IndW Vs EngW: વિકેટ બચાવવા માટે શેફાલી વર્માએ એવુ કર્યુ કે ફેન્સે મહેન્દ્રસિંહ ધોનીને યાદ કર્યો

|

Jul 01, 2021 | 11:25 PM

મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ની રમતને આજે પણ ફેન્સ ખૂબ યાદ કરી રહ્યા છે. શેફાલી વર્મામાં ધોનીની છટા દેખાઇ રહી હોવાનું ફેન્સ હવે સોશીયલ મીડિયા પર કહેવા લાગ્યા છે.

IndW Vs EngW: વિકેટ બચાવવા માટે શેફાલી વર્માએ એવુ કર્યુ કે ફેન્સે મહેન્દ્રસિંહ ધોનીને યાદ કર્યો
Mahendra Singh Dhoni-Shefali Verma

Follow us on

ભારતીય મહિલા ક્રિકેટ (Indian women cricket) ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. જ્યાં ત્રણ વન ડે મેચની સિરીઝ ઈંગ્લેન્ડ સામે રમી રહી છે. સિરીઝની પ્રથમ બંને વન ડે ભારતીય ટીમ (Team India) ગુમાવી ચુકી છે. બીજી વન ડેમાં ભારતીય મહિલા ટીમે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. વન ડે સિરીઝ સાથે ડેબ્યૂ કરનારી શેફાલી વર્મા (Shafali Verma)એ શાનદાર ઈનીંગ રમી હતી. બદકિસ્મતે શેફાલી સ્ટંમ્પીંગ આઉટ થઈ હતી.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

શેફાલી વર્મા પ્રથમ વન ડેમાં ખાસ રમત રમી શકી નહોતી. પરંતુ બીજી વન ડેમાં તેણે તેનો અસલી દમ દેખાડ્યો હતો. પરંતુ કિસ્મત 55 બોલમાં 44 રનની ઈનીંગ રમી હતી. જે દરમ્યાન 7 ચોગ્ગા તેણે ઝડી દીધા હતા. તેના સ્ટંમ્પિગ આઉટને હવે મહેન્દ્ર સિંહ ધોની સરખાવવમાં આવી રહ્યું છે. શેફાલીએ પોતાની વિકેટ બચાવવા માટે, બંને પગ સ્ટ્રેચ કરી દઈને પ્રયાસ કર્યો હતો. શેફાલીના પગને જોઈને એમ લાગી રહ્યુ હતુ કે, તે ક્રિઝમાં પહોંચી ગઈ છે. જોકે થર્ડ અંપ્યારે તેને આઉટ જાહેર કરી હતી.

 

 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) પણ પોતાના સમયે આમ કરી ચુક્યા હતા. જોકે તે સમયે તેમની વિકેટ બચી ગઈ હતી. જ્યારે શેફાલી સહેજ માટે ચુકી ગઈ હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 221 રન કરીને ઓલઆઉટ થઈ હતી. ટીમનો મધ્યમ ક્રમ નિષ્ફળ રહ્યો હતો. ટીમ કેપ્ટન મિતાલી રાજે (Mithali Raj) શાનદાર રમત રમી હતી અને તેણે ટીમના સ્કોર બોર્ડને 200 રન પાર કરાવતી રમત રમી હતી.

શેફાલી અને મંડાણાની મજબૂત શરુઆત

ઈંગ્લેન્ડની કેપ્ટન હેથર નાઈટે ટોસ જીતીને પ્રથમ ભારતને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ઓપનર સ્મૃતી મંડાણા અને શેફાલી વર્માએ 56 રનની ભાગીદારી રમત રમી મક્કમ શરુઆત કરી હતી. શેફાલી વર્માએ 55 બોલમાં 44 રન કર્યા હતા. ભારતીય કેપ્ટન મિતાલી રાજે કેપ્ટન ઈનીંગ રમી હતી. સળંગ બીજી મેચમાં ફીફટી ફટકારી હતી. મિતાલીએ 92 બોલમાં 59 રન કર્યા હતા. તે રન આઉટ થઈ પેવેલિયન પરત ફરી હતી. મધ્યમક્રમમાં મિતાલી સિવાય અન્ય તમામ ખેલાડી નિષ્ફળ રહ્યા હતા.

Next Article