IPL 2022: ડેવોન કોનવેની લગ્ન બાદની જબરદસ્ત ઈનિંગ, CSKના મુખ્ય ખેલાડીનું રમુજી નિવેદન

|

May 09, 2022 | 4:34 PM

IPL 2022 : ચેન્નઈના (CSK) સ્ટાર ખેલાડી ડેવોન કોનવે (Devon Conway) કેટલીક મેચો માટે ટીમની બહાર રહ્યો હતો. લગ્નના કારણે તેને દક્ષિણ આફ્રિકા જવું પડ્યું. જોકે, વાપસી કર્યા બાદ તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.

IPL 2022: ડેવોન કોનવેની લગ્ન બાદની જબરદસ્ત ઈનિંગ, CSKના મુખ્ય ખેલાડીનું રમુજી નિવેદન
Devon Conway (PC: IPLt20.com)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં રવિવારે ચેન્નઈ ટીમે શાનદાર પ્રદર્શન કરતા દિલ્હી ટીમને 91 રને માત આપી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના અનુભવી ઓલરાઉન્ડર મોઈન અલી (Moeen Ali) એ ડેવોન કોનવે (Devon Conway) ની શાનદાર અડધી સદી વિશે મોટું નિવેદન આપ્યું છે. તેણે મજાકમાં કહ્યું કે જ્યારથી કોનવે લગ્ન કર્યા છે ત્યારથી તે જબરદસ્ત રમત રમી રહ્યો છે. ડેવોન કોનવેએ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામેની મેચમાં જબરદસ્ત ઇનિંગ રમી હતી. તેણે માત્ર 49 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 87 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. અગાઉ પણ એક મેચમાં તેણે કંઈક આવી જ બેટિંગ કરી હતી.

જોકે ડેવોન કોનવે કેટલીક મેચો માટે ટીમની બહાર રહ્યો હતો. લગ્નના કારણે તેને દક્ષિણ આફ્રિકા જવું પડ્યું. જોકે, વાપસી કર્યા બાદ તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. મોઈન અલીએ મજાકમાં કહ્યું કે ડેવોન કોનવે માટે લગ્ન નસીબદાર સાબિત થઈ રહ્યા છે.

ફાફ ડુ પ્લેસિસના ગયા પછી અમને કોનવે જેવા બેટ્સમેનની જરૂર હતી: મોઈન અલી

તેણે ESPN Cricinfo પર વાતચીત દરમિયાન કહ્યું, “હા, લગ્ન ચોક્કસપણે તેના માટે શાનદાર રમી રહ્યો છે અને ત્યારથી તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તે એક એવો ખેલાડી છે જે ઘણા રન બનાવે છે. ઋતુરાજ સાથે તેની ભાગીદારી બનવાની શરૂઆત થઈ રહી છે. ફાફ ડુ પ્લેસિસના ગયા પછી અમને એવા બેટ્સમેનની જરૂર હતી. કોનવે એક જબરદસ્ત ખેલાડી છે અને તેના શોટ્સ અદ્ભુત છે. હું તેના માટે ખૂબ ખુશ છું.”

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

તમને જણાવી દઈએ કે IPL 2022 ની 55 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 91 રને હરાવ્યું અને સિઝનની ચોથી જીત નોંધાવી. ટોસ હાર્યા બાદ પ્રથમ રમતા ચેન્નઈ ટીમ એ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 208 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) માત્ર 117 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આ જીત સાથે પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. જોકે તેની પ્લેઓફમાં પહોંચવા માટે બાકીની 3 મેચ સારા માર્જીનથી જીતવાની જરૂરી છે અને સાથે અન્ય ટીમના પરિણામ પર પણ આધાર રાખવો પડી શકે છે.

Next Article