IPL 2022: પ્લેઓફમાં પહોંચવાનું સપનું તુટ્યું, કારમી હાર બાદ ઇમોશનલ થયેલ રિષભ પંતે હારનું કારણ જણાવ્યું

|

May 22, 2022 | 10:00 AM

IPL 2022 : મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 159 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમે 5 બોલ બાકી રહેતા 160 રન બનાવ્યા હતા અને મેચ 5 વિકેટે જીતી લીધી હતી.

IPL 2022: પ્લેઓફમાં પહોંચવાનું સપનું તુટ્યું, કારમી હાર બાદ ઇમોશનલ થયેલ રિષભ પંતે હારનું કારણ જણાવ્યું
Delhi Capitals (PC: IPLt20.com)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) સીઝનમાં રિષભ પંત (Rishabh Pant) ની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) એ પ્લેઓફમાં જવાનું સ્વપ્ન ગુમાવ્યું હતું. શનિવારે તેને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના હાથે 5 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ રિષભ પંતના ચહેરા પર પણ નિરાશા જોવા મળી હતી.

હાર બાદ રિષભ પંત રોવા મંડ્યો હતો અને ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. કુલદીપ યાદવ અને ટીમના કોચ રિકી પોન્ટિંગ (Ricky Ponting) પણ નિરાશ દેખાતા હતા. કેપ્ટન રિષભ પંતે પણ ભાવુક ભાષણ આપ્યું હતું. તેણે પોતાની ભૂલો ગણાવી અને કહ્યું કે તેની ટીમે ક્યાં મોટી ભૂલ કરી છે.

જ્યારે તમે ટોચ પર હોવ છો, તો આવી ભુલો થાય છે: રિષભ પંત

રિષભ પંતે કહ્યું, ‘અમે મોટાભાગની મેચોમાં ટોચ પર રહ્યા છીએ. જ્યારે તમે ટોચ પર હોવ છો ત્યારે તમે એવી ભૂલો કરો છો જે મેચને તમારી પકડમાંથી સરકી જવા દે છે. અમે આખી સિઝનમાં કંઈક આવું જ કર્યું છે. આ મેચ જીતવાની નિશાની નથી. અમે વધુ સારી યોજના બનાવી શક્યા હોત અને તેનો અમલ કરી શક્યા હોત. અમે અમારી ભૂલોમાંથી શીખીશું અને આગામી સિઝનમાં મજબૂત વાપસી કરીશું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તેણે કહ્યું, ‘આ મેચની વાત કરીએ તો અમે 5-7 રન ઓછા બનાવ્યા હતા. પરંતુ અમે શાનદાર બોલિંગ કરી હતી. અમે સમગ્ર સિઝનમાં સારી બોલિંગ કરી છે. પરંતુ મેચના અંતે ઝાકળ એક મોટું પરિબળ હતું. આ જ કારણ હતું કે અમે પ્લાન મુજબ બોલિંગ કરી શક્યા નહીં.

ટિમ ડેવિડ સામે DRS કેમ લીધો નહીં?

ટિમ ડેવિડ સામે DRS ન લેવા પર રિષભ પંતે કહ્યું, ‘મને પણ લાગ્યું કે કંઈક થયું છે. પરંતુ આજુબાજુ ઉભેલા તમામ સાથી ખેલાડીઓ આ વાત સાથે સહમત ન થયા. આ જ કારણ છે કે મેં તે (DRS) નિર્ણય ન લીધો. મેચમાં બોલિંગ વ્યૂહરચના વિશે કોચ રિકી પોન્ટિંગ સાથે પણ વાત કરી હતી અને તેના પક્ષમાં જે હોય તે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મુંબઈએ 5 વિકેટે દિલ્હીને હરાવ્યું

મેચમાં મુંબઈ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી દિલ્હીની ટીમ માત્ર 159 રન પર જ સિમિત રહી ગઈ હતી. રોવમેન પોવેલે 34 બોલમાં 43 અને રિષભ પંતે 33 બોલમાં 39 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે 3 અને રમનદીપ સિંહે 2 વિકેટ લીધી હતી.

જવાબમાં મુંબઈની ટીમે 5 બોલ બાકી રહેતા 160 રન બનાવીને 5 વિકેટે મેચ જીતી લીધી હતી. ઓપનર ઈશાન કિશને 35 બોલમાં 48 રન, ડીવાલ્ડ બ્રેવિસે 33 બોલમાં 37 અને ટિમ ડેવિડે 11 બોલમાં 34 રન ફટકારીને મેચ જીતી લીધી હતી. બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

Next Article