INDW vs ENGW: ઈંગ્લેંડ ક્રિકેટ બોર્ડે માફી માંગી, ઉપયોગ કરાયેલી પીચ પર ટેસ્ટ મેચ રમાડાતા વિવાદ સર્જાયો હતો

|

Jun 16, 2021 | 8:46 PM

ભારતીય મહિલા ટીમ (Indian Women Cricket Team) લાંબા સમય પછી ટેસ્ટ મેચ રમી રહી છે. ભારત અને ઈંગ્લેંડ (India Vs England) વચ્ચે મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ઈંગ્લેંડમાં ટેસ્ટ મેચ રમાનારી છે.

INDW vs ENGW: ઈંગ્લેંડ ક્રિકેટ બોર્ડે માફી માંગી, ઉપયોગ કરાયેલી પીચ પર ટેસ્ટ મેચ રમાડાતા વિવાદ સર્જાયો હતો
India Women Vs England Women

Follow us on

ભારતીય મહિલા ટીમ (Indian Women Cricket Team) લાંબા સમય પછી ટેસ્ટ મેચ રમી રહી છે. ભારત અને ઈંગ્લેંડ (India Vs England) વચ્ચે મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ઈંગ્લેંડમાં ટેસ્ટ મેચ રમાનારી છે. બંને ટીમોને ટેસ્ટ મેચ રમવાને લઈને ખૂબ જ ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો. પરંતુ બંને ટીમોને ECBની નિરસતાએ નિરાશા અર્પી દીધી છે. જોકે હવે મેચ પહેલા જ ઈંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે (ECB) માંફી માંગી લીધી છે.

 

ટેસ્ટ ક્રિકેટ મહિલા ટીમોને રમવાને લઈને ઉત્સાહ હતો. પરંતુ જૂની પીચ પર જ ટેસ્ટ મેચ આયોજીત કરવાને લઈને ઈસીબીએ માફી માંગવી પડી છે. મહિલા ટીમ ટેસ્ટ મેચ રમે એ પહેલા તે પીચ પર ટી20 બ્લાસ્ટની મેચ રમાઈ હતી. જે મેચ ગ્લૂસેસ્ટરશાયર અને સક્સેસ વચ્ચે મેચ રમાઈ હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

ECBએ નિવેદન દ્વારા કહ્યું હતુ કે અમે બધા એ વાતથી નિરાશ છીએ. ભારત અને ઈંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ મેચ માટેની પીચને લઈને આ નિરાશા છે. તે પીચ પર 37 ઓવર રમાઈ ચુકી છે. અમે જાણીએ છીએ કે ઈંગ્લેંડની મહિલાઓ નવી વિકેટની હકદાર છે. અમને ખેદ છે કે, અમે તે ઉપલબ્ધ કરાવવા માટે નિષ્ફળ રહ્યા. આ પીચ પર શુક્રવારે T20 મેચ રમાઈ હતી.

 

ઈંગ્લેંડની કેપ્ટન ખફા

ઈંગ્લેંડની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હિથર નાઈટે કહ્યું હતુ કે ઉપયોગમાં લેવાઈ ચુકેલી પીચ પર રમવુ યોગ્ય નથી. તેણે કહ્યું કે મે પીચને જોઈ હતી. આ એક ઉપયોગમાં લેવાયેલ પીચ હતી. જેનો ઉપયોગ પાછળના સપ્તાહે ગ્લૂસેસ્ટરશર T20 મેચ માટે કરવામાં આવ્યો હતો. જે હું સમજુ છુ કે કોઈપણ રીતે ટેસ્ટ મેચ માટે આદર્શ પીચ નથી. અમે ઈચ્છતા હતા કે રમવા માટે અમને ફ્રેશ પીચ મળશે. હવે મને નથી ખ્યાલ કે જે પીચ મળી છે, તે કેવા પ્રકારનો વ્યવહાર કરશે.

 

ઈંગ્લેંડે ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી

ભારતીય ટીમ (Team India) નવેમ્બર 2014 બાદ પ્રથમ વાર ટેસ્ટ મેચ રમી રહી છે. ઈંગ્લેંડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી છે. ભારતીય ટીમમાં શેફાલી વર્માને તક અપાઈ છે. દિપ્તી શર્મા, પૂજા વસ્ત્રાકર, તાનિયા ભાટીયા અને સ્નેહા રાણા એ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ છે.

Next Article