IPL 2021: મુંબઇ અને ચેન્નાઇની ટક્કર સાથે 19 સપ્ટેમ્બરથી ટૂર્નામેન્ટની આગળની મેચોનો UAE માં થશે પ્રારંભ

|

Jul 25, 2021 | 9:23 PM

IPL 2021 ને કોરોના સંક્રમણને લઇને મે માસ દરમ્યાન 29 મેચ બાદ સ્થગીત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આગળની 31 મેચોને યુએઇમાં રમાડવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.

IPL 2021: મુંબઇ અને ચેન્નાઇની ટક્કર સાથે 19 સપ્ટેમ્બરથી ટૂર્નામેન્ટની આગળની મેચોનો UAE માં થશે પ્રારંભ
IPL File Photo

Follow us on

IPL 2021 ની આગળની મેચોનો કાર્યક્રમ જારી થઇ ચુક્યો છે. ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL ) ના બીજા હાફની શરુઆત 19 સપ્ટેમ્બર થી, મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચેની મેચ સાથે શરુ થશે. આ મેચ દુબઇમાં રમાશે. UAE માં રમાનારી મેચોમાં દુબઇમાં 13, શારજાહમાં 10 અને અબૂધાબીમાં 8 મેચ રમાશે. IPL 2021 ની ફાઇનલ મેચ 15 ઓક્ટોબરે રમાશે. ફાઇનલ મેચ પણ દુબઇમાં રમાડવાનુ આયોજન કરવામા આવ્યુ છે.

ક્વોલીફાયર મેચોની શરુઆત 10 ઓક્ટોબર થી દુબઇમાં શરુ થશે. જ્યારે એલિમિનેટર અને બીજી ક્વોલિફાયર મેચ શારજાહમાં રમાશે. જે 11 અને 13 ઓક્ટોબરે રમાશે. કોરોના સંક્રમણ બાયોબબલમાં ફેલાવાવને લઇ ગત મે માસ દરમ્યાન IPL ટૂર્નામેન્ટને સ્થગીત કરી દેવામાં આવી હતી. જે હવે યુએઇમાં આયોજીત કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

યુએઇમાં 27 દિવસની અંદર જ બાકી રહેલી તમામ 31 મેચો રમાડવામાં આવશે. ફરી થી શરુ થઇ રહેલી IPL 2021 માં સાત ડબલ હેડર રહેશે, એટલે કે એક દિવસમાં બે મેચ રહેશે. કાર્યક્રમનુસાર બપોરે રમાનારી મેચ ભારતીય સમયના મુજબ બપોરે 3.30 કલાકે શરુ થશે. જ્યારે સાંજની મેચ સાંજે 7.30 વાગ્યા થી રમાવાની શરુઆત થશે.

ટૂર્નામેન્ટની અંતિમ લીગ સ્ટેજ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 9 ઓક્ટોબરે રમાનાર છે. તેના બાદ 10 ઓક્ટોબર થી દુબઇમાં પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે. જ્યારે 11 તારીખે એલિમિનેટર અને 13 તારીખે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. જે બંને મેચ શારજાહમાં રમાનાર છે. 15 ઓક્ટોબરે દુબઇમાં IPL 2021 ની ફાઇનલ મેચ રમાનારી છે.

25 સપ્ટેમ્બરે રમાશે પ્રથમ ડબલ હેડર મેચ

19 સપ્ટેમ્બરે ટૂર્નામેન્ટ ફરી થી શરુ થવા બાદ 20 તારીખ થી કેકેઆર અને આરસીબી વચ્ચે ટક્કર અબૂધાબીમાં થશે. IPL 2021 ના બીજા હાફની પ્રથમ ડબલ હેડર મેચ 25 સપ્ટેમ્બરે રમાશે. જેમાં દિવસે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અબૂધાબીમાં મેચ રમાશે. જ્યારે શારજાહમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ ઇલેવન વચ્ચે ટકકર થશે. ત્યાર બાદ 26 સપ્ટેમ્બરે બીજી ડબલ હેડર મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે અબુધાબીમાં રમાશે. જ્યારે આરસીબી અને એમઆઇ દુબઇમાં સાંજે રમશે.

દિલ્હી સૌથી વધારે 3 મેચ બપોરે રમશે

તમામ ટીમો એ બપોરે ઓછામાં ઓછી એક મેચ બપોરે જરુર રમશે. જોકે દિલ્હી કેપિટલ્સની ટીમ ત્રણ મેચ બપોરે રમશે. જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ, મુંબઇ ઇન્ડીયન્સ, કલકત્તા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ 2-2 મેચ બપોરે રમશે. તમામ ટીમો શારજાહમાં 2-2 મેચ રમશે. સીએસકે, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, હૈદરાબાદ અને આરસીબી દુબઇમાં 3-3 મેચ રમશે. જ્યારે મુંબઇ અને કલકત્તા નાઇટ રાઇડર્સ 3-3 મેચ અબૂધાબીમાં રમશે.

 

આ પણ વાંચોઃ Tokyo Olympics: મનુ ભાકરની પિસ્તોલે એવો તે શુ દગો આપ્યો કે, સહેજ માટે મેડલની રેસમાંથી બહાર થવુ પડ્યુ, જાણો

Next Article