IPL 2021: દિલ્હીમાં મેચ દરમ્યાન માસ્ક બાબતે પોલીસ સાથેના ઘર્ષણે આંતરરાષ્ટ્રીય સટ્ટા રેકેટ ખોલી દીધુ

|

Jul 19, 2021 | 11:31 PM

દિલ્હી જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA)ના એક સેવક બાલમ સિંહ, IPLના એક્રેડિટેશનથી જોડાયેલા લાયઝન ઓફિસર વિરેન્દ્રસિંહ શાહ, કૃષ્ણ ગર્ગ, મનીષ કંસલ, હિમાંશુ કુમાર અને સંદીપ કુમારને ઝડપ્યા હતા.

IPL 2021: દિલ્હીમાં મેચ દરમ્યાન માસ્ક બાબતે પોલીસ સાથેના ઘર્ષણે આંતરરાષ્ટ્રીય સટ્ટા રેકેટ ખોલી દીધુ
IPL 2021

Follow us on

IPL 2021 દરમ્યાન દિલ્હી પોલીસે (Delhi Police) અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium)માંથી બે સટોડીયાઓને પકડ્યા હતા. આ મામલામાં હવે જાણકારી મળી છે કે બંને સટોડીયાઓ દુબઈથી ચાલનારા એક રેકેટના સભ્યો હતા. રેકેટના માલિક એક ઓનલાઈન બેટિંગ વેબસાઈટના માલિક પણ છે. ધરપકડ કરવામાં આવેલા બંને સટ્ટોડીયાઓ બે અલગ અલગ મોડ્યુલ પર કામ કરી રહ્યા હતા.

 

તેઓને મેદાનથી જોડાયેલી તમામ જાણકારીઓ આપતા રહેવાની, એ પ્રમાણે કહેવામાં આવ્યું હતું . એક IPL મેચ દરમિયાન માસ્કને લઈને દિલ્હી પોલીસ (Delhi Police)ના એક સબ ઈન્સ્પેક્ટર સાથે તેમને ઘર્ષણ થયુ હતુ. ત્યારબાદ બંને સટ્ટોડીયાઓ ખુલ્લા પડ્યા હતા અને તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

મીડિયા રિપોર્ટ પ્રમાણે પોલીસ તરફથી કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટના હવાલાથી વિગતો સામે આવી છે. જે વખતે ઝડપાયેલા બંને શખ્શો ત્રણ આઈપીએલ મેચો દરમિયાન સ્ટેડિયમમાં મોજૂદ હતા. તેમની સાથે કુલ 12 લોકો કોન્ફરન્સ કોલ વડે જોડાયેલા હતા. જેમાં એક વ્યક્તિ દુબઈથી કનેક્ટેડ હતો. આ તમામ ઓનલાઈન બેટીગ દ્વારા પૈસા બનાવી રહ્યા હતા.

 

દિલ્હી પોલીસે આ મામલે કેટલાક લોકોની ધરપકડ કરી હતી. જેમાં દિલ્હી જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA)ના એક સેવક બાલમ સિંહ, IPLના એક્રેડિટેશનથી જોડાયેલા લાયઝન ઓફિસર વિરેન્દ્રસિંહ શાહ, કૃષ્ણ ગર્ગ, મનીષ કંસલ, હિમાંશુ કુમાર અને સંદીપ કુમારને ઝડપ્યા હતા. IPL 2021 દરમિયાન મે મહિનામાં દિલ્હીની કેટલીક મેચો દરમ્યાન પોલીસે નકલી ઓળખ કાર્ડ દ્વારા સ્ટેડિયમમાં પ્રવેશ મેળવનારા કેટલાક સટ્ટોડીયાઓને ઝડપ્યા હતા.

 

પોલીસ સાથે ઘર્ષણ બાદા નકલી આઇડીનો થયો હતો ખુલાસો

જાણકારી અનુસાર 2 મેના રોજ દિલ્હી પોલીસના સબ ઈન્સ્પેક્ટર પ્રદીપકુમારે કોટલા મેદાનના લોન્જ પાસેથી કૃષ્ણ ગર્ગ અને મનિષ કંસલને માસ્ક હટાવીને પકડ્યા હતા. બંનેએ આ દરમ્યાન પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. સબ ઇન્સ્પેક્ટર પ્રદીપકુમારે બંનેના આઈડી માંગ્યા હતા. ગર્ગના એક્રેડીટેશન કાર્ડ પર જુનિયર આસિસ્ટન્ટ, દક્ષિણ દિલ્હીની નગર નિગમ લખેલુ હતુ.

 

જ્યારે કંસલના કાર્ડ પર તેને આઈબીએસ ફેસિલીટી મેનેજમેન્ટના ડ્યુટી સુપરવાઈઝર દર્શાવાયા હતા. પોલીસ તપાસ દરમ્યાન સામે આવ્યું હતુ કે બંનેના કાર્ડ નકલી હતા. જે કાર્ડ તેઓને બાલમ સિંહ અને વિરેન્દ્રસિંહ શાહે બનાવી આપ્યા હતા. આ માટે સેવક બાલમે 10 હજાર અને વિરેન્દ્રસિંહે 40 હજાર રુપિયા લીધા હતા.

 

લાઈવ સ્ટ્રીંમીંગના અંતરનો ફાયદો મેળવે છે સટોડીયાઓ

હાલના સમયમાં સટોડીયાઓ મેદાનથી સીધી જાણકારી મેળવી લઈને સટ્ટામાં ફાયદો મેળવતા હોય છે. મેદાનમાં રમાનારી રમત અને ટીવી પર તેને દેખાડવા વચ્ચે કેટલીક સેકન્ડનો સમય રહેતો હોય છે. ક્યારેક ક્યારેક તે સમય દસ સેકન્ડ જેટલો ધરાવતો હોય છે.

 

જેનો ફાયદો સટોડિયાઓ પોતાના આવા માણસોને મેદાનમાં રાખીને ઉઠાવી લેતા હોય છે. આવુ કામ કરનારા લોકોને પીચ સાઈડર્સ ઓળખવામાં આવતા હોય છે. આ લોકો લાઈવ ટીવીથી પહેલા જ દરેક બોલે જાણકારી આપી દેતા હોય છે. પાછળના કેટલાક સમય દરમ્યાન આવા અનેક પ્રકારના મામલાઓ સામે આવી ચૂક્યા છે.

 

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020: કેમેરાનો તિરંદાજીમાં કરાશે અનોખો ઉપયોગ, ખેલાડીઓ પર રાખશે ખાસ પ્રકારે નજર

Next Article