IPL 2021 Auction Highest Paid Players: અંતિમ ઓક્શન દરમિયાન આ 5 ખેલાડીઓ પર થઇ હતી ધનવર્ષા, તોડી નાંખ્યા હતા તમામ રેકોર્ડ

|

Feb 09, 2022 | 8:27 AM

IPL 2021 Auction Top Players: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી મોટી બોલી ક્રિસ મોરિસ પર લાગી હતી, જેને રાજસ્થાને 16.25 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2021 Auction Highest Paid Players: અંતિમ ઓક્શન દરમિયાન આ 5 ખેલાડીઓ પર થઇ હતી ધનવર્ષા, તોડી નાંખ્યા હતા તમામ રેકોર્ડ
IPL 2021 ના સૌથી મોંઘા 5 ખેલાડીઓ

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022 Auction) ની મેગા ઓક્શનને આડે હવે વધુ સમય નથી. ફરી એકવાર ખેલાડીઓ પર લાખ્ખો-કરોડોનો વરસાદ વરસવાનો છે. IPL એક એવું પ્લેટફોર્મ છે જ્યાં અજાણ્યા રહેલા ખેલાડીને પણ કરોડો રૂપિયા પણ મળે છે. ગત સિઝનમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું જ્યારે છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમનાર ખેલાડીને સૌથી વધુ પૈસા મળ્યા હતા. આવા જ એક અનકેપ્ડ ખેલાડીને 9 કરોડથી વધુ રૂપિયા મળ્યા જે ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા નથી. ગયા વર્ષના ટોપ 5 સૌથી મોંઘા ખેલાડીઓની વાત કરીએ તો તેમાં 4 વિદેશી અને એક ભારતીય ખેલાડી હતો. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના બે અને ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ભારતના એક-એક ખેલાડીનો સમાવેશ થાય છે.

IPL 2021 Auction માં સૌથી વધુ પૈસા દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ (Chris Morris) પર ખર્ચવામાં આવ્યા હતા. આ પછી કિવી ઓલરાઉન્ડર કાયલ જેમ્સન, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ઝાય રિચર્ડસન અને ગ્લેન મેક્સવેલનો સમાવેશ થાય છે. પાંચમા સ્થાને ભારતીય ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમ હતો જે IPL ઈતિહાસમાં સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી બન્યો હતો.

IPL 2021 ના ​​ટોચના 5 સૌથી મોંઘા ખેલાડીઓ

  1. ક્રિસ મોરિસઃ સૌથી મોંઘો ખેલાડી ક્રિસ મોરિસ હતો, જેને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ મામલે મોરિસે યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો હતો. જેને રાજસ્થાને જેને 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મોરિસે IPL 2021માં 11 મેચમાં માત્ર 67 રન બનાવ્યા હતા, જોકે તેણે 15 વિકેટ પોતાના નામે કરી હતી.
  2. કાયલ જેમિસન: ન્યુઝીલેન્ડનો ઓલરાઉન્ડર કાયલ જેમ્સન IPL 2021નો બીજો સૌથી મોંઘો ખેલાડી હતો. જેમિસનને બેંગ્લોરે 15 કરોડમાં ખરીદ્યો હતો. જેમિસને સિઝનમાં રમાયેલી 9 મેચોમાં 9 વિકેટ લીધી હતી અને તે 16.25ની એવરેજથી માત્ર 65 રન બનાવી શક્યો હતો. યુએઈ લેગમાં, જેમિસનને આરસીબીની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા પણ મળી ન હતી.
  3. ગ્લેન મેક્સવેલ: ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ IPL 2021 ના ​​ત્રીજા સૌથી મોંઘા ખેલાડી હતા. મેક્સવેલને RCBએ 14.25 કરોડમાં ખરીદ્યો હતો. અગાઉની તમામ સિઝનમાં મેક્સવેલનું પ્રદર્શન નબળું રહ્યું હતું. પરંતુ તેમ છતાં આરસીબીએ તેના પર મોટી રકમનું રોકાણ કર્યું હતું અને આ ખેલાડી પણ ટીમના વિશ્વાસ પર ખરો ઉતર્યો હતો. મેક્સવેલે 14 મેચમાં 45થી વધુની એવરેજથી 498 રન બનાવ્યા હતા.
  4. ઝાય રિચર્ડસનઃ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસનને પણ પંજાબ કિંગ્સે IPLમાં 14 કરોડની મોટી કિંમતે ખરીદ્યો હતો. રિચર્ડસનને માત્ર 3 મેચમાં તક મળી હતી. તેણે કોરોના વાયરસને કારણે અડધી ટુર્નામેન્ટ છોડી દીધી હતી. રિચર્ડસને 3 વિકેટ લીધી હતી અને તેનો ઈકોનોમી રેટ પણ પ્રતિ ઓવર 10 રનથી વધુ હતો.
  5. કૃષ્ણપ્પા ગૌતમઃ કર્ણાટકનો ઓફ સ્પિનર ​​કૃષ્ણપ્પા ગૌતમ વર્ષ 2021માં 9.25 કરોડ રૂપિયામાં વેચાયો હતો. ગૌતમને ચેન્નાઈ સુપર કિંગ્સે આટલી મોટી કિંમતે ખરીદ્યો હતો. તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો. જો કે, ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા તેને એક પણ મેચમાં અજમાવવામાં આવ્યો ન હતો.

 

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આ પણ વાંચોઃ WWE: આ 4 સુપર સ્ટાર રેસલર એક્ટીંગમાં પણ મચાવે છે ધમાલ, આ વર્ષે આવશે તેમની આ ફિલ્મો

 

આ પણ વાંચોઃ IPL 2022 Auction: દિગ્ગજો થી લઇ નવા સ્ટાર ખેલાડીઓ સુધી જાણો ક્યા ક્યા ખેલાડીઓ પર લાગશે બોલી, જુઓ 590 ક્રિકેટરોના નામની યાદી

 

Published On - 8:26 am, Wed, 9 February 22

Next Article