DC vs PBKS, IPL 2022: પંજાબ સામે દિલ્હીએ 160 રનનુ લક્ષ્ય રાખ્યુ, માર્શની અડધી સદી, લિવિંગસ્ટોન અને અર્શદીપની 3-3 વિકેટ

|

May 16, 2022 | 9:45 PM

IPL 2022 ની 64મી મેચ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (Punjab Kings vs Delhi Capitals) વચ્ચે રમાઈ રહી છે. પંજાબ ના કેપ્ટન મયંગ અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ દિલ્હીની ટીમ ટોસ હારીને બેટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી. મેચના પ્રથમ બોલ પર જ ડેવિડ વોર્નર રાહુલ ચાહરના […]

DC vs PBKS, IPL 2022: પંજાબ સામે દિલ્હીએ 160 રનનુ લક્ષ્ય રાખ્યુ, માર્શની અડધી સદી, લિવિંગસ્ટોન અને અર્શદીપની 3-3 વિકેટ

Follow us on

IPL 2022 ની 64મી મેચ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (Punjab Kings vs Delhi Capitals) વચ્ચે રમાઈ રહી છે. પંજાબ ના કેપ્ટન મયંગ અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ દિલ્હીની ટીમ ટોસ હારીને બેટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી. મેચના પ્રથમ બોલ પર જ ડેવિડ વોર્નર રાહુલ ચાહરના હાથમા કેચ ઝડપાયો હતો. આમ વિકેટ સાથે શરુઆત કરતા દિલ્હીની ઈનીંગને સરફરાઝ અને મિશેલ માર્શે (Mitchell Marsh) પોતાના ખભે જવાબદારી ઉપાડી હતી. પરંતુ સરફરાઝની વિકેટ ગુમાવતા જ ફરીથી દિલ્હીનુ સ્કોર બોર્ડ ધીમુ પડ્યુ હતુ. જોકે માર્શે અડધી સદી નોંધાવી હતી. 20 ઓવરના અંતે દિલ્હીએ 7 વિકેટ ગુમાવીને 159 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

ડેવિડ વોર્નર ઉત્સાહ સાથે ક્રિઝ પર આવ્યો હતો પરંતુ નિરાશા સાથે જ તેણે પરત ફરવુ પડ્યુ હતુ. કારણ કે મેચના પ્રથમ બોલ પર તેણે ફટકારેલો બોલ સિધો જ રાહુલ ચાહરના હાથમાં પહોંચ્યો હતો. ઈનીંગના પ્રથમ બોલ પર જ તે કેચ ઝડપાયો હતો. આમ શૂન્ય રન પર જ તેણે પરત ફરવુ પડ્યુ હતુ. જોકે બાદમાં સરફરાઝ અને મિશેલ માર્શે રમતને આગળ વધારી હતી. સરફરાઝે 16 બોલમાં 1 છગ્ગા અને 5 ચોગ્ગા વડે 32 રનની આક્રમક ઈનીંગ રમી હતી. પરંતુ તે અર્શદીપ સિંહનો શિકાર થયો હતો અને રાહુલ ચાહરના હાથમાં કેચ આઉટ થયો હતો.

મિશેલ માર્શે શાનદાર અડધી સદી નોંધાવી હતી. તેણે 3 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદ થી 48 બોલમાં 63 રનની ઈનીંગ રમી હતી. તેની આ રમતે વડે જ દિલ્હીની ટીમનો સ્કોર 150ને પાર કરવામાં સફળતા મળી હતી. લલિત યાદવે 21 બોલમાં 24 રનની ઈનીંગ રમી હતી. જ્યારે દિલ્દીના કેપ્ટન ઋષભ પંત એક છગ્ગો લગાવીને 7 રન કરી પરત ફર્યો હતો. તે આગળ આવીને રમવા જતા લિવિંગસ્ટોનના ચતુરાઈ ભર્યા બોલ પર રમવા જતા છેતરાઈ જતા સ્ટમ્પિંગ આઉટ થયો હતો. રોવમેન પોવેલ માત્ર 2 રનજ નોંધાવીને લિવિંગસ્ટોનો શિકાર થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અક્ષર પટેલ 20 બોલમાં 17 રન નોંધાવીને અણનમ રહ્યો હતો. જ્યારે શાર્દૂલ ઠાકુર 4 બોલમાં 3 રન કરીને આઉટ થયો હતો. કુલદીપ યાદવ 2 રન કરી નોટઆઉટ રહ્યો હતો. લિયાામ લિવિંગસ્ટોન અને અર્શદીપ સિંહે 3-3 વિકેટ ઝડપી હતી.

Published On - 9:19 pm, Mon, 16 May 22

Next Article