INDW vs ENGW: ઈંગ્લેન્ડ સામે મહિલા ટીમે શ્રેણીની પ્રથમ વન ડે 8 વિકેટે ગુમાવી, ધીમી રમત ભારે પડી

|

Jun 27, 2021 | 11:56 PM

ભારતીય ટીમે શરુઆતમાં ટોસ હારીને બેટીંગ માટે મેદાને ટીમ ઉતરી હતી. ધીમી રમતને લઈને સ્કોર બોર્ડ પણ ખાસ આગળ વધતુ નહોતુ. માત્ર 202 રનનો સ્કોર ટીમે ખડક્યો હતો.

INDW vs ENGW: ઈંગ્લેન્ડ સામે મહિલા ટીમે શ્રેણીની પ્રથમ વન ડે 8 વિકેટે ગુમાવી, ધીમી રમત ભારે પડી
England Women's Team

Follow us on

આજે બ્રિસ્ટોલમાં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England)ની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે વન ડે મેચ રમાઈ હતી. બંને ટીમો વચ્ચે શરુ થયેલી વન ડે શ્રેણીમાં મિતાલી રાજ (Mithali Raj)ની કેપ્ટનશીપ ધરાવતી ટીમ ઈન્ડીયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય મહિલા ટીમે (Indian Womens Cricket Team) ધીમી રમત રમવાને લઈને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડની ઓપનર ટેમી બ્યૂમોન્ટ અને ઓલરાઉન્ડર નતાલી સિવર વચ્ચે અણનમ શતકીય ભાગીદારી રમત રમાઈ હતી. ભારતે 8 વિકેટે મેચને ગુમાવી હતી.

 

 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

ભારતીય ટીમે શરુઆતમાં ટોસ હારીને બેટીંગ માટે મેદાને ટીમ ઉતરી હતી. ધીમી રમતને લઈને સ્કોર બોર્ડ પણ ખાસ આગળ વધતુ નહોતુ. માત્ર 202 રનનો સ્કોર ટીમે ખડક્યો હતો. જોકે કેપ્ટન મિતાલી રાજે 108 બોલમાં 72 રન કર્યા હતા. મિતાલી 10મી ઓવર દરમ્યાન મેદાને આવી હતી. મિતાલી અને પૂનમ રાઉતે મળીને ત્રીજી વિકેટ માટે 94 બોલમાં 56 રન કર્યા હતા. પૂનમે 61 બોલમાં 32 રન કર્યા હતા. દિપ્તી શર્માએ 46 બોલમાં 30 રન કર્યા હતા. ધીમી રમતને લઈને ટીમ પડકારજનક સ્કોર ખડકી શકી નહોતી.

 

જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે પહેલા જ લક્ષ્યને પાર કરી લીધુ હતુ. 2 વિકેટ ગુમાવીને 202 રનના સ્કોરને પાર કરી લઈ ભારતને 8 વિકેટે હાર આપી હતી. બ્યૂમોન્ટે 87 બોલમાં 87 રનની રમત રમી હતી. જ્યારે સિવરે 74 બોલમાં 74 રનની રમત રમી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 119 રનની ભાગીદારી રમત રમી હતી. બ્યૂમોન્ટે પોતાની ઈનિંગમાં 12 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે સિવરે 10 ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો.

 

188 ડોટ બોલ રમ્યા

ભારતીય ટીમે ધીમી રમત રમવાને લઈને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડીયાએ 16 ઓવરમાં 50 રન કર્યા હતા. જેના બાદ પૂનમ અને હરમનપ્રિત બંને એક બાદ એક પેવેલિયન પરત ફરતા ટીમ પર દબાણ વધ્યુ હતુ. આમ ટીમનો સ્કોર 84 રન પર 4 વિકેટ થયો હતો. ભારતીય ટીમ 40 ઓવરમાં 134 રન જ કરી શકી હતી. મિતાલી રાજ અંત સુધી ક્રિઝ પર ના ટકી શકી તેની પણ અસર સ્કોર બોર્ડ પર જોવા મળી હતી. ભારતીય ટીમે બેટીંગ ઈનીંગ દરમ્યાન 188 ડોટ બોલ રમ્યા હતા. જેને લઈને ટીમ યોગ્ય લક્ષ્ય ખડકી શકી નહોતી.

 

Next Article