IPL 2022 Final : હસરંગાને પાછળ છોડી ચહલે જીતી પર્પલ કેપ, તોડ્યો ઈમરાન તાહિરનો મોટો રેકોર્ડ

|

May 30, 2022 | 9:56 AM

IPL 2022 : રાજસ્થાન રોયલ્સના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ચહલ એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર ​​પણ બની ગયો છે.

IPL 2022 Final : હસરંગાને પાછળ છોડી ચહલે જીતી પર્પલ કેપ, તોડ્યો ઈમરાન તાહિરનો મોટો રેકોર્ડ
Yuzvendra Chahal (PC: IPLt20.com)

Follow us on

IPL 2022 ની ફાઇનલ મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) વચ્ચે હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) એ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને આઉટ કરતાની સાથે જ પર્પલ કેપ (Purple Cap) મેળવી લીધી છે. તેણે બેંગ્લોર ટીમના સ્ટાર બોલર વાનેન્દુ હસરંગાને પાછળ છોડી દીધો હતો. તેના પહેલા હસરંગા પાસે પર્પલ કેપ હતી.

આ મેચ પહેલા ચહલે 16 મેચમાં 26 વિકેટ ઝડપી હતી. તે જ સમયે બેંગ્લોર ટીમના વાનિંદુ હસરંગાએ પણ 16 મેચમાં 26 વિકેટ લીધી હતી. પરંતુ સારી એવરેજના કારણે હસરંગા આગળ હતો. જોકે ફાઈનલ મેચમાં હાર્દિકને આઉટ કરીને તેણે આ સિઝનમાં પોતાની વિકેટની સંખ્યા 27 કરી દીધી. તે બાદ તે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો હતો. ચહલે આ મેચમાં 4 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ લીધી હતી.

ચહલે બનાવી દીધો વધુ એક રેકોર્ડ

ચહલે આ સિઝનમાં વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર ​​પણ બની ગયો છે. તેણે ઈમરાન તાહિરનો રેકોર્ડ તોડ્યો છે. તાહિરે IPL 2019 માં 26 વિકેટ લીધી હતી. આ સાથે જ ચહલે આ સિઝનમાં 27 વિકેટ ઝડપી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

IPL માં એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર

વિકેટ         બોલર                              સિઝન 

27             યુઝવેન્દ્ર ચહલ                         2022
26             ઇમરાન તાહિર                       2019
26             વાનેંદુ હસરંગા                        2022
24             સુનીલ નરેન                            2012
24             હરભજન સિંહ                        2013

 

ગુજરાત ચેમ્પિયન બન્યું

ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને IPL 2022 નું ટાઇટલ જીત્યું. ફાઈનલ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ગુજરાત ટાઇટન્સની ટીમે માત્ર 18.1 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. શુભમન ગિલ અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંડ્યાએ 34 રન બનાવવાની સાથે 3 વિકેટ પણ લીધી હતી.

તે જ સમયે સુકાની હાર્દિક પંડ્યા (3/17) અને સાઈ કિશોર (2/20) ની ઘાતક બોલિંગને પગલે ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાયેલી IPL ટાઇટલ મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. તેણે 130 રનમાં 9 વિકેટ ગુમાવી ગુજરાતને 131 રનનો ટાર્ગેટ આપ્યો. ટીમ તરફથી જોસ બટલર (39) અને યશસ્વી જયસ્વાલે (22) સૌથી વધુ રન બનાવ્યા હતા. જોકે તે ટીમને જીતાડી શક્યા નહીં.

Next Article