IPL 2022 Final: જોસ બટલર ગુજરાત સામે 25 રન બનાવશે તો ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લેશે

|

May 29, 2022 | 4:07 PM

GT vs RR: IPL 2022ની ફાઈનલ મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) ના ઓપનર જોસ બટલર (Jos Buttler) એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. જોસ બટલર હાલ સૌથી વધુ રન કરી ટોચના સ્થાને છે.

IPL 2022 Final: જોસ બટલર ગુજરાત સામે 25 રન બનાવશે તો ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લેશે
Jos Buttler (PC: IPLt20.com)

Follow us on

IPL 2022  ની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાશે. ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ (GT vs RR) વચ્ચેની આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની છે. ગુજરાત તેની પ્રથમ સિઝનમાં જ ટાઈટલ જીતવા ઈચ્છશે તો રાજસ્થાન 14 વર્ષ બાદ ચેમ્પિયન બનવા ઈચ્છશે. આ નિર્ણાયક મેચમાં રાજસ્થાનના ઓપનર જોસ બટલર ઘણા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. આવું કરનાર તે આઈપીએલના ઈતિહાસમાં બીજો બેટ્સમેન બની જશે.

ખરેખર જોસ બટલરે IPL 2022 માં અત્યાર સુધીમાં 16 મેચમાં 58.86 ની એવરેજ અને 151.47 ની સ્ટ્રાઈક રેટથી 824 રન બનાવ્યા છે. જો તે ફાઈનલ મેચમાં 25 રન બનાવી લે છે તો આ સિઝનમાં તેના 849 રન થઈ જશે. તે IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બીજા નંબરનો ખેલાડી બની શકે છે. આ કિસ્સામાં તે ડેવિડ વોર્નરને પાછળ છોડી દેશે. વોર્નરે IPL 2016 માં 848 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ તે જ વર્ષે 973 રન બનાવ્યા હતા. જો આજની મેચમાં બટલરનું બેટ બોલશે તો તે વોર્નરને પાછળ છોડી દેશે.

એક IPL સિઝનમાં સૌથી વધુ રન

– વિરાટ કોહલીઃ 973 રન
– ડેવિવ વોર્નરઃ 848 રન
– જોસ બટલરઃ 824* રન

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

વિરાટ કોહલીની બરોબરી કરવાની તક

આ સાથે જોસ બટલર (Jos Buttler) આજની મેચમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તેણે IPL 2022 માં અત્યાર સુધીમાં 4 સદી ફટકારી છે. રાજસ્થાનનો આ ઓપનર પણ શાનદાર લયમાં છે. આવી સ્થિતિમાં જો તે આજની મેચમાં સદી ફટકારે છે તો તે વિરાટ કોહલી સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને આવી જશે. વિરાટ કોહલી (Virat Kohli) ની 5 સદી છે. આઈપીએલમાં બટલરે અત્યાર સુધીમાં 4 સદી ફટકારી છે. જો તે ફાઈનલ મેચમાં સદી ફટકારશે તો તે વિરાટ કોહલીની બરાબરી કરશે.

આઈપીએલમાં સૌથી વધુ સદી

– ક્રિસ ગેલઃ 6 સદી
– વિરાટ કોહલીઃ 5 સદી
– જોસ બટલર, ડેવિડ વોર્નર, લોકેશ રાહુલઃ 4 સદી

Next Article