IPL 2022: જાણો SRH કેવી રીતે પ્લેઓફમાં પહોંચી શકે છે? મુંબઈ સામેની જીતથી આશા જગાવી

|

May 18, 2022 | 2:07 PM

IPL 2022 : સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)એ આ IPL સિઝનમાં 13માંથી 6 મેચ જીતી છે. તે પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. મંગળવારે રાત્રે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ જીત્યા બાદ આ ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા વધુ વધી ગઈ છે.

IPL 2022: જાણો SRH કેવી રીતે પ્લેઓફમાં પહોંચી શકે છે? મુંબઈ સામેની જીતથી આશા જગાવી
Sunrisers Hyderabad (PC: IPLt20.com)

Follow us on

અત્યાર સુધી માત્ર ગુજરાત ટાઈટન્સે (Gujarat Titans) IPL 2022 પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. હજુ ત્રણ ટીમો અહીં ક્વોલિફાય થવાની બાકી છે. આ ત્રણ જગ્યા માટે સાત ટીમો સ્પર્ધામાં છે. જ્યારે 2 ટીમ આ રેસમાંથી પહેલા જ બહાર થઈ ગઈ છે. પ્લેઓફની રેસમાં રહેલી 7 ટીમોમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) પણ સામેલ છે. મંગળવારે રાત્રે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ જીત્યા બાદ આ ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા વધુ વધી ગઈ છે.

મુંબઈ સામે જીત બાદ આશા વધી ગઈ

ગઈકાલે મંગળવારે રાત્રે રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે મુંબઈ ઈન્ડિયન્સ ટીમને 3 રને હરાવ્યું હતું. આ જીતે સનરાઈઝર્સ હૈદરાબાદને પ્લેઓફની રેસમાં અત્યાર સુધી જાળવી રાખ્યું છે. જો આ મેચમાં સનરાઈઝર્સ હારી ગઈ હોત તો તે સ્પષ્ટપણે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હોત. IPL પોઈન્ટ ટેબલમાં સનરાઈઝર્સ હાલમાં 13 મેચમાં 6 જીત અને 7 હાર સાથે આઠમા સ્થાને છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હૈદરાબાદ હવે પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે છે?

તમને જણાવી દઈએ કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)એ પંજાબ કિંગ્સ (Punjab Kings) સામેની છેલ્લી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે અને મહત્વનું છે કે પ્લે ઓફમાં પહોંચવા માટે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે આ મેચ મોટા માર્જિનથી જીતવી પડશે. જેથી કરીને તેનો નેટ રન રેટ અન્ય ટીમો કરતા સારો રહી શકે. આ સાથે તેણે અન્ય મેચોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.

 

મહત્વનું છે કે પ્રાર્થના કરવી પડશે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેની છેલ્લી મેચ ગુજરાત ટાઈટન્સ સામે હારી જાય. તેણે એ પણ પ્રાર્થના કરવી પડશે કે દિલ્હી કેપિટલ્સ તેની છેલ્લી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે મોટા માર્જિનથી હારે અને કોલકાતા પણ તેની છેલ્લી મેચ સુપર જાયન્ટ્સ સામે હારે. જો કોલકાતા જીતશે તો પણ તે ઓછા માર્જિનથી જીતશે, જેથી તેનો નેટ રન રેટ સનરાઈઝર્સ કરતાં વધી ન જાય. જો બાકીની મેચોમાં આ સમીકરણ બનાવવામાં આવે તો સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ગુજરાત, લખનૌ અને રાજસ્થાનની સાથે પ્લેઓફમાં પહોંચી શકે છે.

Next Article