IPL 2021: કિયરોન પોલાર્ડ T20 ક્રિકેટમાં આમ કરનારો પ્રથમ ખેલાડી બન્યો, કેએલ રાહુલની વિકેટ લઇને રચ્યો શાનદાર ઇતિહાસ

|

Sep 29, 2021 | 9:49 AM

કિયરોન પોલાર્ડ (Keiron Pollard) લાંબા સમયથી મુંબઈ ઇન્ડીયન્સ તરફથી રમી રહ્યો છે. IPL ઉપરાંત, તે ઘણી જુદી જુદી T20 લીગમાં પણ ભાગ લે છે.

IPL 2021: કિયરોન પોલાર્ડ T20 ક્રિકેટમાં આમ કરનારો પ્રથમ ખેલાડી બન્યો, કેએલ રાહુલની વિકેટ લઇને રચ્યો શાનદાર ઇતિહાસ
Kieron Pollard

Follow us on

મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) ના સ્ટાર કિરોન પોલાર્ડ (Keiron Pollard) માટે મંગળવારે પંજાબ કિંગ્સ સામેની મેચ ખૂબ જ ખાસ બની ગઈ છે. પોલાર્ડે આ મેચમાં ક્રિસ ગેઇલને આઉટ કર્યો અને T20 ક્રિકેટનો આવો રેકોર્ડ બનાવ્યો જે અત્યાર સુધી કોઈ બનાવી શક્યું નથી. વેસ્ટ ઈન્ડીઝનો આ સ્ટાર ઓલરાઉન્ડર ફરી એક વખત પોતાને T20 ફોર્મેટના કિંગ સાબિત કરે છે.

કિયરોન પોલાર્ડ T20 ફોર્મેટમાં એવો પ્રથમ ખેલાડી બન્યો છે જેણે T20 માં વિકેટની ત્રેવડી સદી પૂરી છે. તેણે આ ફોર્મેટમાં 300 વિકેટ લીધી છે અને સાથે જ 10,000 રન બનાવેલા છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

અત્યાર સુધી આ સિઝન મુંબઈ ઇન્ડીયન્સ ટીમ માટે સારી રહી નથી. અત્યાર સુધી 10 મેચમાં તેણે માત્ર ચારમાં જીત મેળવી છે. આ પ્રદર્શનને કારણે તે પોઈન્ટ ટેબલમાં સાતમા પહોંચી ગઇ હતી. આવી સ્થિતીમાં મંગળવારે પંજાબ કિંગ્સ સામેની મેચ મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ મહત્વની બની હતી. કિયરોન પોલાર્ડે અહીં તેની ટીમ માટે બોલથી જબરદસ્ત પ્રદર્શન કર્યું અને તેના નામે મોટો રેકોર્ડ પણ બનાવી લીધો હતો.

પોલાર્ડની T20 ક્રિકેટમાં 300 વિકેટ

મુંબઈ ઇન્ડીયન્સ માટેની પોલાર્ડ સાતમી ઓવર ફેંકવા આવ્યો હતો. તેણે તેની પ્રથમ ઓવરના બીજા બોલ પર ક્રિસ ગેઇલને આઉટ કર્યો હતો, જે હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ થયો હતો. તે પોલાર્ડની 299 મી વિકેટ હતી. ઓવરના ચોથા બોલ પર તેણે પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલને પણ આઉટ કર્યો હતો. રાહુલે બુમરાહને કેચ આપ્યો હતો.

પોલાર્ડની T20 કારકિર્દીની તે 300 મી વિકેટ હતી. પોલાર્ડને તેના આ શાનદાર રેકોર્ડનો ખ્યાલ નહોતો. પોલાર્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 88 મેચ રમી છે. જેમાં તેણે 38 વિકેટ લીધી છે. આ સાથે જ આઈપીએલમાં તેણે 175 મેચમાં 65 વિકેટ લીધી છે. આ સિવાય, પોલાર્ડ વિશ્વભરમાં ઘણી જુદી જુદી T20 લીગમાં ભાગ લે છે.

 

 

6 વિકેટે મુંબઇની જીત

મુંબઇ ઇન્ડીયન્સ ની હાલત આમ તો ઇનીંગની શરુઆતમાં કપરી લાગી રહી હતી. પરંતુ બાદમાં મીડલ ઓર્ડરે મોર્ચો સંભાળી લેતા મુંબઇને જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાએ જબરદસ્ત ઇનીંગ રમી હતી. જેમાં કિયરોન પોલાર્ડે પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી. હાર્દિક અને પોલાર્ડે ટીમને જીત સુધી પહોંચાડી હતી. 19 ઓવરના અંતિમ બોલ પર મુંબઇએ 6 વિકેટે જીત મેળવી હતી.

 

આ પણ વાંચોઃ IPL 2021 ને લઇ મોટા સમાચાર, શિડ્યૂલમાં કર્યા ફેરફાર, આઇપીએલ ઇતિહાસમાં પ્રથમ વાર એક સમયે બે મેચ રમાશે

આ પણ વાંચોઃ IPL માં નવી 2 ટીમો ઉમેરવાને લઇને આ તારીખે BCCI કરશે એલાન, આગામી સિઝનમાં 8 ને બદલે 10 ટીમો મેદાને ઉતરશે

 

 

Next Article