IPL Final: ચહલ રચી શકે છે ઈતિહાસ, મોહમ્મદ શમી પાસે સદી ફટકારવાની તક, આજે બની શકે છે અનેક રેકોર્ડ

|

May 29, 2022 | 11:22 AM

IPL 2022 Final : GT vs RR: IPLની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

IPL Final: ચહલ રચી શકે છે ઈતિહાસ, મોહમ્મદ શમી પાસે સદી ફટકારવાની તક, આજે બની શકે છે અનેક રેકોર્ડ
Yuzvendra Chahal and Mohammed Shami (PC: TV9)

Follow us on

IPL 2022 Final Gujarat Titans vs Rajasthan Royals: IPL ની ફાઇનલ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ (GT ​​vs RR) વચ્ચે રમાશે. તેની પ્રથમ સિઝનમાં જ ગુજરાતે ફાઇનલમાં જગ્યા બનાવીને સૌને ચોંકાવી દીધા છે. હવે બીજી તરફ 14 વર્ષના લાંબા સમય બાદ રાજસ્થાન IPL ની ફાઈનલ રમવા જઈ રહ્યું છે. ક્રિકેટ ચાહકોને આશા છે કે આજની ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહેશે. મેચ રોમાંચક રહેવાની અપેક્ષા સિવાય આજે ફાઇનલમાં કેટલાક મોટા રેકોર્ડ બની શકે છે.

જોસ બટલર પાસે ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડવાની તક

જોસ બટલર માટે આ સિઝન શાનદાર રહ્યું છે. બટલરે 4 સદી સહિત 824 રન બનાવ્યા છે. હવે જો તે 25 રન બનાવશે તો તે ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડી નાખશે. કોહલીએ વર્ષ 2016માં એક સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. વિરાટે 973 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો. તે જ સમયે ડેવિડ વોર્નર આ મામલામાં બીજા નંબર પર છે. તેણે IPL ની એક સિઝનમાં 848 રન બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આમ 25 રન બનાવ્યા બાદ બટલર ઓસ્ટ્રેલિયન દિગ્ગજને પાછળ છોડી દેશે અને આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બીજા બેટ્સમેન બની જશે.

ચહલ પાસે ઇતિહાસ રચવાની તક

રાજસ્થાનના સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) પાસે ઈતિહાસ રચવાની તક હશે. આજે જો ચહલ 1 વિકેટ લેવામાં સફળ રહે છે તો સ્પિનર ​​તરીકે એક સિઝનમાં તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે. હાલમાં ચહલ દક્ષિણ આફ્રિકાના ઈમરાન તાહિર સાથે બરાબરી પર છે. તાહિરે એક સિઝનમાં 26 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તો યુજવેન્દ્ર ચહલે પણ આ સિઝનમાં અત્યાર સુધીમાં 26 વિકેટ ઝડપી છે. આ સિવાય જો ચહલ 2 વિકેટ લેવામાં સફળ રહેશે તો તે અનુભવી અમિત મિશ્રાનો રેકોર્ડ તોડી નાખશે. મિશ્રાજીએ IPLમાં 166 વિકેટ લીધી છે. યુઝવેન્દ્રએ આ સમયે આઈપીએલમાં 165 વિકેટ લીધી છે. એટલે કે ચહલ પાસે IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરની યાદીમાં ચોથા નંબર પર આવવાની તક રહેશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મોહમ્મદ શમી પાસે ‘સદી’ લગાવવાની તક

ગુજરાત ટાઇટન્સ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પાસે આઈપીએલમાં 100 વિકેટ લેવાની તક છે. અત્યાર સુધી તેણે કુલ 98 વિકેટ ઝડપી છે. એટલે કે ફાઇનલ મેચમાં શમી 2 વિકેટ લેવામાં સફળ રહે છે તો તે આઈપીએલના ઇતિહાસમાં પોતાની 100 વિકેટ પુરી કરી લેશે.

અશ્વિન પાસે પણ મોટી તક છે

જો રાજસ્થાનના સ્પિનર ​​અશ્વિન ફાઇનલમાં 1 વિકેટ લેવામાં સફળ રહેશે તો તે IPLમાં પીયૂષ ચાવલાનો રેકોર્ડ તોડી નાખશે. પિયુષે આઈપીએલમાં અત્યાર સુધીમાં 157 વિકેટ લીધી છે. અશ્વિને અત્યાર સુધી આઈપીએલમાં 157 વિકેટ ઝડપી છે. એક વિકેટ સાથે અશ્વિન IPL ના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર પાંચમો બોલર બની જશે. આ સિવાય 20 રન બનાવ્યા બાદ અશ્વિન બેટ્સમેન તરીકે પોતાની કારકિર્દીમાં T20 ક્રિકેટમાં 1000 રન પૂરા કરશે.

હાર્દિક પંડ્યા પાસે ખાસ રેકોર્ડ બનાવવાની તક

જો હાર્દિક પંડ્યા આજની મેચમાં બોલિંગ કરે છે અને 3 વિકેટ લેવામાં સફળ રહે છે તો તે આઇપીએલમાં 50 વિકેટ પુરા કરી લેશે. તો બીજી તરફ તે બેટિંગમાં 7 ચોગ્ગા ફટકારશે તો IPL માં તે 150 ચોગ્ગા પૂરા કરી લેશે.

સંજુ સેમસન પાસે પણ ખાસ તક

જો રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન બેટિંગ દરમિયાન 3 ચોગ્ગા ફટકારશે તો રાજસ્થાન તરફથી રમતા 250 ચોગ્ગાનો આંકડો સ્પર્શી જશે.

Next Article