વેસ્ટ ઈન્ડિઝની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, વિરાટ કોહલી-બુમરાહ વેસ્ટ ઈન્ડિઝ નહીં જાય

|

Jul 14, 2022 | 3:34 PM

India vs West Indies: ભારતે વેસ્ટ ઈન્ડિઝમાં 3 મેચની ODI અને 5 મેચની T20 સિરીઝ રમવાની છે. વનડે સિરીઝ 22 જુલાઈથી શરૂ થશે, T20 સિરીઝ 29 જુલાઈથી શરૂ થશે. શિખર ધવન ODI ટીમનો કેપ્ટન છે.

વેસ્ટ ઈન્ડિઝની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, વિરાટ કોહલી-બુમરાહ વેસ્ટ ઈન્ડિઝ નહીં જાય
વેસ્ટ ઈન્ડિઝની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત
Image Credit source: AFP

Follow us on

India vs West Indies: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પાંચ મેચની ટી 20 સિરીઝ (T20 series)માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, વેસ્ટ ઈન્ડિઝ ટી20 સિરીઝ માટે વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ને આરામ આપવામાં આવ્યો છે, કેએલ રાહુલ અને કુલદીપ યાદવ પણ તક મળી છે, બંન્ને ફીટ થયા બાદ જ ટીમમાં સામેલ કરવામાં આવશે. મોટા સમાચાર એ પણ છે કે, અશ્વિન ટી20 ટીમમાં પરત ફર્યો છે. આર અશ્વિન ટી 20 વર્લ્ડકપ પછી ટી20માં પસંદગી કરવામાં આવી નહતી. કેપ્ટનશીપ રોહિત શર્માના હાથમાં છે અને હાર્દિક પંડ્યા,ઋષભ પંત ટીમમાં સામેલ છે, વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચની ટી20 સિરીઝ 29 જુલાઈથી શરુ થશે. આ પહેલા વનડે સિરીઝ રમાશે. વનડે સિરીઝનો પ્રથમ મેચ 22 જુલાઈના રોજ રમાશે.

વેસ્ટઈન્ડિઝ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા. ઈશાનકિશન, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, દિપક હુડ્ડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, હાર્દિક પાંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર અશ્વિન, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહ

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

 

 

ભારત વેસ્ટઈન્ડિઝ વનડે સીરિઝનું શેડ્યુલ

પ્રથમ વનડે 22 જુલાઈ

બીજી વનડે 24 જુલાઈ

ત્રીજી વનડે 27 જુલાઈ

 

 

ભારત-વેસ્ટઈન્ડિઝ ટી20 સિરીઝનું શેડ્યુલ

ટી20 સિરીઝનો પ્રથમ મેચ ત્રિનિડાડમાં 29 જુલાઈના રોજ રમાશે

બીજી ટી20 મેચ 1 ઓગસ્ટ

ત્રીજી ટી20 મેચ 2 ઓગસ્ટ

ચોથી ટી20 મેચ 6 ઓગસ્ટ

પાંચમી ટી20 મેચ 7 ઓગસ્ટ

વેસ્ટ ઈન્ડિઝની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા

વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયા – શિખર ધવન (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અવેશ પટેલ, આવેશ ખાન , Prasidh Krishna , મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.

Next Article