ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને મેદાન પર ગુસ્સો બતાવવો મોંઘો પડ્યો છે. આ માટે તેની મેચ ફીમાં 75 ટકાનો ઘટાડો કરવાના સમાચાર છે. બાંગ્લાદેશ સામેની ત્રીજી ODI દરમિયાન હરમનપ્રીતે માત્ર અમ્પાયરિંગ પર સવાલ ઉઠાવ્યા જ નહી પરંતુ ગુસ્સો કરી બેટથી રમ્યો પણ છે. મેચ રેફરીએ હવે મેદાન પર તેના એક્શન પર કાર્યવાહી કરી છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, હરમનપ્રીત કૌર લેવલ 2 માટે દોષી સાબિત થઈ છે.
ભારત અને બાંગ્લાદેશની મહિલા ટીમ વચ્ચે વનડે સિરીઝની છેલ્લી મેચ 22 જુલાઈના રોજ શેર એ બાંગ્લા સ્ટેડિયમમાં રમાઈ હતી. બંન્ને ટીમો વચ્ચે આ મેચ ટાઈ રહી હતી. ત્યારબાદ બંન્ને સિરીઝની વિજેતા તરીકે જાહેર કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Breaking News : સાત્વિક-ચિરાગે ફરી રચ્યો ઈતિહાસ, ભારત માટે પહેલીવાર જીત્યો કોરિયન ઓપનનો ખિતાબ, જુઓ Video
34મી ઓવરમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે સ્વીપ શોર્ટ રમવાનો પ્રયાસ કર્યો હતો. પણ બોલ તેના પેડ પર વાગતા એલબીડબ્લ્યૂ આઉટની અપીલ કરવામાં આવી હતી. બોલર નાહિદા અખ્તરની અપીલ પર અમ્પાયરે ભારતીય કેપ્ટનને આઉટ જાહેર કરી હતી. અમ્પાયરના આ નિર્ણયથી હરમનપ્રીત કૌર નાખુશ થઈ હતી. તેણે પોતાનો ગુસ્સો સ્ટંમ્પ પર કાઢયો હતો. તેણે બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની જેમ સ્ટંમ્પમાં બેટ મારી દીધુ હતુ. જેના માટે મેચ ફીનો 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.ભારતની કેપ્ટન હરમપ્રીત કૌરે મેચ દરમિયાન ગુસ્સામાં જોવા મળી હતી. ત્યારબાદ તે અમ્પાયર તન્વીર અહમદ સાથે ટકરાતી પણ જોવા મળી હતી. આટલું જ નહિ તેનો ગુસ્સો પ્રજેન્ટેશન સેરેમનીમાં પણ ઠંડો થયો ન હતો. તેમણે ત્યાં પણ અમ્પાયર અને તેના નિર્ણયો પર સવાલો ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો : Video : મેચ દરમિયાન ભારતીય કેપ્ટનને આવ્યો ગુસ્સો, સ્ટંપ પર જોરથી મારી દીધી બેટ
જ્યારે પ્રેઝન્ટેશન સેરેમનીમાં તેણે જે રીતે વર્તન કર્યું તેના માટે તેને મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. હરમનપ્રીત કૌરને 3 ડિમેરિટ પોઈન્ટનું નુકસાન થયું છે. જેમાં 2 ડિમેરિટ પોઈન્ટ તેના ઓન ફીલ્ડ માટે 1 ડિમેરિટ પોઈન્ટનું નુકસાન પ્રઝેન્ટેશન સેરેમનીમાં અમ્પાયરિંગ પર સવાલ ઉઠાવવા માટે લગાવ્યો છે.