IPL 2021 : અશ્વિને અધવચ્ચે જ ટુર્નામેન્ટમાંથી હટવાને લઇ કર્યો ખુલાસો, અનેક રાત ઉંઘ વિના પસાર કરી હતી

|

May 28, 2021 | 2:20 PM

કોરોના વાયરસને લઇને IPL 2021 ને અધવચ્ચે જ રોકી દેવી પડી હતી. ટુર્નામેન્ટ દરમ્યાન બાયોબબલમાં રહેલા ખેલાડીઓ કોરોના સંક્રમિત થતા BCCI તેને અટકાવી દેવાનો નિર્ણય લીધો હતો. આ દરમ્યાન દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના સ્પીનર રવિચંદ્રન અશ્વિન (Ashwin) એ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

IPL 2021 : અશ્વિને અધવચ્ચે જ ટુર્નામેન્ટમાંથી હટવાને લઇ કર્યો ખુલાસો, અનેક રાત ઉંઘ વિના પસાર કરી હતી
R Ashwin

Follow us on

કોરોના વાયરસને લઇને IPL 2021 ને અધવચ્ચે જ રોકી દેવી પડી હતી. ટુર્નામેન્ટ દરમ્યાન બાયોબબલમાં રહેલા ખેલાડીઓ કોરોના સંક્રમિત થતા BCCI તેને અટકાવી દેવાનો નિર્ણય લીધો હતો. આ દરમ્યાન દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના સ્પીનર રવિચંદ્રન અશ્વિન (Ashwin) એ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ દિગ્ગજ સ્પનિર નુ કહેવુ છે કે, ટુર્નામેન્ટ દરમ્યાન તે કેટલાક દિવસ સુઇ જ શક્યો નહોતો. તે અધૂરી ઉંઘ મેળવીને જ રમતો હતો. અશ્વિન સિઝન સ્થગીત થવા પહેલા જ ટુર્નામેન્ટ છોડી ગયો હતો.

અશ્વિન ટુર્નામેન્ટ સ્થગીત થવા ના સપ્તાહ પહેલા જ પહેલા જ તેણે બહાર નિકળી જવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે અશ્વિને બતાવ્યુ હતુ કે, પરિવારમાં કેટલાક સદસ્યો કોરોના સંક્રમિત હતા. જેને લઇને તેણે આઇપીએલ ની ટુર્નામેન્ટમાં થી હટી જવાનો નિર્ણય કર્યો હતો. અશ્વિને ત્યાર બાદ પ્રથમ વખત આ મુદ્દે પોતાની સ્થિતી પર નિવેદન કર્યુ છે.

પરિવારના મોટાભાગના સભ્યો કોરોના સંક્રમિત હતા

અશ્વિન એ બતાવ્યુ હતુ કે, મારા ઘરમાં લગભગ દરેક લોકો કોરોનો સંક્રમિત હતા. એટલે સુધી કે મારા કેટલાક કઝિન પણ હોસ્પીટલમાં દાખલ હતા અને તેઓ ગંભીર હતા. તેઓ સ્વસ્થ પણ થઇ ગયા. હું લગભગ 8-9 દિવસ સુધી સુઇ શક્યો નહોતો, તે ખૂબ પરેશાન કરનારુ હતુ. હું ઉંઘ પુરી કર્યા વિના જ મેચ રમી રહ્યો હતો. ત્યાર બાદ મને ખૂબ મુશ્કેલી લાગવા લાગી તો હું વચ્ચે થી જ આઇપીએલ છોડીને ઘરે પહોંચ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આઇપીએલમાં પરત ફરવા ઇચ્છતો હતો, અશ્વિન

સ્પિનર અશ્વિન કહ્યુ, તે વખતે તે એમ પણ વિચારી રહ્યો હતો કે પરત ફરી શકીશ, પરંતુ એ વખતે તેણે એ જ કર્યુ જે તેને યોગ્ય લાગ્યુ. પરીસ્થિતી હળવી થવા પર તે ટુર્નામેન્ટમાં પરત ફરવા માટે વિચાર રહ્યો હતો, જોકે સિઝન જ સ્થગીત થઇ ગઇ. તેમણે કહ્યુ, આ દરમ્યાન જ્યારે મારા ઘરમાં બધા ઠીક થવા લાગ્યા તો, મે આઇપીએલમાં પરત ફરવા અંગે વિચાર કર્યો હતો. જોકે તે વખતે જ આઇપીએલ સ્થગીત થઇ ગઇ હતી.

ટીમ ઇન્ડીયા સાથે ક્વોરન્ટાઇન હેઠળ અશ્વિન

ઇંગ્લેંડ પ્રવાસે જનારી ટીમ ઇન્ડીયા (Team India) હાલમાં મુંબઇમાં ક્વોરન્ટાઇ હેઠળ છે. અશ્વીન ટીમ ઇન્ડીયાના બાકીના સાથીઓ સાથે મુંબઇમાં બાયોબબલ હેઠળ ક્વોરન્ટાઇન છે. ભારતીય ટીમ 2 જૂને ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) માટે રવાના થનાર છે. ઇંગ્લેંડમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC final) ની ફાઇનલ રમાનારી છે. ત્યાર બાદ ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાનારી છે.

Next Article