IPL 2022 : ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપના કર્યા વખાણ, ધોની સાથે કરી તેની સરખામણી

|

May 16, 2022 | 9:35 AM

IPL 2022 : ગુજરાત ટાઇટન્સ (GT) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં પ્લેઓફમાં પહોંચનાર પહેલી ટીમ બની છે. જ્યારે ધોનીની ચેન્નઈની ટીમ પ્લેઓફમી રેસમાંથી બહાર થઇ ગઇ છે.

IPL 2022 : ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપના કર્યા વખાણ, ધોની સાથે કરી તેની સરખામણી
MS Dhoni and Hardik Pandya (PC: IPLt20.com)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની નવી ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) નું માનવું છે કે કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ તેની કેપ્ટનશિપની ભૂમિકા સારી રીતે નિભાવી છે. હાર્દિક પંડ્યા તેની ક્રિકેટ કારકિર્દીની અને IPL કારકિર્દીમાં પ્રથમ વખત કેપ્ટનશીપ કરી રહ્યો છે અને કેપ્ટન તરીકે તેનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત ફ્રેન્ચાઈઝીની પણ આ પ્રથમ આઈપીએલ એડિશન છે અને તેઓ તેમની પહેલી જ આવૃત્તિમાં પ્લેઓફ માટે ક્વોલિફાય થયા છે. IPL 2022 પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી ગુજરાત પ્રથમ ટીમ છે. ગુજરાતે અત્યાર સુધી 13 મેચ રમી છે. જેમાં તેણે 10માં જીત મેળવી છે અને 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. હાર્દિક પંડ્યાએ ઈજા બાદ IPL 2022 માં પણ પુનરાગમન કર્યું છે.

મોહમ્મદ શમીએ હાર્દિક પંડ્યાના વ્યક્તિત્વમાં આવેલા બદલાવનું કારણ જણાવ્યું

ગુજરાત ટાઇટન્સની આગેવાની કરતા પહેલા હાર્દિકે એક ખેલાડી તરીકે IPL માં ઘણી સીઝન રમી હતી. આમાં ચાહકો તેના વિશે સારી રીતે કહી શકે છે કે હાર્દિક પંડ્યા ઘણીવાર મેદાન પર વિકેટ કે જીતની ઉત્સાહપૂર્વક ઉજવણી કરતો જોવા મળ્યો હતો. જો કે કપ્તાન બન્યા પછી તેની ઉત્સાહી શૈલી ઓછી થઈ ગઈ છે અને તે ફક્ત હસીને અથવા શાંત રહીને પ્રતિક્રિયા આપી રહ્યો છે.

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પંડ્યાના વ્યક્તિત્વમાં આવેલા બદલાવ અને તેની કેપ્ટનશિપ વિશે વિગતવાર વાત કરી હતી. મીડિયા સાથે વાત કરતા મોહમ્મદ શમીએ કહ્યું, “જ્યારથી હાર્દિક પંડ્યા કેપ્ટન બન્યો છે ત્યારથી તે એકદમ સામાન્ય થઈ ગયો છે. તેણે ખૂબ જ શાંત રહેવાનું પણ શરૂ કર્યું છે. મેં તેને કહ્યું છે કે તમે મેદાન પર તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો કારણ કે આખી દુનિયા તમને જોઈ રહી છે. જ્યારે તમે કોઈ ટીમનું નેતૃત્વ કરો છો ત્યારે તમારે દરેક નિર્ણય લેતા પહેલા ઘણું વિચારવું પડે છે અને તેણે પોતાનું કામ સારી રીતે કર્યું છે.”

આ સિવાય શમીએ હાર્દિકની કેપ્ટનશિપની સરખામણી મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી સાથે કરી હતી અને કહ્યું હતું કે દરેક કેપ્ટન પાસે ટીમને મેચ જીતાડવાનું વિઝન હોય છે. જ્યારે તેને ટૂર્નામેન્ટમાં તેના પ્રદર્શન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે જ્યાં સુધી મારા પ્રદર્શનની વાત છે. મેં હંમેશા મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લી ચાર એડિશનમાં કોઈ ખેલાડીએ મારાથી વધુ વિકેટ લીધી નથી. જ્યારે પણ કેપ્ટન મને જવાબદારી આપશે હું મારું 100 ટકા યોગદાન આપીશ.

Next Article