AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Umran Malik ની ફાસ્ટ બોલિંગ પર શાહીન આફ્રિદીનું મોટું નિવેદન, સ્પીડને લઈને કહી મહત્વની વાત

Indian Premier League: IPLમાં જ્યારે લોકી ફર્ગ્યુસન અને ઉમરાન મલિકની ફાસ્ટ બોલિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે શાહીને કહ્યું, જો તમારી પાસે લાઇન, લેન્થ અને સ્વિંગ નથી તો સ્પીડ તમને મદદ કરી શકશે નહીં.

Umran Malik ની ફાસ્ટ બોલિંગ પર શાહીન આફ્રિદીનું મોટું નિવેદન, સ્પીડને લઈને કહી મહત્વની વાત
Umran Malik (PC: IPLt20.com)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2022 | 8:26 AM
Share

ભારતના ઉભરતા ઝડપી બોલર ઉમરાન મલિક (Umran Malik) અને ન્યુઝીલેન્ડના લોકી ફર્ગ્યુસ (Lockie Ferguson) ને તાજેતરમાં પૂરી થયેલી IPL 2022 માં ખૂબ જ ઝડપી બોલિંગ કરી હતી. આ ટુર્નામેન્ટમાં બંને બોલરોએ 150 કિમી/કલાકથી વધુની ઝડપે ઘણી બોલ ફેંકી હતી. ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની ફાઈનલ મેચમાં ફર્ગ્યુસને 157.3 કિમી/કલાકની ઝડપે બોલ ફેંકીને ઉમરાનનો રેકોર્ડ તોડ્યો હતો. ફાસ્ટ બોલરો માટે જાણીતા પાકિસ્તાનમાં હવે શાહીન આફ્રિદી (Shaheen Afridi) નું એક અલગ જ રૂપ જોવા મળી રહ્યું છે.

સ્પીડ તમારી મદદ કરતી નથી

IPL 2022 માં જ્યારે લોકી ફર્ગ્યુસન અને ઉમરાન મલિકની ફાસ્ટ બોલિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે શાહીને કહ્યું, “જો તમારી પાસે લાઇન, લેન્થ અને સ્વિંગ નથી તો સ્પીડ તમને મદદ કરી શકશે નહીં. ODI સિરીઝ પહેલા શાહીન આફ્રિદીએ મીડિયા સાથે વાત કરી હતી. આ સિરીઝ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે પૂર્ણ થઈ શકી ન હતી.

શાહીન આફ્રિદી ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન (Pakistan Cricket) ની અગાઉની હોમ સિરીઝમાં બોલરોની પસંદ હતો. તેણે પોતાની સ્વિંગથી બેટ્સમેનોને ઘણા પરેશાન કર્યા હતા. તેની પાસેથી વિન્ડીઝ સામે પણ આવા જ પ્રદર્શનની અપેક્ષા કરવામાં આવી રહી છે. જોકે ખરાબ હવામાન અને ગરમીના કારણે તેમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

મોટો સ્પેલ કરવો મોટો પડકાર

શાહિન આફ્રિદીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હવામાન ગરમ છે પરંતુ અમે તેમાં સારું ક્રિકેટ રમવાની આશા રાખીએ છીએ. ઝડપી બોલરો માટે ઉનાળામાં લાંબી બોલિંગ કરવી મુશ્કેલ પડકાર હશે. પરંતુ પ્રોફેશનલ તરીકે અમે તેનો સામનો કરવા તૈયાર છીએ. નિકોલસ પૂરનની આગેવાની હેઠળની વેસ્ટ ઈન્ડિઝની ટીમને એક મજબૂત ખેલાડી ગણાવતા શાહીને કહ્યું કે, તેઓ આ શ્રેણી જીતીને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવવા ઈચ્છશે.

વેસ્ટ ઇન્ડિઝ એક મજબુત ટીમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર બોલર શાહીન આફ્રિદીએ કહ્યું કે, વર્લ્ડ કપ ક્વોલિફિકેશનની દૃષ્ટિએ આ એક મહત્વપૂર્ણ શ્રેણી છે. તેથી અમે કોઈ મેચ હારવા માંગતા નથી. ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝ એક મજબૂત આંતરરાષ્ટ્રીય ટીમ છે અને એવું નથી કે તેઓ આ શ્રેણી માટે અંડર-19 ખેલાડીઓને મોકલી રહ્યાં છે. શ્રેણીની પ્રથમ વનડે 8 જૂને રમાશે. જેમાં ત્રણેય મેચ મુલતાનમાં રમાશે.

g clip-path="url(#clip0_868_265)">