IPL 2022 ની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચેની મેચથી થશે. આ બંને ટીમો ગયા વર્ષે ફાઇનલમાં આમને-સામને થઇ હતી, જેમાં ચેન્નાઈ એ બાજી મારી લઇ ટ્રોફી જીતી લીધી હતી. જોકે ત્યાર બાદથી ઘણું બદલાઈ ગયું છે. ટીમોના કપ્તાનથી લઈને ખેલાડીઓમાં પણ ઘણો ફેરફાર બંને ટીમોમાં આવ્યો છે. આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની મહેન્દ્રસિંહ ધોનીના બદલે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ના હાથમાં છે જ્યારે કેકેઆર ની કપ્તાની શ્રેયસ અય્યરના હાથમાં સોંપવામાં આવી છે.
12 સીઝન માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની આગેવાની, ચાર ટાઇટલ જીત્યા અને તેમને પાંચ વખત રનર્સ અપ બનાવ્યા પછી, અનુભવી મહેન્દ્ર સિંહ ધોનીએ આજે શનિવારથી શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પહેલા ગુરુવારે ફ્રેન્ચાઈઝીનું સુકાન પોતાના વિશ્વસનીય રવિન્દ્ર જાડેજાને સોંપી દીધી છે.
દિલ્હી કેપિટલ્સને IPL 2020ની ફાઇનલમાં લઈ જનાર અય્યરને ગયા મહિને મેગા ઓક્શનમાં KKR દ્વારા 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. KKR ટીમ મેનેજમેન્ટે તેને ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના કેપ્ટન ઝડપી બોલર પેટ કમિન્સ કરતાં વધુ પ્રાથમીકતા આપવામાં આવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સને ઈન્ડિયન પ્રીમિયર લીગ 15ની પ્રથમ પાંચ મેચોમાં પાકિસ્તાનના પ્રવાસે ગયેલા ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સ અને બેટ્સમેન એરોન ફિન્ચની ખોટ પડશે. આ દરમિયાન, દીપક ચાહર અને મોઈન અલી ચેન્નાઈ તરફથી આ પ્રથમ મેચમાં નહીં રમે. મોઈન અલી વિઝા વિવાદને કારણે મોડી મુંબઈ પહોંચ્યો હતો, જ્યારે દીપક ચાહર ઈજાને કારણે NCA રિહેબમાં છે.
IPL 2022 ની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે શનિવાર, 26 માર્ચે રમાશે.
IPL 2022 ની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે IST સાંજે 7:30 વાગ્યે રમાશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચોનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર થશે.
IPL 2022 ની મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે વાનખેડે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
Published On - 10:03 am, Sat, 26 March 22