IPL 2022 Final: ઓરેન્જ કેપ મળ્યા બાદ જોસ બટલરનું ભાવુક નિવેદન, કહી આ ખાસ વાત

|

May 30, 2022 | 10:07 AM

IPL 2022 : જોસ બટલર (Jos Buttler) IPL 2022માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. તેણે આ સિઝનમાં 863 રન બનાવ્યા. જેમાં 4 સદી ફટકારી હતી.

IPL 2022 Final: ઓરેન્જ કેપ મળ્યા બાદ જોસ બટલરનું ભાવુક નિવેદન, કહી આ ખાસ વાત
Jos Buttler Orange Cap (PC: IPLt20.com)

Follow us on

IPL 2022 ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ટીમે શાનદાર પ્રદર્શન કરતા રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 130 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલર (Jos Buttler) માટે આ સિઝન શાનદાર રહી હતી. જોસ બટલર આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. જોસ બટલરને જ્યારે ઓરેન્જ કેપ આપવામાં આવી ત્યારે તે ભાવુક થઈ ગયો હતો. તેણે આ હાર પર નિરાશા વ્યક્ત કરી હતી.

ગુજરાત ટાઇટન્સ અને હાર્દિક પંડ્યાને ખુબ ખુબ અભિનંદનઃ જોસ બટલર

જોસ બટલરે કહ્યું, ‘અમે આ ફાઇનલ મેચ જીતવા માગતા હતા. પરંતુ અમે તે કરી શક્યા નહીં. આ હાર બાદ હું ખૂબ જ નિરાશ છું. ગુજરાત ટાઇટન્સ અને હાર્દિક પંડ્યાને ખૂબ ખૂબ અભિનંદન. આ ટીમે સમગ્ર સિઝન દરમિયાન શાનદાર ક્રિકેટ રમ્યા. મારો ઉદ્દેશ્ય ટીમ માટે મારી ભૂમિકા ભજવવાનો અને રમતના દિવસે મને જે કરવાનું કહેવામાં આવે છે તે કરવાનો પ્રયાસ કરવાનો છે. મને મારી ટીમમાં વિશ્વાસ છે. ફાઈનલ મેચમાં આ હાર બાદ અમે ખૂબ જ નિરાશ છીએ. આ એક શાનદાર ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટમાં મારો અનુભવ ખૂબ જ યાદગાર રહ્યો છે. આ ટીમ માટે રમવું મારા માટે સૌભાગ્યની વાત છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

જોસ બટલરને મળી ઓરેન્જ કેપ

તમને જણાવી દઈએ કે જોસ બટલર આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. તેણે આ સિઝનમાં 863 રન બનાવ્યા છે. જેમાં 4 સદીનો પણ સમાવેશ થાય છે. જોકે ગુજરાત ટાઇટન્સ સામેની ફાઇનલ મેચમાં જોસ બટલરનું બેટ ચાલ્યું ન હતું. તેમજ બાકીના બેટ્સમેનો પણ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે ગુજરાત ટાઇટન્સ સામેની ફાઇનલ મેચમાં રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 9 વિકેટે 130 રન જ બનાવી શકી હતી. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર યુઝવેન્દ્ર ચહલ પર્પલ કેપનો વિજેતા હતો. આ સાથે જ ઓરેન્જ કેપ જોસ બટલરના નામે રહી.

Published On - 10:02 am, Mon, 30 May 22

Next Article