ભારતીય ક્રિકેટર સંજય બાંગરનો પુત્ર છોકરામાંથી છોકરી બન્યો, VIDEO થયો વાયરલ

|

Nov 11, 2024 | 9:45 AM

એક સમયના દિગ્ગજ ભારતીય ક્રિકેટર સંજય બાંગરના પુત્ર વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના પુત્રના હોર્મોનલ ટ્રાન્સફોર્મેશન વિશે જણાવવામાં આવી રહ્યું છે. લગભગ 10 મહિના સુધી ચાલેલી પ્રક્રિયા બાદ હવે સંજય બાંગરનો પુત્ર આર્યન, અનાયા બની હોવાની માહિતી સામે આવી રહી છે.

ભારતીય ક્રિકેટર સંજય બાંગરનો પુત્ર છોકરામાંથી છોકરી બન્યો, VIDEO થયો વાયરલ

Follow us on

પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરના પુત્ર આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ સ્વરૂપે સામે આવ્યો હોવાનુ મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે. જેના દ્વારા તેના વિશે એક રસપ્રદ વાત સામે આવી છે. આ વીડિયો તેની હોર્મોનલ ટ્રાન્સફોર્મેશન જર્નીનો છે. સરળ શબ્દોમાં કહીએ તો, જે વીડિયો સામે આવ્યો છે તે બાંગરના પુત્ર આર્યનના છોકરામાંથી છોકરીમાં રૂપાંતરિત થયેલ છે.

આર્યન બાંગરે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં તેની વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની અને તેના પિતા સાથેની તસવીરો છે. હોર્મોનલ ટ્રાન્સફોર્મેશન પછીના કેટલાક ફોટા પણ તેમા છે. 10 મહિનાની સર્જરી બાદ આર્યન હવે અનાયા બની ગઈ છે.

પિતા જેવા ક્રિકેટર

આર્યન બાંગર પણ તેના પિતાની જેમ ક્રિકેટર છે. તે ડાબોડી બેટ્સમેન છે અને સ્થાનિક ક્રિકેટ ક્લબ, ઈસ્લામ જીમખાના માટે ક્રિકેટ રમે છે. આ સિવાય તેણે લિસેસ્ટરશાયરમાં હિંકલે ક્રિકેટ ક્લબ માટે પણ ઘણા રન બનાવ્યા છે.

ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ
શિયાળામાં રોજ ગોળની ચા પીવાથી જાણો શું ફાયદા થાય છે?

આર્યન અનાયા બનીને ખુશ છે

છોકરીમાં પરિવર્તિત થવાનો અર્થ એ છે કે આર્યન હવે અનાયા બનીને ખુશ છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે ક્રિકેટ રમવાનું મારું સપનું પૂરું કરવા માટે મેં ઘણા બલિદાન આપ્યા છે. પરંતુ આ રમત સિવાય એક પ્રવાસ પણ છે, જે મારી પોતાની શોધ સાથે સંબંધિત છે. મારી આ સફર સરળ રહી નથી. પરંતુ, આમાંનો વિજય મારા માટે અન્ય તમામ બાબતો કરતાં મોટો છે.

અનાયા માન્ચેસ્ટરમાં રહે છે

અનાયા હાલમાં ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રહે છે તે ત્યાંની એક કાઉન્ટી ક્લબ માટે ક્રિકેટ પણ રમે છે. જોકે, તે કઈ ક્રિકેટ ક્લબનો ભાગ છે તે ચોક્કસ કહી શકાય નહીં. પરંતુ, તેની ઇન્સ્ટાગ્રામ રીલ દર્શાવે છે કે તેણે ત્યાં રમાયેલી મેચમાં 145 રન પણ બનાવ્યા છે.

(નોંધ- વાયરલ થયેલ વીડિયોની ટીવી9 ગુજરાતી પુષ્ટી કરતુ નથી.)

Next Article