ભારતીય ક્રિકેટરો અને ચાહકો સચિન તેંડુલકર (Sachin Tendulkar) ને પોતાનો આદર્શ માને છે. જો આપણે ક્રિકેટને ધર્મ માનીએ તો તેને ભગવાન માનો. ઘણી વખત ભારતીય ક્રિકેટરોના સચિન તેંડુલકરના પગને સ્પર્શ કરતી તસવીરો સામે આવી રહી છે. અને હવે તે યાદીમાં વિદેશી દિગ્ગજ જોન્ટી રોડ્સ (Jonty Rhodes) નું નામ પણ જોડાઈ ગયું છે. IPL 2022 માં બુધવારે મુંબઈની મેચ બાદ સચિન તેંડુલકરના પગને સ્પર્શતા દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સની તસવીરો સામે આવી છે. આ ઘટના ત્યારે જોવા મળી જ્યારે મુંબઈ અને પંજાબ (MI vs PBKS) ની મેચ પૂરી થયા બાદ બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા.
પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પુણેમાં મેચ રમાઈ હતી. 13 એપ્રિલની સાંજે રમાયેલી આ મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 12 રને હરાવ્યું હતું. લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની આ સતત પાંચમી હાર છે. સચિન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સનો મેન્ટર છે. જ્યારે જોન્ટી રોડ્સ પંજાબ કિંગ્સના ફિલ્ડિંગ કોચ છે. આ પહેલા રોડ્સ મુંબઈ ઈન્ડિયન્સનો ફિલ્ડિંગ કોચ પણ રહી ચૂક્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સ vs પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પૂણેમાં સમાપ્ત થઈ, ત્યાર બાદ મેદાન પર કંઈક આમ જોવા મળ્યું હતુ, જેની અપેક્ષા રાખી શકાય પણ અપેક્ષા નહોતી. મેચ ખતમ થયા બાદ જ્યારે બંને ટીમોએ એકબીજા સાથે હાથ મિલાવવાનું શરૂ કર્યું ત્યારે જોન્ટીએ સચિનના પગને સ્પર્શ કરવાનું શરૂ કર્યું. જોન્ટીના પગ પર ઝૂકીને સચિને તેને હાથથી પકડી લીધો અને તેને ઉપર ઉઠાવીને ગળે લગાડી લીધો હતો.
જોન્ટી રોડ્સ પંજાબ કિંગ્સનો ભાગ બનતા પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલો હતો. મુંબઈ ઈન્ડિયન્સમાં પણ તેની ભૂમિકા એ જ હતી જે આજે પંજાબ કિંગ્સમાં છે. જોન્ટી રોડ્સે વર્ષ 2017 માં મુંબઈ ઈન્ડિયન્સ છોડી દીધી હતી. મુંબ
જોન્ટી રોડ્સે અચાનક સચિન તેંડુલકરના પગ સ્પર્શ કર્યાની ઘટનાએ લોકોને યુવરાજ સિંહ અને વિનોદ કાંબલીની યાદ અપાવી. યુવરાજ સિંહે વર્ષ 2014માં ઈંગ્લેન્ડમાં એમસીસી vs રેસ્ટ ઓફ વર્લ્ડ મેચ દરમિયાન મેદાન પર સચિન તેંડુલકરના ચરણ સ્પર્શ કર્યા હતા. તે મેચમાં સચિન MCC તરફથી રમ્યો હતો જ્યારે યુવરાજ સિંહ રેસ્ટ ઓફ વર્લ્ડનો હિસ્સો હતો.
વર્ષ 2018 માં, વિનોદ કાંબલીએ મુંબઈ T20 ટૂર્નામેન્ટ દરમિયાન તેના બાળપણના મિત્ર સચિન તેંડુલકરના પગને પણ સ્પર્શ કર્યો હતો. તે ટુર્નામેન્ટમાં કાંબલી શિવાજી પાર્ક લાયન્સ ટીમનો મેન્ટર હતો. જીત બાદ જ્યારે ટીમના ખેલાડીઓ સચિન તેંડુલકરને મળી રહ્યા હતા ત્યારે વિનોદ કાંબલીએ સચિન તેંડુલકરને જ્યારે તેનો વારો આવ્યો ત્યારે પ્રણામ કર્યા હતા.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
Published On - 8:43 am, Thu, 14 April 22