AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: ધોની આજે વિક્રમ સર્જીને રચી શકે છે ઇતિહાસ, જે દુનિયાના કોઇ કપ્તાન નથી કરી શક્યા એ આજે માહિ કરશે

મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) માટે આજે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ને ચોથી વાર IPL વિજેતા બનાવવાનો મોકો છે. તો વળી હાર-જીત સિવાય આજની મેચ દરમિયાન તેના નામે એક રેકોર્ડ પણ નોંધાઇ જશે.

IPL 2021: ધોની આજે વિક્રમ સર્જીને રચી શકે છે ઇતિહાસ, જે દુનિયાના કોઇ કપ્તાન નથી કરી શક્યા એ આજે માહિ કરશે
MS Dhoni
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 4:19 PM
Share

આજે ટાઇટલ માટેની ટક્કર થનારી છે. IPL 2021 ના વિજેતા બનવા માટે કાંટાની ટક્કર ધોની (Dhoni) અને ઇયોન મોર્ગન (Eoin Morgan) વચ્ચે જોવા મળશે. ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) સામ સામે થનારા છે. હાઇવોલ્ટેજ ડ્રામા દુબઇમાં થનારો છે. આજે ધોની ચોથી વાર ટ્રોફી હાથમાં લેવા માટે ના ઇરાદે મેદાને ઉતરશે. તો વળી આજે મેદાને ઉતરવા સાથે જ તેના નામે વધુ એક રેકોર્ડ લખાઇ જશે.

ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમ (Team India) ટી20 વર્લ્ડકપ (T20 World Cup) જીતી ચુકી છે. આ ઉપરાંત ચેમ્પિયન્સ લીગનુ ટાઇટલ પણ તેની આગેવાનીમા ટીમ ઇન્ડીયાએ જીત્યુ છે. સાથે જ ધોનીની આગેવાનીમાં IPL ની ટ્રોફીને ચેન્નાઇ સુપર કિંગ્સ 3 વાર જીતી ચૂક્યુ છે. આમ ધોની ICC ની હોય કે લીગ ની ફાઇનલ પણ બાજી લગાવવામાં માહિર સાબિત થયો છે. એટલે જ તેને વિશ્વના સફળ કેપ્ટન તરીકે જોવામાં આવે છે.

આજે દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ધોની ફાઇનલ મેચમાં રમવા ઉતરવા સાથે જ વધુ એક રેકોર્ડ દર્જ કરશે. તેના માટે આ 300 મી ટી20 મેચ હશે. કેપ્ટનના સ્વરુપમાં ત્રણસો મેચ રમનારો તે પ્રથમ ક્રિકેટર નોંધાશે. ટી20 ક્રિકેટના ઇતિહાસમાં આ મુકામ દુનિયાનો કોઇ કેપ્ટન હાંસલ કરી શક્યો નથી.

અત્યાર સુધીમાં ધોનીની આગેવાનીમાં 299 ટી20 મેચ રમાઇ ચૂકી છે. જે પૈકી ધોની એ તેની ટીમને 176 વખત જીતનો સ્વાદ ચખાડ્યો છે. જ્યારે 118 વખત હાર સહન કરવી પડી છે. આમ ધોનીની કેપ્ટનશીપમાં સફળતાનો આંક ઉંચો રહ્યો છે.

300 મી મેચ આખરી હશે!

આઇપીએલ 2021ની સિઝન તેના વિજેતાને નક્કિ કરીને સમાપ્ત થનારી છે. તો ધોની પણ આઇપીએલ સિવાય અન્ય કોઇ લીગમાં હિસ્સો નથી. આમ ધોની માટે હવે આજની મેચ તેની ટી20 ક્રિકેટ કારકિર્દીની અંતિમ મેચ પણ હોઇ શકે છે. આ અંગે સિઝનની શરુઆત થી જ ચર્ચાઓ વર્તાઇ રહી છે. તેથી જ આજે તેના ચાહકો ઉંચા જીવે તેની રમતને નિહાળતા જોવા મળશે.

ધોની ખુદ આપી ચૂક્યો છે આવો સંકેત

આ અંગે એક ટોસ દરમિયાન ધોનીએ નિવેદન કર્યુ હતુ કે, તે આગળના વર્ષે કે રમશે કે નહી. હા, તે ચોક્કસપણે સ્પષ્ટ હતું કે તે પીળી જર્સીમાં હશે, કયા સ્વરૂપમાં તે આગામી વર્ષે જ જાણી શકાશે. ધોનીની ગણતરી IPL ના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. અત્યાર સુધી આવું માત્ર એક જ વખત થયું છે જ્યારે ચેન્નઈની ટીમ IPL પ્લેઓફમાં પહોંચી ન હોય.

આ પણ વાંચોઃ IPL 2021: ફાઇનલ મેચમાં સૌથી વધારે રન ફટકારનારા બેટ્સમેનો, કોલકાતાને ધાકમાં રાખે એવો ચેન્નાઇનો છે આ મામલે દબદબો

આ પણ વાંચોઃ IPL 2021: ધોની આજે આઇપીએલની અંતિમ મેચ રમશે ? કોલકાતા સામે ફાઇનલ પહેલા ચાહકોને થવા લાગી ચિંતા

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">