Umran Malik: ઉમરાન મલિકનો ખુલાસો, કાચ તોડવા પર મળતો હતો ઠપકો અને પછી માતા કહેતા, રમો અને તોડો

|

Jun 08, 2022 | 2:31 PM

Cricket : ઉમરાન મલિક (Umran Malik) એ પોતાની ઝડપી બોલિંગ વિશે વાત કરતા જણાવ્યું કે તે કઇ રીતે આટલી ઝડપી ગતિથી બોલિંગ કરી શકે છે. તેણે કહ્યું કે તે બાળપણથી જ ઝડપી બોલિંગ કરી રહ્યો છે અને તેને શરૂઆતથી જ આ પસંદ છે.

Umran Malik: ઉમરાન મલિકનો ખુલાસો, કાચ તોડવા પર મળતો હતો ઠપકો અને પછી માતા કહેતા, રમો અને તોડો
Umran Malik (PC: IPLt20.com)

Follow us on

IPL 2022 માં સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) માટે શાનદાર પ્રદર્શન કરનાર ઝડપી બોલર ઉમરાન મલિક (Umran Malik) ને સાઉથ આફ્રિકા (Cricke South Africa) સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે ભારતીય T20 ટીમ (Team India) માં પસંદ કરવામાં આવ્યો હતો. એવી આશા રાખવામાં આવી રહી છે કે તે દિલ્હીમાં પહેલી ટી20 મેચમાં આફ્રિકા સામેની મેચમાં ભારત માટે ડેબ્યૂ કરી શકે છે. IPLની આ સિઝનમાં 22 વિકેટ લેનાર ઉમરાન તેની ઝડપી ગતિ માટે જાણીતો છે.

માતા કહેતા હતા કે રમો અને તોડો

પોતાની ઝડપી બોલિંગ વિશે વાત કરતા ઉમરાન મલિકે જણાવ્યું કે, તે આટલી ઝડપી ગતિથી કેવી રીતે બોલિંગ કરી શકે છે. તેણે કહ્યું કે તે બાળપણથી જ ઝડપી બોલિંગ કરે છે અને તેને આ શરૂઆતથી જ પસંદ છે. તેણે એ પણ જણાવ્યું કે, કેવી રીતે તેની માતા તેને હંમેશા રમવા માટે પ્રેરિત કરે છે. મીડિયા સાથે વાત કરતા ઉમરાન મલિકે કહ્યું કે, મને શરૂઆતથી જ ફાસ્ટ બોલિંગનો શોખ હતો. જ્યારે હું નાનો હતો ત્યારે હું ઘરમાં પ્લાસ્ટિકના ગોળાથી રમતો હતો અને કાચની બારીઓ તોડવા માટે ઠપકો પણ મળતો હતો. પરંતુ તેમ છતાં મારી માતા મને રમવાથી રોકતી નહીં અને કહેતા હતા કે તમે રમો અને તોડો.

પિતા 70 વર્ષ જુનો ધંધો નહીં છોડે

ઉમરાન મલિક તેની પ્રતિભાને કારણે ઘણો ચર્ચામાં છે અને IPL 2022માં તેણે દિલ્હી કેપિટલ્સ સામે 157 kmphની ઝડપે બોલિંગ કરી હતી અને લગભગ દરેક બોલની સ્પીડ 150 kmph ની હોય છે. ઉમરાન તેના નવા સફર માટે તૈયાર છે. તેમાં કોઈ શંકા નથી. પરંતુ તે કહે છે કે તેના પિતા ફળો વેચવાનો ધંધો કરે છે અને તે બંધ કરશે નહીં. કારણ કે તે લગભગ 70 વર્ષથી તેનો પરિવારનો વ્યવસાય છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

ઉમરાન મલિકે કહ્યું કે, છેલ્લા 70 વર્ષથી આ અમારો ફેમિલી બિઝનેસ છે. મારા દાદા, પિતા અને કાકા તેના પર કામ કરી રહ્યા છે. જો હું ભારત માટે રમીશ તો મારા પિતા કામ કરવાનું બંધ કરશે એવું નથી. મારા પિતા હંમેશા મને કહે છે કે આપણે જ્યાંથી આવ્યા છીએ ત્યાં જ રહીશું. હું સરેરાશ પરિવારમાંથી આવું છું. હું ખૂબ જ ખુશ છું કે મેં મારા પિતાને ગૌરવ અપાવ્યું છે.

Published On - 9:48 am, Wed, 8 June 22

Next Article