IPL 2022 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે કોર્પોરેશને AMTS અને BRTS ની ખાસ બસો દોડાવવા માટે કર્યો નિર્ણય

|

May 27, 2022 | 1:02 PM

IPL 2022 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 27 મે ના રોજ રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ક્વોલિફાયર 2 ની મેચ રમાશે.

IPL 2022 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે કોર્પોરેશને AMTS અને BRTS ની ખાસ બસો દોડાવવા માટે કર્યો નિર્ણય
Narendra Modi Stadium

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) તેના અંતિમ તબક્કા પર પહોંચી ગઇ છે. શુક્રવારે સાંજે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે લીગની ક્વોલિફાયર 2 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાશે. આ રોમાંચક મેચ જોવા માટે અમદાવાદ સહિત આસપાસના ગામડા અને શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ત્યારે 1.32 લાખની ક્ષમતા વાળું વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ ક્વોલિફાયર 2 અને ફાઇનલ મેચ માટેની યજમાની માટે સજ્જ થઇ ગયું છે. તમને જણાવી દઇએ કે ક્વોલિફાયર 2 મેચ સાંજે 7.30 વાગે શરૂ થશે જ્યારે 29 મે ના રોજ રમાનાર ફાઇનલ મેચ સાંજે 8 વાગે શરૂ થશે.

મહત્વનું છે કે આ લીગમાં પહેલીવાર રમી રહેલ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ની ટીમ ફાઇનલમાં પહોંચી ગઇ છે. જેથી ગુજરાત રાજ્ય અને ખાસ કરીને અમદાવાદ (Ahmedabad) ના રહેવાસીઓમાં આ લીગને લઇને ભારે ચર્ચા થઇ રહી છે. રાજસ્થાન અને બેંગ્લોર (RR vs RCB) વચ્ચે રમાનાર ક્વોલિફાયર 2 મેચમાં જીતનારી ટીમ 29 મે ના રોજ ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલ મેચમાં ટાઇટલ માટે ટકરાશે. બીજી ઇનિંગ્સમાં ઝાકળની સાધારણ સમસ્યા નડે તેની સંભાવના છે.

તમને જણાવી દઇએ કે અમદાવાદાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 27 મે ના રોજ ક્વોલિફાયર 2 અને 29 મે ના રોજ ફાઇનલ મેચ રમાશે. જેને પગલે અમદાવાદ કોર્પોરેશને ક્રિકેટ મેચ જોવા જતા દર્શકો અને ત્યા આસપાસ રહેતા રહેવાસીઓ માટે AMTS અને BRTS બસો માટે ખાસ વ્યવસ્થા કરી છે. AMTS ની 116 નંબરની બેસ 19 રુટ પર દોડશે. જે બપોરે 3 વાગ્યાથી લઇને મધ રાત્રીના 1.30 વાગ્યા સુધી આ બસ દોડશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

27 અને 29 મે ના રોજ BRTS અને AMTS ની ખાસ બસો મુકવામાં આવશે

તમને જણાવી દઇએ રે 27 અને 29 મે ના રોજ શહેરમાં આઈપીએલની મેચ રમાશે. જેને પગલે કોર્પોરેશ 27 મે ના રોજ બપોરે 3 વાગ્યાથી AMTS ની 54 બસ મુકવામાં આવશે. તો આ સ્પેશિયલ રુટ પર 12 બસ દોડશે. તો BRTS દ્વારા નારોલથી ઝુંડાલ સર્કલ માટે 26 બસ, L.D. કોલેજથી ઝુંડાલ સર્કલ સુધી 24 બસ મુકવામાં આવી છે. તો ઇસ્કોન સર્કલથી વિસત સર્કલ સુધી 6 બસ મુકવામાં આવી છે. તો સાબરમતી પોલીસ સ્ટેશનથી નારોલ, સાબરતી પોલીસ સ્ટેશનથી ઇસ્કો ક્રોસ રોડ અને સાબરમતી પોલીસ સ્ટેશનથી RTO સર્કલ સુધીનો રુટનો સમાવેશ થાય છે. BRTS દ્વારા 27 મે ના રોજ કુલ 56 બસ અને 29 મે ના રોજ ફાઇનલ મેચ માટે 71 બસ મુકવામાં આવશે.

Next Article