IPL 2022 થી BCCI ની તિજોરી છલકાઇ જશે, 14 વર્ષમાં ક્યારેય નથી મળી શકી આવડી મોટી રકમ

|

Mar 10, 2022 | 5:16 PM

આ વખતે IPL ની ટાઈટલ સ્પોન્સરશીપમાં ફેરફાર સિવાય કેટલાક નવા સ્પોન્સર્સ પણ લીગ સાથે જોડાયેલા છે, જેનાથી બોર્ડની તિજોરી ભરવામાં મદદ મળી છે.

IPL 2022 થી BCCI ની તિજોરી છલકાઇ જશે, 14 વર્ષમાં ક્યારેય નથી મળી શકી આવડી મોટી રકમ
IPL 2022 થકી 800 કરોડ રુપિયાની સ્પોન્સરશીપની આવક બોર્ડને થશે

Follow us on

વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇ (BCCI) એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા પાસે હજુ પણ મોટી રકમ તિજોરીમાં હશે. છેલ્લા 14 વર્ષની જેમ ફરી એકવાર ભારતીય બોર્ડ સૌથી પ્રખ્યાત અને સૌથી મોટી T20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) દ્વારા મોટી કમાણી કરવા જઈ રહ્યું છે. 26 માર્ચથી શરૂ થનારી 15મી સિઝનમાં બોર્ડને કેટલી કમાણી થશે તે તો ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ જ ખબર પડશે, પરંતુ હાલ તો પ્રાથમિક માહિતી એવી છે કે BCCIને સ્પોન્સરશિપ ડીલ દ્વારા જ 800 કરોડ રૂપિયા મળશે. જબરદસ્ત કમાણી છે, જે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં એક સિઝનમાં સૌથી વધુ છે.

બીસીસીઆઈએ આ વર્ષે આઈપીએલના ટાઈટલ સ્પોન્સર બદલ્યા છે, જ્યારે કેટલાક નવા સ્પોન્સર પણ લીગ સાથે જોડાયેલા છે અને તેના કારણે બીસીસીઆઈનું બેંક એકાઉન્ટ પહેલા કરતા વધુ ભરાઈ રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ટાટાના ટાઈટલ સ્પોન્સર બનવા ઉપરાંત, આ વખતે સ્પોન્સરશિપ હેઠળ લીગ માટે 9 મોટી બ્રાન્ડ્સ સંકળાયેલી છે, જે આ સિઝનમાં BCCIને 800 કરોડ રૂપિયા આપશે.

IPL ઈતિહાસમાં સૌથી વધુ કમાણી

મીડિયા રિપોર્ટ અનુસાર, ભારત સરકારની ઓનલાઈન પેમેન્ટ સર્વિસ સિસ્ટમ RuPay અને ફૂડ ડિલિવરી એપ Swiggy Instamart એ બોર્ડ સાથે મોટા એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત રૂપેના 42 કરોડ અને સ્વિગીના 44 કરોડ BCCIને મળનારા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

બીસીસીઆઈના સચિવ જય શાહના નિવેદનને ટાંકીને એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે, તે બ્રાન્ડ તરીકે આઈપીએલનું મૂલ્ય દર્શાવે છે. અમે આ નવી સ્પોન્સરશિપના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ. હું આંકડાઓ પર ટિપ્પણી કરીશ નહીં, પરંતુ IPL 2022 માં અમે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારા છીએ.

Tata, Rupay અને Swiggy ઉપરાંત, નવી સિઝનમાં અન્ય મુખ્ય પ્રાયોજકો એ જ કંપનીઓ છે જે છેલ્લા કેટલાક વર્ષોથી બોર્ડમાં રહી છે, જેમાં Dream XI, Paytm, CEAT, Unacademy જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે.

10 ટીમો, 74 મેચો

આ વખતે આઈપીએલ 10 ટીમો સાથે રમાઈ રહી છે. આ લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સના રૂપમાં બે નવી ટીમો જોડાઈ છે. આ કારણે ફોર્મેટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને 10 ટીમોને 5-5 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં ફાઈનલ સહિત કુલ 74 મેચો રમાશે. લીગ તબક્કાની 70 મેચો મુંબઈના ત્રણ સ્ટેડિયમ અને એક પુણેમાં રમાશે, જેની શરૂઆત 26 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગત સિઝનની ફાઇનલિસ્ટ કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કરથી થશે.

 

આ પણ વાંચોઃ Sreesanth Retires: મેચમાં બાઉન્સર થી ડાન્સર અને બોલિંગ થી લઈને હંગામા સુધી, આવી રહી હતી શ્રીસંતની કરિયર

આ પણ વાંચોઃ IPL 2022: રોબિન ઉથપ્પાએ આગામી મીશન 2022 માટે શરુ કરી જબર દસ્ત તૈયારી, સુરતમાં અભ્યાસ દરમિયાન ખૂબ ફટકાર્યા શોટ્સ Video

Next Article