IPL 2021: કેમ T20 વિશ્વકપ પહેલા IPL ટૂર્નામેન્ટ મહત્વની બની રહેશે ? સલમાન બટ્ટે ગણાવ્યા કારણો

|

Jul 01, 2021 | 12:23 PM

વિશ્વભરના ખેલાડીઓને UAE માં T20 વિશ્વકપ પહેલા IPL ટૂર્નામેન્ટ રમવી ફાયદાકારક નિવડશે. આ માટે હવે વિદેશી ક્રિકેટ બોર્ડ ખેલાડીઓને IPLમાં ઉતારવાને લઇ વલણ બદલી શકે છે.

IPL 2021: કેમ T20 વિશ્વકપ પહેલા IPL ટૂર્નામેન્ટ મહત્વની બની રહેશે ? સલમાન બટ્ટે ગણાવ્યા કારણો
Salman Butt

Follow us on

T20 વિશ્વકપ UAE અને ઓમાન (Oman) માં ખસેડવામાં આવ્યો છે. જોકે તેના આયોજક હકક BCCI પાસે છે. આ પહેલા IPL 2021 ની ટૂર્નામેન્ટ બાકીની મેચો UAE માં રમાનાર છે. આમ IPL 2021 ની ટીમમાં રમનારા ખેલાડીઓને વિશ્વકપ (World Cup) પહેલા મહત્વની તક મળી રહેશે. જેને લઇને હવે ચર્ચા શરુ થવા લાગી છે. પાકિસ્તાન (Pakistan) ના ખેલાડીઓ IPL નો હિસ્સો નથી. દરમ્યાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સલમાન બટ્ટે (Salman Butt) કહ્યુ છે, કે આઇપીએલ ને એક સારુ પ્લેટફોર્મ ગણાવ્યુ છે.

ICC એ ગત મંગળવારે એલાન કર્યુ હતુ કે, T20 વિશ્વકપ ની શરુઆત 17 ઓક્ટોબરથી થનાર છે. કેટલાક ક્રિકેટ બોર્ડ દ્રારા આઇપીએલ ટૂર્નામેન્ટની બાકીની મેચમાં પોતાના ખેલાડીઓને રમવા જવાની મંજૂરી આપી નથી. T20 વિશ્વકપની તૈયારીઓને લઇને અને અન્ય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોને ધ્યાને રાખી આઇપીએલ ની આગળની મેચોથી ખેલાડીઓ દુર રહી શકે છે.

સોશિયલ મીડિયા મારફતે, સલમાન બટ્ટે કહ્યુ હતુ કે, આઇપીએલ પણ T20 વિશ્વકપ ના પહેલા રમાનાર છે, તો ભારતીય ખેલાડીઓ ત્યાં રમશે. આંતરરાષ્ટ્રીય સ્તરના ટોપ ખેલાડીઓ પણ આઇપીએલ નો હિસ્સો હશે. આણ તમામને પિચ, ગેમ પ્લાન અને એવરેજ સ્કોર ને લઇ ઘણાખરાં અંશે આઇડીયા આવી જશે. તમામ કંડીશન થી પણ તાલમેલ બેસાડી લેશે. જો T20 વિશ્વકપ ભારતમાં હોત તો, ત્યાં પણ કંડીશન પાકિસ્તાન ની માફક જ છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

આગળ વાત કરતા કહ્યુ કે, પાકિસ્તાનને UAE માં ખૂબ ક્રિકેટ રમી છે. અને PSL 2021 ની બાકી રહેલી મેચો ત્યાં જ રમાઇ હતી. પાકિસ્તાનને જીતવા માટે ના ખૂબ મોકા છે, કારણ કે, ત્યાં સ્પિન બોલરોની ભૂમિકા રહેશે. જો એવી જ પિચ મળી, જેવી પિચ અમને મળી હતી. તો એવી ટીમની પાસે જીતની વધારે તક રહેશે જેમની પાસે સારા ઝડપી બોલર છે. ઝડપી બોલર જે ગુડ લેન્થ પર બોલીંગ કરી શકશે, તે બેટ્સમેનો માટે ખૂબ પરેશાનીઓ ઉભી કરી શકશે.

IPL માં પાકિસ્તાનના ખેલાડીઓ નથી કરાતા સામેલ

પાકિસ્તાનના ખેલાડીઓને આઇપીએલમાં રમવાનો મોકો મળી શકતો નથી. અગાઉ પણ પાકિસ્તાની દિગ્ગજો આઇપીએલ ટૂર્નામેન્ટને વખાણી ચુક્યા છે. આઇપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓના મોકો મળવાથી થનારા ફાયદા પણ સમજાવી ચુક્યા છે. જોકે ભારત અને પાકિસ્તાનના રાજનૈતિક સંબંધો વણસવા બાદ ભારત પાકિસ્તાન સાથે ના તમામ સીધા સંબંધોથી દુર છે. આમ પાકિસ્તાની ખેલાડીઓને દુર રાખી, T20 વિશ્વકપ પહેલા વિશ્વભરના ખેલાડીઓ એજ મેદાનો પર રમી રહ્યા હશે.

Next Article