IPL 2022: ગુજરાત ટાઇટન્સ ટીમને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ક્રિકેટરે હાર્દિક પંડ્યાની ટીમનો સાથ છોડ્યો

|

Mar 01, 2022 | 10:21 AM

IPL 2022: ગુજરાત ટાઇટન્સ IPLની નવી ટીમ છે. આ ટીમ ઇન્ડિયન પ્રિમીયર લીગની 2022 ની સીઝનથી જ ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) છે.

IPL 2022: ગુજરાત ટાઇટન્સ ટીમને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ક્રિકેટરે હાર્દિક પંડ્યાની ટીમનો સાથ છોડ્યો
Hardik Pandya ની ટીમનો મહત્વનો બેટ્સમેન જ IPL થી હટી ગયો છે.

Follow us on

ઈંગ્લેન્ડના બેટ્સમેન જેસન રોયે (Jason Roy) આઈપીએલ 2022 (IPL 2022) માંથી ખસી ગયો છે. તે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ટીમનો ભાગ હતો. જેસન રોયે લાંબા સમય બાયો બબલમાં રહેવાના પડકારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. તેણે ગયા અઠવાડિયે અમદાવાદની ફ્રેન્ચાઈઝીને આ માહિતી આપી હતી. જો કે ગુજરાત ટાઇટન્સે હજુ તેના સ્થાનની જાહેરાત કરી નથી. IPL 2022ની હરાજીમાં ગુજરાતે જેસન રોયને 2 કરોડ રૂપિયાની મૂળ કિંમતે પોતાની સાથે લીધો હતો. આ બીજી વખત છે જ્યારે જેસન રોય IPL માંથી ખસી ગયો છે. આ પહેલા પણ તે અંગત કારણ દર્શાવીને હટી ગયો હતો.

જેસન રોયની વિદાય ગુજરાત ટાઇટન્સ માટે મોટો આંચકો હશે. તેની પાસે ઓપનર તરીકે વધુ વિકલ્પ પણ નથી. શુભમન ગિલના પાર્ટનર તરીકે કોનો સમાવેશ થાય છે તે જોવાનું રહેશે. જેસન રોય માટે ગુજરાત ટાઇટન્સ IPL ની ચોથી ટીમ હતી. અગાઉ તે 2017માં ગુજરાત લાયન્સ, 2018માં દિલ્હી ડેરડેવિલ્સ અને 2021માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો.

રોય IPL 2021 માં વેચાયો ન હતો પરંતુ મિશેલ માર્શ ઘાયલ થતાં હૈદરાબાદ ની ટીમ દ્વારા તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આઈપીએલમાં અત્યાર સુધી જેસન રોયે 13 મેચમાં 29.90 ની એવરેજ અને 129.01ની સ્ટ્રાઈક રેટથી 329 રન બનાવ્યા છે. તેના નામે બે અડધી સદી છે, જે તેણે દિલ્હી અને હૈદરાબાદ માટે ફટકારી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

જેસન રોયનુ પાકિસ્તાન સુપર લીગમાં સારુ પ્રદર્શન

આ 31 વર્ષીય ઇંગ્લિશ ખેલાડીએ તાજેતરમાં પાકિસ્તાન સુપર લીગ 2022માં સારું પ્રદર્શન કર્યું હતું. અહીં તેણે છ મેચ રમી અને ક્વેટા ગ્લેડીયેટર્સની ટીમનો ભાગ હતો. PSL માં જેસન રોયે 50.50 ની એવરેજ અને 170.22ની સ્ટ્રાઈક રેટથી 303 રન બનાવ્યા હતા. આ વખતે આઈપીએલ 10 ટીમોની ટુર્નામેન્ટ હશે અને તેની લીગ મેચો મુંબઈ અને પુણેમાં રમાશે. લીગ તબક્કામાં કુલ 70 મેચો રમાવાની છે અને આ ટુર્નામેન્ટ લગભગ બે મહિના સુધી ચાલશે. IPL 26 માર્ચથી શરૂ થવાની છે અને 29 મેના રોજ ફાઇનલ રમાશે.

 

આ પણ વાંચોઃ Football: રશિયા પર FIFA અને UEFA આકરા પાણીએ, યુક્રેન પર હુમલો કરવાને લઇ ફુટબોલ ટીમને સસ્પેન્ડ કરી દીધી

આ પણ વાંચોઃ NZ vs SA: સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડને 198 રનથી હરાવ્યુ, કિવી ટીમને સિરીઝ જીતવાનુ 89 વર્ષ જૂનું સપનુ સાકાર ના થઇ શક્યુ

Published On - 10:09 am, Tue, 1 March 22

Next Article