા બાદ તેનું બેટ કેટલું દૂર જવું જોઈએ, જેને બેટ ફોલોથ્રુ પણ કહેવાય છે. વીડિયોમાં પહેલા ધોની રાજવર્ધનને બેટના સ્વિંગ વિશે કહે છે અને ત્યાર બાદ આ યુવા ખેલાડી તે જ અંદાજમાં શોટ રમે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

રાજવર્ધન હંગરગેકર ચેન્નાઈ સુપર કિંગ્સનું મુખ્ય હથિયાર બનશે!

અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા બાદ રાજવર્ધન હંગરગેકર IPL 2022 ની હરાજીમાં જોડાયો હતો. આ ખેલાડીને ખરીદવા માટે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી હતી, પરંતુ અંતે ચેન્નાઈ સુપર કિંગ્સે બિડમાં પ્રવેશ કર્યો અને 30 લાખ બેઝ પ્રાઈઝના આ ખેલાડીને 1.50 કરોડમાં પોતાનો બનાવ્યો હતો.

હંગરગેકરમાં મેચ જીતાડવાની શક્તિ છે

હંગરગેકરની પ્રતિભા ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ખેલાડી 140 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે અને નીચલા ક્રમમાં હંગરગેકરની હિટીંગ પણ અદ્ભુત છે. હંગરગેકર લાંબી સિક્સર મારવા માટે જાણીતો છે અને ધોની આઈપીએલની શરૂઆત પહેલા જ તેની શક્તિમાં વધારો કરી રહ્યો છે.

શરૂઆતની મેચોમાં જ હંગરગેકર ચેન્નાઈની પ્લેઈંગ ઈલેવનમાં દેખાઈ શકે છે કારણ કે દીપક ચહર ઈજાગ્રસ્ત છે અને તે એપ્રિલના બીજા સપ્તાહથી રમવા માટે ઉપલબ્ધ થશે. આ દરમિયાન ચેન્નાઈ રાજવર્ધન હંગરગેકરને બેટિંગની સાથે બોલિંગમાં પણ અજમાવી શકે છે. આ ખેલાડીમાં ધોની જે પ્રકારનો રસ દાખવી રહ્યો છે તે જોતા હંગરગેકરનું આઈપીએલ ડેબ્યૂ નિશ્ચિત જણાય છે.

 

આ પણ વાંચોઃ PAK vs AUS: પેટ કમિન્સને પાકિસ્તાન ઇજા, બીજી ટેસ્ટ રમવા પર આશંકા! ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વાતને નકારી

આ પણ વાંચોઃ IPL 2022: મુંબઇ ઇન્ડિયન્સના ચાહકો માટે જોફા આર્ચરે આપ્યા સારા સંકેત, વિડીયોએ રોહિત શર્માની ટીમ માટે આશા જગાવી

 

Published On - 9:11 am, Fri, 11 March 22

Next Article