IPL 2022: મેથ્યુ વેડેને અંપાયરના નિર્ણય સામે ડ્રેસિંગમાં જઈ રોષ દર્શાવવો પડ્યો ભારે, હાથ ધરાઈ કાર્યવાહી!

|

May 20, 2022 | 9:02 AM

IPL 2022 માં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) 19 મેની સાંજે તેની છેલ્લી ગ્રુપ મેચ જીતી શકી ન હતી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, બંને ટીમો વચ્ચેની ટક્કર જોરદાર હતી અને આ મુકાબલાની વચ્ચે કંઈક એવું પણ દર્શાવવામાં આવ્યું હતું, જે કદાચ જેન્ટલમેન ગેમ ક્રિકેટમાં જોવા ન મળ્યું હોય. […]

IPL 2022: મેથ્યુ વેડેને અંપાયરના નિર્ણય સામે ડ્રેસિંગમાં જઈ રોષ દર્શાવવો પડ્યો ભારે, હાથ ધરાઈ કાર્યવાહી!
Matthew Wade એલબીડબલ્યૂ આઉટ થયો હતો

Follow us on

IPL 2022 માં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) 19 મેની સાંજે તેની છેલ્લી ગ્રુપ મેચ જીતી શકી ન હતી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, બંને ટીમો વચ્ચેની ટક્કર જોરદાર હતી અને આ મુકાબલાની વચ્ચે કંઈક એવું પણ દર્શાવવામાં આવ્યું હતું, જે કદાચ જેન્ટલમેન ગેમ ક્રિકેટમાં જોવા ન મળ્યું હોય. એ દૃષ્ટિ એ તે અશોભનિય દૃશ્યો હતા. અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરવી ઠીક છે, પરંતુ મર્યાદાથી વધુ જવું યોગ્ય બાબત નથી. અને, ગુજરાત ટાઇટન્સનો બેટ્સમેન મેથ્યુ વેડે (Matthew Wade) કંઈક આવું જ કરતો જોવા મળ્યો, જ્યારે તેની વિકેટ પડી. બસ, હવે કાર્યવાહી કરવામાં આવી છે. વેડને તેની ભૂલની સજા મળવી જોઈતી હતી, મેચ રેફરી (Match Referee) એ તેના પર એ જ કાર્યવાહી કરી છે.

મેથ્યુ વેડ સામે મેચ રેફરીની કાર્યવાહીનો ઉલ્લેખ કરીએ, તે પહેલા જાણો તેણે શું કર્યું હતુ? વાસ્તવમાં આ સમગ્ર મામલો ગુજરાતની ઈનિંગની છઠ્ઠી ઓવર સાથે જોડાયેલો છે. આ ઓવરો મેક્સવેલ દ્વારા ફેંકવામાં આવી રહી હતી, જેના બીજા બોલ પર વેડે સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ચૂકી ગયો અને બોલ પેડ સાથે અથડાયો. અમ્પાયરે વેડને આઉટ આપતાં RCB એ આ અંગે અપીલ કરી હતી. આ પછી વેડે રિવ્યુ લીધો પરંતુ ત્યાં પણ અમ્પાયરનો નિર્ણય બદલાયો નહીં. પરિણામે વેડ ગુસ્સે થઈ ગયો.

વેડે એ ડ્રેસિંગ રૂમમાં હંગામો મચાવ્યો હતો

જ્યારે લાલ-પીળો થઇ વેડ ગુસ્સા સાથે ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો તો તેણે ત્યાં હંગામો મચાવ્યો હતો. પહેલા તેણે ભારે જોરથી હેલ્મેટ ફેંક્યું અને પછી બેટ અહીં-ત્યાં મારવા લાગ્યો. વેડની આ તસવીરો મેદાનમાં લગાવવામાં આવેલા કેમેરામાં કેદ થઈ હતી. જ્યારે રમત પૂરી થઈ, ત્યારે તેને મેચ રેફરી સમક્ષ રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મેચ રેફરી તરફથી ઠપકો

મેથ્યુ વેડ દ્વારા કરવામાં આવેલી ભૂલ IPL કોડ ઓફ કન્ડક્ટ હેઠળ લેવલ 1 હેઠળ આવે છે. જ્યારે કોઈ પણ ખેલાડી લેવલ 1 માટે દોષિત ઠરે છે, ત્યારે મેચ રેફરીને તેના પર અંતિમ નિર્ણય લેવાનો અધિકાર છે. મેચ રેફરીએ મેથ્યુ વેડને તેની ભૂલ માટે ઠપકો આપ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેથ્યુ વેડ પ્રથમ બેટિંગ કરવા ઉતર્યો હતો. વિવાદાસ્પદ રીતે આઉટ થતા પહેલા તેણે 13 બોલમાં 16 રન બનાવ્યા હતા. 123થી વધુના સ્ટ્રાઈક રેટથી રમાયેલી તેની ઇનિંગ્સમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.

Published On - 8:53 am, Fri, 20 May 22

Next Article