મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાએ તેની બીજી મેચ પાકિસ્તાનની ટીમ સામે રમી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીત મેળવીને ટૂર્નામેન્ટમાં પોતાની જીતનું ખાતું ખોલ્યું હતું. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય ટીમની એક ખેલાડીને મોટો આંચકો લાગ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ ખેલાડી વિરુદ્ધ કાર્યવાહી કરીને તેને સજા ફટકારી છે. આ ખેલાડીએ પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ભારતીય ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
ભારતીય ફાસ્ટ બોલર અરુંધતી રેડ્ડીને મહિલા T20 વર્લ્ડ કપ મેચ દરમિયાન પાકિસ્તાનની નિદા દારને આઉટ કર્યા બાદ આક્રમક રીતે ઉજવણી કરવા બદલ ICC દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે. પાકિસ્તાનની ઈનિંગની 20મી ઓવરમાં નિદા ડારને આઉટ કર્યા બાદ તે પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શકી ન હતી અને પેવેલિયન તરફ જવાનો ઈશારો કર્યો હતો. આવી સ્થિતિમાં તેણે ICC આચાર સંહિતા સાથે જોડાયેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
ICCએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘અરુંધતી રેડ્ડી ICC કોડ ઓફ કન્ડક્ટના અનુચ્છેદ 2.5ના ભંગ બદલ દોષી સાબિત થઈ છે. જેમાં આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ભાષા અથવા હાવભાવથી આઉટ થયેલ બેટ્સમેન સામે આક્રમક પ્રતિક્રિયાથી ઉશ્કેરવામાં આવે છે.
NEWS ALERT: Indian pacer Arundhati Reddy has been fined for breaching the ICC Code of Conduct during the Women’s T20 World Cup 2024 match against Pakistan Women.#ArundhatiReddy pic.twitter.com/Epr5APMj69
— CricTracker (@Cricketracker) October 7, 2024
ICCએ વધુમાં કહ્યું કે, ‘રેડ્ડીના અનુશાસનાત્મક રેકોર્ડમાં એક ડીમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે. 24 મહિનાના સમયગાળામાં આ તેનો પહેલો ગુનો છે.’ તમને જણાવી દઈએ કે, લેવલ-1ના ઉલ્લંઘન માટે ન્યૂનતમ દંડ એ ખેલાડીની મેચ ફીના 50 ટકા અને એક અથવા બે ડિમેરિટ પોઈન્ટ છે. ખેલાડી આ સમયગાળાની અંદર ચાર કે તેથી વધુ ડીમેરિટ પોઈન્ટ્સ સુધી પહોંચે છે, તો તેને પ્રતિબંધનો સામનો પણ કરવો પડી શકે છે. જો કે, અરુંધતિએ ગુનો સ્વીકાર્યો હતો.
#ArundhatiReddy‘s 3/19 was instrumental in the #GreatestRivalry against #Pakistan !
What a performance and night to remember!
Watch #TeamIndia in action next #INDvSL in #WomensWorldCuponStar | WED, 9 OCT, 7 PM! #HerStory pic.twitter.com/oGXHDPX0yz
— Star Sports (@StarSportsIndia) October 6, 2024
પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં અરુંધતી રેડ્ડી ભારતની સૌથી સફળ બોલર રહી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 19 રન આપ્યા અને 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. અરુંધતી રેડ્ડીએ પણ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ સામે એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધના કારણે ભારતની આ ટીમને મોટું નુકસાન, ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ