શું શિખર ધવન ફરી વરરાજા બનશે? રવિન્દ્ર જાડેજાએ કેમ કહ્યું- આના લગ્ન કરાવી દો, જુઓ Viral Video

|

Sep 24, 2022 | 6:20 PM

શિખર ધવન અને રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર છે. જાડેજા હાલમાં રિહેબની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. 36 વર્ષીય ધવને અગાઉ પણ સોશિયલ મીડિયા પર એક રીલ શેર કરી હતી.

શું શિખર ધવન ફરી વરરાજા બનશે? રવિન્દ્ર જાડેજાએ કેમ કહ્યું- આના લગ્ન કરાવી દો, જુઓ Viral Video
Shikhar Dhawan has posted a funny instagram reel with Ravindra Jadeja

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) અનુભવી ઓપનર શિખર ધવનનો (Shikhar Dhawan) સોશિયલ મીડિયા પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. ધવન અવારનવાર પોતાના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરે છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરે છે. ટીમ ઈન્ડિયાના આ બેટ્સમેને શનિવારે (24 સપ્ટેમ્બર) ઈન્સ્ટાગ્રામ પર એક રીલ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) સાથે જોવા મળી રહ્યો છે. હરભજન સિંહથી લઈને સૂર્યકુમાર યાદવ, અર્શદીપ સિંહ અને ખલીલ અહેમદે પણ ધવન અને જાડેજાના આ વીડિયો પર કોમેન્ટ કરી છે.

ધવને અપલોડ કરેલા વીડિયો રીલની જો વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા રિહેબ કરી રહ્યો છે. તેના ઘૂંટણ પર પાટો બાંધવામાં આવ્યો છે. શિખર ધવન તેની સામે ડાન્સ કરીને તેને હેરાન કરી રહ્યો છે. આ પછી જાડેજા કહે છે, ‘આના લગ્ન કરાવી દો, જવાબદારી આવશે તો સુધરશે.’ ધવન અને જાડેજાનો આ વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ધવનના વીડિયોને 8 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે

શિખર ધવને વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘ના, હમણાં નહીં, થોડી રાહ જુઓ.’ 36 વર્ષના શિખરના આ વીડિયોને અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ પહેલા ધવન 90ના દાયકાના પ્રખ્યાત બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તે બોલીવુડના વિવધ ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યો હતો.

 

જાડેજા અને ધવન T20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર

રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં ઘૂંટણની સર્જરી કરાવી હતી. જાડેજા ઈજાના કારણે આગામી T20 વર્લ્ડ કપ 2022ની ટીમમાંથી બહાર છે. બીજી તરફ ટીમ ઈન્ડિયામાં ગબ્બરના નામથી પ્રખ્યાત શિખર ધવન આ સમયે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. તેને T20 વર્લ્ડ કપની ટીમમાં પણ જગ્યા મળી નથી.

T20 વિશ્વ કપનું આયોજન આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થવાનું છે. T20 વિશ્વ કપની શરૂઆત 16 ઓક્ટોબરે થશે અને ફાઇનલ મુકાબલો 13 નવેમ્બરના રોજ રમાશે. શિખરે ગયા વર્ષે આયેશા મુખર્જીથી છૂટાછેડા લીધા હતા. જોકે, ધવન તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Next Article