IPL માં દિગ્ગજ ખેલાડીઓને ઈજા બાદ પણ ટીમ ઈન્ડિયાને નથી કોઈ ચિંતા! આ યુવા ચહેરાઓની ધમાલ આકર્ષણ જમાવી રહી છે

|

May 13, 2022 | 5:30 PM

રવિન્દ્ર જાડેજા, દીપક ચાહર, સૂર્યકુમાર યાદવ સહિતના અનેક અનુભવી ખેલાડીઓ ઈજાને લઈ IPL 2022 ની સિઝન થી બહાર થઈ રહ્યા છે. જોકે નવા ખેલાડીઓનુ પ્રદર્શન ટીમ ઈન્ડિયાના પસંદગીકારોને આકર્ષે તેવુ છે.

IPL માં દિગ્ગજ ખેલાડીઓને ઈજા બાદ પણ ટીમ ઈન્ડિયાને નથી કોઈ ચિંતા! આ યુવા ચહેરાઓની ધમાલ આકર્ષણ જમાવી રહી છે
Umran Malik તેની ઝડપી ગતિની બોલીંગથી આકર્ષણ ધરાવે છે

Follow us on

IPL 2022 ની લીગ મેચો હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. ટૂંક સમયમાં જ લીગ મેચોની ટક્કર સમાપ્ત થઈ જશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી ટીમો સૌથી પહેલા પ્લેઓફ (Playoff) ની બહાર થઈ ચુકી છે. તો સાથે સાથે આઇપીએલમાં રમનારા કેટલાક અનુભવી ખેલાડીઓ પણ ઈજાને લઈને બહાર થઈ ગયા છે. જેમાં ચેન્નાઈની ટીમોનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને મુંબઈનો સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) નો પણ સમાવેશ થાય છે. આવા અનેક ખેલાડીઓ છે જે ઈજાને લઈને આઈપીએલની મેચ ગુમાવી રહ્યા છે. પરંતુ હવે પરેશાની એ વાતની પણ છે કે જે ખેલાડીઓ આઇપીએલ જ નહી પરંતુ ટીમ ઈન્ડિયામાં પણ સ્થાન ધરાવે છે તે, આગામી આંતરરાષ્ટ્રીય સિરીઝનો હિસ્સો ફિટનેસના કારણે હશે કે કેમ. પરંતુ આઇપીએલની સિઝને તેના જવાબમાં એક રાહત એ પણ આપી છે કે, નવા ખેલાડીઓ તૈયાર કરી આપ્યા છે. જે ટીમ ઈન્ડિયામાં અનુભવી ખેલાડીઓની ખોટ પુરતા જોવા મળી શકે છે.

હાલમાં ચેન્નાઈની ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાને પાંસળીમાં ઈજાને લઈ ને ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. તો સૂર્ય કુમાર યાદવ પણ આ પહેલા જ સિઝનમાં થી ઈજાને લઈને બહાર હટી ગયો હતો. દીપક ચાહર પણ સિઝનની શરુઆત પહેલા જ એક પણ મેચ રમ્યા વિના બહાર થઈ ગયો હતો, જેને ચેન્નાઈએ 16 કરોડ રુપિયાના ખર્ચે ખરિદ્યો હતો. વોશિંગ્ટન સુંદર અને ટી નટરાજન પણ ઈજાને લઈને હાલમાં બહાર જોવા મળી રહ્યા છે. 4 કરોડમાં ખરિદાયેલ નટરાજન ઘૂંટણની ઈજાને લઈને બહાર છે તો, 8.75 કરોડમાં હૈદરાબાદે ખરિદ્યો હતો એ સુંદર પણ હાથની ઈજાને લઈને બહાર છે.

જોકે આમ તો એક ચિંતા એ વર્તાઈ રહી છે કે, અનુભવી ખેલાડીઓ જ ટીમ ઈન્ડિયાને ફિટનેસને લઈને ચિંતામાં મુકી રહ્યા છે. પરંતુ બીજી રીતે રાહતની વાત પણ એ છે કે, આઇપીએલએ એવી નવી પ્રતિભાઓની શોધ કરી આપી છે, જે ખાલી જગ્યાને પુરી શકે છે. સિઝનમાં હાર-જીત ભલે જોવા મળી હોય પરંતુ આ સંઘર્ષ અને ટક્કરના રોમાંચના હિરો રહેલા ખેલાડીઓ હવે ટીમ ઈન્ડિયાના સિલેક્ટરોની નજરમાં વસી ચૂક્યા હશે. જ ટીમ ઈન્ડિયામાં તેમને સમાવવા માટેના તમામ પાસાઓ વિચારી રહ્યા હશે, જેમાં ઈજાને લઈને ખાલી સ્થાનને ભરવા માટે કોની સામે કયો નવોદીત ચાલશે એ પણ તેમના મગજમા સેટ થઈ ચુકયુ હશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આવા જ કેટલાક ખેલાડીઓને જોવામાં આવે તો, ચેન્નાઈનો મુકેશ ચૌધરી અને હૈદરાબાદનો ઉમરાન મલિક જેને જમ્મુ એક્સપ્રેસ અને કાશ્મિર એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને બોલરો સૌથી આગળ નવા પ્રતિભાશાળી બોલરોની યાદીમાં આગળ છે.

આ ખેલાડીઓ પર છે નજર

આયુષ બદોનીઃ આ ખેલાડી સિઝનમાં હાલમાં તે ભલે તેની રમત અંતિમ મેચોમાં ખાસ ના દર્શાવી શક્યો હોય પરંતુ તેની શરુઆત દમદાર રહી હતી. તેની આક્રમકતા અને તેનો જુસ્સો સૌને આકર્ષિત કરી ચુક્યો છે. તેણે 12 મેચોમાં 161 થી વધુ રન નોંધાવ્યા છે. જેમાં તે ત્રણ વાર અણનમ પણ રહી ચુક્યો છે. બદોનીની સ્ટ્રાઈક રેટ 124.80 અને સરેરાશ 23.00 ની રહી છે. તેને સારા ખેલાડીઓમાંથી એક માનવામાં આવી રહ્યો છે, અને તે હવે ટીમ ઈન્ડિયામાં સમાવેશ માટે તેના પ્રદર્શન વડે ટકોરા લગાવી રહ્યો છે.

ઉમરાન મલિકઃ જમ્મુ અને કાશ્મિર એક્સપ્રેસના નામથી જાણતો બનેલો ઉમરાન મલિકની ગતિએ સૌને દંગ રાખી દીધા છે. તે સિઝનમાં રેકોર્ડ ગતિએ બોલીંગ કરી ચૂક્યો છે. તેણે તેની ગતિ વડે અનેક બેટ્સમેનોના હોશ ઉડાવી દીધા છે. તે સૌથી વધુ ઝડપી ગતીએ બોલ ફેંકનારો ભારતીય બોલર છે. જોકે તેનામાં અનુભવ ખૂટે છે, જોકે તે હવે ટીમ ઈન્ડિયા માટે દાવેદારી કરી શકે છે. તે હજુ ખૂબ જ ઓછી ઉંમરનો હોઈ તે ભારતીય ટીમમાં સમાવેશ થયેલો જોવા મળશે જ તેવી આશા પણ વર્તાઈ રહી છે. 11 મેચ રમીને તેણે 15 વિકેટ ઝડપી છે.

રજત પાટીદારઃ તે બેંગ્લોરની ટીમમાં લવનિથ સિસોદીયાને ઈજા થતા તેના સ્થાને સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે મોકાને ઝડપીને સારા ફોર્મને દર્શાવ્યુ છે, તેણે નિડરતાથી રમત બતાવી છે. તે આઇપીએલ માં તે 4 મેચ રમ્યો છે અને 22.83 ની સરેરાશથી 137 રન નોંધાવી ચુક્યો છે. તેણે એક અડધી સદી પણ ફટકારી છે.

બી સાંઈ સુદર્શનઃ આ ખેલાડી 5 મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે 145 રન નોંધાવ્યા છે. તેની સરેરાશ 36.50 અને સ્ટ્રાઈક રેટ 127.19 નો રહ્યો છે. તેણે 65 રનની અણનમ ઈનીંગ પણ રમીને લોકોને આકર્ષિત કર્યા હતા. ગુજરાત ટાઈટન્સ ટીમનો આ ખેલાડી પણ લોકોની નજરમાં વસી રહ્યો છે.

Next Article