દિવાળી પર ઓનલાઈન છેતરપિંડીથી માંડ માંડ બચ્યો ક્રિકેટર, જાણો સમગ્ર મામલો

ઓનલાઈન છેતરપિંડીનો એક નવો કેસ સામે આવ્યો છે. ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનને ઓસ્ટ્રેલિયાના ખેલાડી એડમ ઝમ્પાના નામથી એક સ્કેમરે સંપર્ક કર્યો હતો. સ્કેમરે અશ્વિન પાસે ભારતીય ટીમના ખેલાડીઓના નંબર માંગ્યા હતા.

દિવાળી પર ઓનલાઈન છેતરપિંડીથી માંડ માંડ બચ્યો ક્રિકેટર, જાણો સમગ્ર મામલો
| Updated on: Oct 20, 2025 | 11:09 AM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન હાલમાં એક ઓનલાઈન ફ્રોડનો શિકાર થતા માંડ માંડ બચ્યો હતો. વોટસ્એપ પર એક નકલી નંબર પરથી આવેલા મેસેજથી તે ચોંકી ગયો, પરંતુ અશ્વિને પોતાની હાજરીથી માત્ર પોતાનો બચાવ જ નથી કર્યો પણ છેતરપિંડી કરનારને એક રમુજી પાઠ પણ શીખવ્યો. તેણે આ ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી, ચાહકોને સાવધાન રહેવાની સલાહ આપી. તેની પોસ્ટ ચાહકોમાં વાયરલ થઈ રહી છે.

ઓનલાઈન છેતરપિંડીથી બચ્યો અશ્વિન

આ મામલો ત્યારે શરુ થયો હતો જ્યારે એક અજાણ્યા નંબર પરથી એક વોટસ્એપ મેસેજ આવ્યો હતો. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર એડમ ઝમ્પા કહી અશ્વિન પાસે ભારતીય ખેલાડીઓનો નંબર માંગ્યો હતો. આ વ્યક્તિએ અભિષેક શર્મા, જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન , જિતેશ શર્મા,રિંકુ સિંહ અને શિવમ દુબે જેવા ખેલાડીોના નંબર માંગવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે લખ્યું ભાઈ આ ખેલાડીઓના નંબર શેર કરો. મારે જરુર છે પરંતુ અશ્વિનને આ છેતરપિંડીની જાણ તરત જ થઈ હતી.

આ છેતરપિંડી પકડાયા પછી, અશ્વિને તેને ગંભીરતાથી લેવાને બદલે રમૂજી રીતે જવાબ આપવાનું પસંદ કર્યું. તેણે છેતરપિંડી કરનારને જવાબ આપ્યો, “હું તમને ટૂંક સમયમાં નંબરોની યાદી મોકલીશ.” પછી તેણે પૂછ્યું, “શું તમારી પાસે એમએસ ધોનીનો નંબર છે?” છેતરપિંડી કરનારે તરત જ એમએસ ધોનીનું નામ લખેલું એક નંબર શેર કર્યો. વાતચીત આગળ વધારવાને બદલે, અશ્વિને સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો, જેમાં ચાહકોને આ છેતરપિંડીની આખી સ્ટોરી સમજાવી. આ પહેલી વાર નથી જ્યારે અશ્વિને તેની હોશિયારીથી ધ્યાન ખેંચ્યું હોય. ક્રિકેટના મેદાન પર પોતાના સ્પિનથી બેટ્સમેનોને છેતરવા માટે જાણીતા અશ્વિને આ વખતે પણ મેદાનની બહાર છેતરપિંડી કરનારને નિષ્ફળ બનાવ્યો છે.

જલ્દી મેદાન પર નજર આવશે અશ્વિન

રવિચંદ્રન અશ્વિન ટુંક સમયમાં જ ઓસ્ટ્રેલિયાની બિગ બૈશ લીગમાં રમતો જોવા મળશે. તે પહેલી વખત આ લીગનો ભાગ બનશે. બિગ બૈશ લીગ ટીમ સિડની થંડરે તેમને સાઈન કર્યો છે. અશ્વિન જાન્યુઆરીમાં 3માંથી 5 મેચ રમશે. જો સિડની થંડર ક્વોલિફાય કરે છે. તો ફાઈનલ પણ રમશે.

એન્જિનિયરિંગ છોડી ક્લાસ મેટ સાથે લગ્ન કરનાર રવિચંદ્રન અશ્વિનના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો