IPL 2022: મુંબઈ સામેની જીત બાદ કેન વિલિયમસને હૈદરાબાદ ટીમથી અલગ થયો, જાણો કારણ

|

May 18, 2022 | 2:55 PM

IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ટીમે શાનદાર પ્રદર્શન કરતા મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમને 3 રને માત આપી હતી. આ જીત સાથે હૈદરાબાદ ટીમે પોતાની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી.

IPL 2022: મુંબઈ સામેની જીત બાદ કેન વિલિયમસને હૈદરાબાદ ટીમથી અલગ થયો, જાણો કારણ
Kane Williamson (PC: IPLt20.com)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 15મી સિઝન તેના અંતિમ તબક્કા પર પહોંચી ગઈ છે. હાલ પ્લેઓફમાં માત્ર એક જ ટીમ ગુજરાત ટાઈટન્સની ટીમ પહોંચી ગઈ છે. જ્યારે અન્ય 3 સ્થાન માટે 7 ટીમો વચ્ચે રેસ જામી છે. મંગળવારે રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે 3 રને મુંબઈ ઈન્ડિયન્સ ટીમને માત આપી હતી. ત્યારે હાલ મળી રહેલ સમાચાર પ્રમાણે સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)નો સુકાની કેન વિલિયમસન (Kane Williamson) મુંબઈ ઈન્ડિયન્સ સામેની જીત બાદ ન્યુઝીલેન્ડ પરત ફર્યો છે.

તેની પત્ની એક બાળકને જન્મ આપવાની છે. આ કારણોસર તેણે IPL 2022ના મધ્યમાં પરત ફરવું પડ્યું છે. હૈદરાબાદે તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ દ્વારા તેના ચાહકો સાથે આ માહિતી શેયર કરી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે મંગળવારે મુંબઈ સામે રોમાંચક જીત હાંસલ કરી હતી. આ જીત બાદ સુકાની કેન વિલિયમસન ન્યુઝીલેન્ડ જવા રવાના થયો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડી કેન વિલિયમસનની ટીમ હૈદરાબાદને પ્લેઓફમાં પહોંચવાની આશા ઓછી છે. પરંતુ ટીમને મુંબઈ સામે સારી જીત મળી હતી. આ જીતની ખુશીની સાથે સુકાની કેન વિલિયમસનને પણ તેના ઘરેથી ખુશી મળી હતી. તેની પત્ની સારા રહીમ એક બાળકને જન્મ આપવાની છે. તેથી તેને IPL 2022ની મધ્યમાં ન્યુઝીલેન્ડ પરત ફરવું પડ્યું હતું. કેન વિલિયમસનના જવાના સમાચાર હૈદરાબાદે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા શેયર કર્યા હતા.

હૈદરાબાદમાં સુકાની કેન વિલિયમસન બાદ ટીમની કમાન કોને સોંપશે તે અંગેની માહિતી હજુ મળી નથી. મુંબઈ સામેની જીતમાં હૈદરાબાદ માટે રાહુલ ત્રિપાઠીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 44 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. રાહુલ ત્રિપાઠીએ 76 રન બનાવ્યા હતા. જ્યારે પ્રિયમ ગર્ગે 42 રનની મહત્વની ઈનિંગ રમી હતી. તેણે 26 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરને 22 બોલમાં 38 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

Next Article