INDvsAUS: બ્રિસબેનમાં રોહિત શર્માના ખોટા શોટથી ભડક્યા ગાવાસ્કર, કહ્યુ ગીફટમાં આપી વિકેટ

|

Jan 16, 2021 | 3:53 PM

બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) ના બીજા દિવસની રમત દરમ્યાન ભારતીય ટીમ એ ઓસ્ટ્રેલીયાને 369 રન પર રોકી લીધા હતા. જોકે જવાબમાં ટીમ ઇન્ડીયા (Team India) ની શરુઆત સારી રહી નહોતી. શુભમન ગીલ (Shubman Gill) વિકેટ ગુમાવી બેઠો હતો. જ્યારે બીજી તરફ રોહિત શર્મા (Rohit Sharma) સારી લયમાં લાગી રહ્યો હતો.

INDvsAUS: બ્રિસબેનમાં રોહિત શર્માના ખોટા શોટથી ભડક્યા ગાવાસ્કર, કહ્યુ ગીફટમાં આપી વિકેટ
રોહિત શર્મા સિક્સર ફટકારવાના પ્રયાસમાં કેચ આઉટ થયો..

Follow us on

બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) ના બીજા દિવસની રમત દરમ્યાન ભારતીય ટીમ એ ઓસ્ટ્રેલીયાને 369 રન પર રોકી લીધા હતા. જોકે જવાબમાં ટીમ ઇન્ડીયા (Team India) ની શરુઆત સારી રહી નહોતી. શુભમન ગીલ (Shubman Gill) વિકેટ ગુમાવી બેઠો હતો. જ્યારે બીજી તરફ રોહિત શર્મા (Rohit Sharma) સારી લયમાં લાગી રહ્યો હતો. સાથએ જ રોહિત ઓસ્ટ્રેલીયાના બોલરોનો સારી રીતે સામનો કરી રહ્યો હતો. આવામાં જ્યારે રોહિત શર્મા સેટ થઇ ચુક્યો હતો, ત્યારે જ નાથન લિયોન (Nathan Lyon) ના બોલ પર ખોટો શોટ રમી નાંખ્યો હતો. જેના થી ના માત્ર તેની વિકેટ જ પડી હતી, પરંતુ કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા પુર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવાસ્કર (Sunil Gavaskar) પણ ખૂબ ભડકી ઉઠ્યા હતા.

મેચના બીજા દિવસે ભારતને સારી શરુઆતની જરુર હતી. પરંતુ શુભમન ગીલ વધારે સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. તેને પેટ કમિન્સના બોલ પર સ્લિપમાં સ્મિથ દ્રારા કેટ ઝડપી લેવાયો હતો. આટલે થી રોહિત શર્માએ ચેતેશ્વર પુજારા સાથે મળીને પારીને સંભાળી હતી. રોહિત શર્મા ઓસ્ટ્રેલીયાના બોલરોને કોઇ જ મોકો આપી રહ્યો નહોતો. સારા સ્ટ્રોક પણ રમી રહ્યો હતો. કોઇ પણ પ્રકારની પરેશાની વિનાજ તે 44 રન સુધી પહોંચી શક્યો હતો. લગાતાર બીજા અર્ધ શતક તરફ આગળ વધી રહ્યો હતો.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ટી બ્રેકના અડધા કલાક પહેલા જ રોહિત લિયોન ના બોલને, સિક્સર ફટકારવા જવાના પ્રયાસમાં લોંગ ઓન પર મિશેલ સ્ટાર્કે આસાની થી કેચ ઝડપી લીધો હતો. રોહિતના આ ખરાબ શોટ પર ગાવાસ્કર ખૂબ જ ભડક્યો હતો. 7 ક્રિકેટના માટે કોમેન્ટ્રી કરી રહેલા ગાવાસ્કર એ રોહિત શર્માની આલોચના કરી હતી. તેમણે કહ્યુ, કેમ..? આ ચોંકાવનારો શોટ છે. લોંગ ઓન પર એક ફિલ્ડર છે, ડિપ સ્કેવયર લેગ પર એક ફિલ્ડર છે. બે બોલ પહેલા જ તમે એક બાઉન્ડરી ફટકારી હતી. તો પછી આ શોટ કેમ રમ્યો ?

બિનઅનુભવી ખેલાડીઓ સાથે આ ટેસ્ટમાં ઉતરેલી ભારતીય ટીમના મહત્વના સિનિયર ખેલાડીઓમાંથી એક રોહિત શર્મા છે. જેના દ્રારા ફટકારાયેલ શોટને ખૂબ જ બિનજરુરી દર્શાવ્યો હતો, સાથે જ કહ્યુ કે આના માટે કોઇ બહાનુ ના હોઇ શકે, ગાવાસ્કરે કહ્યુ, તમે એક સિનીયર ખેલાડી છો. આના માટે કોઇ બહાનુ ના હોઇ શકે. આ શોટ માટે કોઇ બહાનુ નહી ચાલે. એક બિનજરુરી વિકેટ ગીફટમાં આપી દીધી છે.

Next Article