IPL 2022 : ગુજરાત ટાઇટન્સ ભલે IPL ચેમ્પિયન બન્યું, પણ ‘ટ્વિટરની મેચ’ માં આ ટીમે મારી બાજી, જાણો અન્ય ટીમોનો હાલ

|

Jun 01, 2022 | 1:45 PM

IPL 2022: ખેલાડીઓમાં સૌથી વધુ ટ્વીટ હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) માટે નથી થયું. તો ધોની પણ આ લિસ્ટમાં પાછળ રહ્યો છે.

IPL 2022 : ગુજરાત ટાઇટન્સ ભલે IPL ચેમ્પિયન બન્યું, પણ ટ્વિટરની મેચ માં આ ટીમે મારી બાજી, જાણો અન્ય ટીમોનો હાલ
IPL 2022 Team (PC: Sports Tiger)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ટૂર્નામેન્ટ પૂરી થઈ ગઈ છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળની ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ટીમે શાનદાર પ્રદર્શન કરતા ચેમ્પિયન બન્યું હતું. હવે તમામ ભારતીય ક્રિકેટરોનું ધ્યાન દક્ષિણ આફ્રિકાની શ્રેણી પર પણ કેન્દ્રિત થયું છે. તો ટ્વિટર ઈન્ડિયા (Twitter India) એ IPL 2022 ને લઇને એક આંકડા જાહેર કર્યા છે. આ સિઝનમાં કઈ ટીમ માટે સૌથી વધુ ટ્વીટ કર્યા છે. RCB ભલે ફાઇનલમાં ન પહોંચી શક્યું હોય પણ તે વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમ હતી જેના માટે ચાહકોએ સૌથી વધુ ટ્વિટ કર્યા હતા. ટ્વિટરના એક અધિકારી દ્વારા જારી કરાયેલા ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે, હવે જ્યારે ગુજરાતે IPLનો ખિતાબ જીત્યો છે, તો RCB એ ટ્વિટર પર મેચ જીતી લીધી છે. સિઝનમાં આ ટીમ માટે સૌથી વધુ ટ્વિટ કરવામાં આવી હતી. વિરાટ કોહલી દ્વારા પણ મોટો ફાળો આપવામાં આવ્યો હતો. જે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ટ્વિટર પર ચર્ચામાં રહ્યો હતો. વિરાટ કોહલી આ સિઝનમાં એવો ખેલાડી હતો જેના વિશે સૌથી વધુ ટ્વિટ કરવામાં આવ્યું હતું.

રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, જ્યારે RCB ટ્વિટર મેચમાં નંબર વન પર રહ્યું હતું ત્યારે એમએસ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ આ મામલામાં બીજા અને મુંબઈ ઈન્ડિયન્સ ત્રીજા નંબરે હતી. ત્યાર બાદ ફાઇનલમાં પહોંચેલી રાજસ્થાન રોયલ્સ ચોથી ટીમ હતી અને કેકેઆર પાંચમી ટીમ હતી. આ બંને ટીમોએ ટ્વિટર્સને પણ ખૂબ જ વ્યસ્ત રાખ્યા હતા. તે પણ થોડું આશ્ચર્યજનક હતું કે ફાઇનલમાં પહોંચવા છતાં અને જોસ બટલરની આકર્ષક બેટિંગ હોવા છતાં રાજસ્થાનની ટીમ આ બાબતમાં પાંચમાં નંબરે સરકી ગઇ હતી. આ ઉપરાંત ટાઇટલ જીતનાર ગુજરાતની ટીમ સૌથી વધુ ટ્વીટ કરનાર ટીમોમાં છઠ્ઠા ક્રમે છે. તેની પાછળનું કદાચ એક મોટું કારણ એ હતું કે આ તેનું પહેલું વર્ષ હતું અને આ ટીમનો સોશિયલ મીડિયા બેઝ એટલો મજબૂત નથી જેટલો એક દાયકાથી વધુ સમય સુધી રમતી બાકીની ટીમોનો હોય.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

તે જ સમયે ખેલાડીઓમાં સૌથી વધુ ટ્વિટ વિરાટ કોહલી માટે કરવામાં આવ્યા હતા. તો આ મામલામાં એમએસ ધોની બીજા નંબર પર હતા. જે તેની લોકપ્રિયતા જણાવવા માટે પૂરતા છે. આ પછી રોહિત શર્મા ત્રીજા નંબર પર હતો અને ત્યાર બાદ રવિન્દ્ર જાડેજા જેણે એમએસ ધોની પાસેથી ચેન્નાઈની કેપ્ટનશીપ લીધી હતી. આ ખેલાડીઓ તરફથી ટ્વીટ્સની મહત્તમ સંખ્યા મેળવવી સૂચવે છે કે તેઓ ક્રિકેટના મેદાન પર કદાચ ફ્લોપ હોઈ શકે છે પરંતુ સોશિયલ મીડિયા પર ચાહકોની કોઈ કમી નથી.

Next Article