IPL 2022 : હું ફોર્મમાં વિશ્વાસ નથી રાખતો, દરેક મેચ શુન્યથી શરૂ થાય છેઃ રુતુરાજ ગાયકવાડ

|

May 02, 2022 | 4:26 PM

IPL 2022 : લીગની શરૂઆતની મેચોમાં સંઘર્ષ કરી રહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના (CSK) રુતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) 57 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 99 રન બનાવ્યા હતા.

IPL 2022 : હું ફોર્મમાં વિશ્વાસ નથી રાખતો, દરેક મેચ શુન્યથી શરૂ થાય છેઃ રુતુરાજ ગાયકવાડ
Ruturaj Gaikwad (PC: IPLt20.com)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં ચેન્નઈ ટીમે શાનદાર પ્રદર્શન કરતા હૈદરાબાદ ટીમને 13 રને માત આપી હતી અને પોતાની પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. આ મેચમાં જીતનો હિરો રુતુરાજ ગાયકવાડ રહ્યો હતો. તેણે 99 રનની તોફાની ઇનિંગ રમી હતી. મેચ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ઓપનર રુતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ફોર્મમાં હોવા જેવી કોઈ વાતમાં વિશ્વાસ નથી રાખતો. તે કહે છે કે દરેક મેચની શરૂઆત શૂન્યથી થતી હોય છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સિઝનની ચેન્નઇ ટીમની પ્રથમ 8 મેચોમાં સંઘર્ષ કરનાર રુતુરાજ ગાયકવાડે રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં 57 બોલમાં શાનદાર 99 રન બનાવ્યા હતા. જોકે તે સદીથી ચૂકી ગયો હતો.

ચેન્નઈ ટીમના ઓપનર રુતુરાજ ગાયકવાડે ડેવોન કોનવે (અણનમ 85) સાથે મળીને 182 રનની ભાગીદારી કરી હતી. જે હવે IPL ઇતિહાસમાં ચેન્નઈની સર્વોચ્ચ ઓપનિંગ ભાગીદારી છે. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં CSKનો હૈદરાબાદ સામે 13 રને વિજય થયો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મેચ બાદ ‘પ્લેયર ઓફ ધ મેચ’ બનનાર રુતુરાજ ગાયકવાડે કહ્યું કે, “સારું લાગે છે અને આ રન જીતેલી મેચમાં આવ્યા છે. તે જ તેને વધુ ખાસ લાગે છે. એવો સમય આવશે જ્યાં તમને એક કે બે સારી ડિલિવરી મળશે અને તમે ઘણીવાર કમનસીબ બનશો. તમારી આસપાસના દરેક વ્યક્તિ સાથે અને તમારી પાસે જે ટેકો અને આત્મવિશ્વાસ છે જે તમારી પાસે છે.”

તેણે કહ્યું, “વ્યક્તિગત રીતે મને ફોર્મમાં વિશ્વાસ કરવો પસંદ નથી. છેલ્લી મેચમાં તમે જે પણ સ્કોર કર્યો હોય, પણ તમારે  બીજી મેચમાં શૂન્યથી શરૂઆત કરવી પડશે. હું દરેક મેચ શૂન્યથી શરૂ કરવામાં માનું છું અને તેનાથી મદદ મળી છે. મને વધુ ઝડપથી રમવાનું ગમે છે અને તે મને મારું સર્વશ્રેષ્ઠ આપવા દે છે.”

ઓપનર ડેવિડ કોનવે સાથેની તેમની ભાગીદારી વિશે વાત કરતાં ગાયકવાડે કહ્યું, “તેમાં ઘણી વિચાર પ્રક્રિયા થઈ. હું તેને (કોનવે) તેનો સમય લેવાનું કહી રહ્યો હતો. હું અહીં રમ્યો છું કારણ કે આ મારું હોમ ગ્રાઉન્ડ છે. હું આ વિકેટને જાણું છું અને હું ફક્ત તેની સાથે વાત કરી રહ્યો હતો અને તેને રમવાનું ચાલુ રાખવા માટે કહી રહ્યો હતો.”

Next Article