IND vs SA: આટલા રોમાંચક પ્રવાસના અંતે અમને પુરી મેચ રમવા ન મળી શકી તેનું દુઃખ છે: કેશવ મહારાજ

|

Jun 20, 2022 | 9:25 AM

Cricket : સાઉથ આફ્રિકા (Cricket South Africa) એ પ્રથમ બે મેચ જીતીને શ્રેણી પર મજબૂત પકડ બનાવી લીધી હતી. પરંતુ અંતે ભારતે સફળ વાપસી કરીને શ્રેણી 2-2થી બરાબર કરી લીધી હતી.

IND vs SA: આટલા રોમાંચક પ્રવાસના અંતે અમને પુરી મેચ રમવા ન મળી શકી તેનું દુઃખ છે: કેશવ મહારાજ
Keshav Maharaj and Rishabh Pant (PC: BCCI)

Follow us on

બેંગ્લોરમાં યોજાનારી ભારત અને સાઉથ આફ્રિકા (IND vs SA, 5th T20I) વચ્ચેની T20 મેચના પરિણામની દરેક વ્યક્તિને અપેક્ષા હતી. પરંતુ વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. શ્રેણી 2-2 થી ડ્રોમાં પુરી થઈ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકા ટીમ (Cricket South Africa) ની કમાન સંભાળી રહેલા કેશવ મહારાજ (Keshav Maharaj) આ પરિણામથી ખુશ નથી. તેનું માનવું છે કે સાઉથ આફ્રિકા પાસે ભારત (Team India) માં ટી20 સિરીઝ જીતવાની સારી તક હતી. પરંતુ વાતાવરણના કારણે સીરિઝ કોઈ જીતી શક્યું નહીં.

આટલા રોમાંચક પ્રવાસના અંતે અમને પુરી મેચ રમવા ન મળીઃ કેશવ મહારાજ

મેચ બાદ કેશવ મહારાજે કહ્યું, “દુઃખની વાત છે કે આટલા રોમાંચક પ્રવાસના અંતે અમને પુરી મેચ રમવા મળી ન હતી. અમે ખૂબ જ સારી શરૂઆત કરી. દુર્ભાગ્યે અમે આ મેચનું પરિણામ જોઈ શક્યા નહીં. અમે ઘણા સંયોજનો અજમાવ્યા. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીને ધ્યાનમાં રાખીને હજુ પણ પ્રયોગો ચાલુ છે. તમે ભવિષ્યમાં પણ ટીમમાં ફેરફાર જોશો.”

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

સાઉથ આફ્રિકાએ પહેલી બે મેચ જીત્યા બાદ ભારતે 2 મેચ જીતી સીરિઝ રોમાંચક તબક્કે લઇ ગયું

સાઉથ આફ્રિકા (Cricket South Africa) એ ભારતના પ્રવાસ પર પ્રથમ બે મેચ જીતીને શ્રેણી પર મજબૂત પકડ જમાવી હતી. જોકે રિષભ પંત (Rishabh Pant) ની કપ્તાનીવાળી ભારતીય ટીમે ત્રીજી અને ચોથી ટી20 એમ બે મેચ જીતીને શ્રેણી રોમાંચક તબક્કા પર લાગી દીધી હતી. ચોથી મેચ બાદ ટી20 સીરિઝ 2-2 થી બરાબરી પર હતી. જેથી બેંગ્લોરની મેચ સીરિઝની નિર્ણાયક મેચ હતી.

 

ભવિષ્યમાં પણ ભારત સામેની સીરિઝ આવી જ રસપ્રદ રહેશેઃ કેશવ મહારાજ

મેચ રદ્દ થયા બાદ સાઉથ આફ્રિકાના સુકાની કેશવ મહારાજ (Keshav Maharaj) એ કહ્યું, “મને ખાતરી છે કે ભવિષ્યમાં ભારતીય ટીમ (Team India) સામેની શ્રેણી પણ આ જ તર્જ પર રસપ્રદ રહેશે. છેલ્લી બે મેચમાં અમારા પ્રદર્શનથી અમે થોડા નિરાશ હતા. છેલ્લી ટૂરથી અમને જે આત્મવિશ્વાસ મળ્યો હતો તે અમે અહીં લાવ્યા છીએ. વળી અમે આ સીરિઝને કંઈપણ પ્રકારે હળવાશથી લેવા તૈયાર નથી.”

Next Article