ઇન્ડિયન પ્રિમીયર લીગ 2022 (IPL 2022) પહેલા અલગ-અલગ ટીમોની નવી જર્સી જોવા મળી રહી છે. દિલ્હી કેપિટલ્સની (Delhi Capitals) નવી જર્સી પરથી પડદો ઉઠ્યો છે. નવી જર્સીમાં લાલ અને વાદળી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે ટાઈગરનો લોગો મધ્યમાં રાખવામાં આવ્યો છે. છેલ્લી ચાર સિઝનમાં ટીમની જર્સી વાદળી હતી. તો વળી આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની નવી જર્સીની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. મુંબઈની જર્સી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સના સત્તાવાર હેન્ડલ પરથી હજુ સુધી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આગામી 26 માર્ચથી IPL 2022 શરૂ થનાર છે.
દિલ્હી કેપિટલ્સે નવી જર્સી વિશે જણાવ્યું કે લાલ રંગ ટીમના મેદાન પર હિંમત દર્શાવે છે, જ્યારે વાદળી રંગ સંતુલન અને સંયમનું પ્રતીક છે. ટાઈગરનો લોગો પહેલા કરતા વધારે ઉંચો કરવામાં આવ્યો છે. ફ્રેન્ચાઇઝી વતી, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં કેટલાક પસંદગીના ડીસી ચાહકોને નવી જર્સી આપવામાં આવશે. IPL 2022માં દિલ્હીનું અભિયાન 27 માર્ચથી શરૂ થશે. તેની પ્રથમ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે છે.
ટીમના કાર્યકારી સીઈઓ વિનોદ બિષ્ટે કહ્યું કે આ આઈપીએલના નવી સિઝનની શરૂઆત છે. આવી સ્થિતિમાં અમે અમારા ખેલાડીઓને નવી જર્સીમાં જોવા માટે ઉત્સુક છીએ.
🎥 | #NayiDilliKiNayiJersey ➡️ In all its glory 💙❤️#YehHaiNayiDilli #IPL2022 pic.twitter.com/D8vwyr4fdt
— Delhi Capitals (@DelhiCapitals) March 12, 2022
Presenting the new threads we’ll flaunt in #IPL2022 🤩
Read all about the launch of #NayiDilliKiNayiJersey right here 👉🏼 https://t.co/oKhRObNnDu#YehHaiNayiDilli pic.twitter.com/KNibnMdKqn
— Delhi Capitals (@DelhiCapitals) March 12, 2022
આ દરમિયાન પાંચ વખતની IPL ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સની નવી જર્સીની તસવીરો પણ સામે આવી છે. હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ફેન પેજ પર નવી જર્સીના ફોટા પોસ્ટ કરવામાં આવ્યા છે. જો આ જર્સી રહી જાય તો મુંબઈમાં બહુ બદલાવ આવ્યો નથી. તેને હમણાં જ એક નવા સ્પોન્સર મળ્યો છે. સાથે જ ફ્રન્ટ સાઇડમાં ડિઝાઇનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. બાકીની જર્સીનો રંગ પહેલાની જેમ ઘેરો વાદળી છે.
Official Jersey Of Mumbai Indians🤩💙 For IPL 2022…How Do You Guys Like This Jersey?@ImRo45 | @mipaltan | #OneFamily pic.twitter.com/7TFoh0zK9e
— Rohit Fan Zone (@RohitFanZone) March 12, 2022
Published On - 12:59 pm, Sat, 12 March 22