IPL 2022 Final ની શરુઆત વિશ્વ વિક્રમ સાથે, GT vs RR ની ટક્કર પહેલા BCCI એ રચ્યો ઈતિહાસ-Video

|

May 29, 2022 | 9:00 PM

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium, Ahmedabad) માં રમાઈ રહેલી આ ફાઈનલ પહેલા BCCI એ આઈપીએલના 15 વર્ષ પૂરા થવાની ખુશીમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.

IPL 2022 Final ની શરુઆત વિશ્વ વિક્રમ સાથે, GT vs RR ની ટક્કર પહેલા BCCI એ રચ્યો ઈતિહાસ-Video
GT vs RR IPL 2022 Final અમદાવાદમાં રમાઈ રહી છે

Follow us on

વિશ્વની સૌથી મોટી T20 ટૂર્નામેન્ટ IPLની બીજી સિઝન સમાપ્ત થવાના આરે છે. લાંબી અને રોમાંચક સીઝન પછી, IPL 2022 તેની છેલ્લી મેચ માટે તૈયાર છે. ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ (Gujarat Titans vs Rajasthan Royals) વચ્ચેની ફાઇનલ મેચ રવિવાર 29 મેના રોજ અમદાવાદમાં શરૂ થઇ હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) આ ફાઇનલને ખાસ બનાવવા માટે ખાસ વ્યવસ્થા કરી હતી અને આ કારણોસર તેને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ બાદ પ્રથમ વખત IPLમાં સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમારોહમાં BCCIએ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ જર્સી રજૂ કરીને રેકોર્ડ પણ બનાવ્યો હતો.

આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગ સતત સફળતાના શિખરોને સ્પર્શી રહી છે. તે આઠ ટીમોથી વધીને 10 ટીમો થઈ ગઈ છે અને આ વખતે ફાઈનલ સહિત 74 મેચ રમાઈ હતી. આ લીગની 15મી સીઝન છે અને તેના 15 વર્ષ પૂરા થવાના અવસર પર, BCCIએ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ જર્સી રજૂ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. BCCIએ ફાઈનલ પહેલા કાર્યક્રમમાં આ જર્સી ઉતારી હતી, જેને ઘણા કલાકારોએ એકસાથે પકડી હતી.

કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'

આવી છે સૌથી મોટી જર્સી

આ આછા વાદળી રંગની જર્સીમાં આઈપીએલના 15 વર્ષ વિશે લખવામાં આવ્યું હતું અને તમામ 10 ટીમોના લોગો પણ મૂકવામાં આવ્યા હતા. આ જર્સી 66 મીટર લાંબી અને 42 મીટર પહોળી છે. આ પ્રસંગે બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને આઈપીએલના અધ્યક્ષ બ્રિજેશ પટેલ હાજર રહ્યા હતા. ગિનિસ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓ પણ હાજર હતા, જેમણે ત્રણ અધિકારીઓને સૌથી મોટી જર્સીનું પ્રમાણપત્ર આપીને આ રેકોર્ડની પુષ્ટિ કરી હતી.

 

રાજસ્થાનની પ્રથમ બેટિંગ

જ્યાં સુધી મેચની વાત છે, રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાને તેમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો, જ્યારે ગુજરાત ટાઈટન્સે અલઝારી જોસેફના સ્થાને અન્ય ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો હતો. રાજસ્થાને 14 વર્ષ બાદ ફાઇનલમાં જગ્યા બનાવી છે. 2008માં આયોજિત પ્રથમ સિઝનમાં ટીમે આ ખિતાબ જીત્યો હતો. તે જ સમયે, ગુજરાત ટાઇટન્સે પ્રથમ સિઝનમાં પ્રવેશ કર્યો હતો અને ફાઇનલ સુધીની સફર કરી છે.

Published On - 8:47 pm, Sun, 29 May 22

Next Article