ઇજાગ્રસ્ત થયા બાદ પોતાના પ્યારની સાથે સમય વિતાવી રહ્યો છે દીપક ચાહર
ઇજાગ્રસ્ત થયા બાદ દીપક ચાહર શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાંથી બહાર થઇ ગયો છે.

ટીમ ઇન્ડિયાના (Team India) સ્વિંગ બોલર દીપક ચાહર (Deepak Chahar) અને ઇજા વચ્ચે સારો સંબંધ રહ્યો છે. તે અવાર નવાર ઇજાગ્રસ્ત થતો રહે છે. પછી તે આઈપીએલની સિઝન હોય કે દ્વિપક્ષીય સીરિઝ હોય. હાલમાં જ વેસ્ટ ઇન્ડિઝ સામે પુરી થયેલી ટી20 સીરિઝ સમયે દીપક ચાહર ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. જેથી તેને શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાંથી બહાર થઇ જવું પડ્યું હતું. ઇજાના કારણે દીપક ચાહર હાલ થોડા સમય માટે ક્રિકેટના મેદાનમાંથી બહાર છે. આ કારણથી તેણે શ્રીલંકા સામે રમાનારી ટી20 સીરિઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
આ વચ્ચે દીપક ચાહરે ટીમ ઇન્ડિયા અને આઈપીએલની ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સની ચીંતામાં વધારો કરી દીધો છે. તો બીજી તરફ તેની મંગેતર જયા ભારદ્વાજ માટે સારો સમચ આવી ગયો છે. કારણ કે તે હવે દીપક ચાહર સાથે લગ્ન પહેલા વધુ સમય વિતાવી શકશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્ટાગ્રામ પર જયા ભારદ્વાજે દીપક ચાહર સાથે એક ફોટો શેર કર્યો હતો. જેમાં બંને કપલની આ ફોટોમાં ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. આ ફોટો બેંગ્લોરની 5 સ્ટાર હોટલનો છે. ચાહકોને પણ તેનો આ ફોટો ઘણી પસંદ આવી રહી છે. લાખો લોકો તેનો આ ફોટો લાઇક કરી રહ્યા છે.
અહીં જુઓ દીપક ચાહર અને જયાની સુંદર ફોટો

Deepak Chahar and Jaya Bharadwaj
સંપુર્ણ IPL 2022 થી બહાર થઇ શકે છે દીપક ચાહર
આઈપીએલ 2022 ની 15મી સિઝનની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ લીગ ધમાકેદાર થવાની છે. આ લીગમાં હવેથી 8 ને બદલે 10 ટીમો રમતી જોવા મળશે. સુત્રોનું માનીએ તો આઈપીએલ શરૂ થતા પહેલા ચારવારની ચેમ્પિયન ચેન્નઈ ટીમ માટે ખરાબ સમાચાર આવી શકે છે. એક રિપોર્ટમાં એવુ કહેવામાં આવ્યું છે કે દીપક ચાહરની ઇજા એટલી ગંભીર છે કે તે આવનારી આઈપીએલ 2022 ની સિઝનમાંથી બહાર થઇ શકે છે.
આ પણ વાંચો : IND vs SL: ભારતનુ વિજય અભિયાન જારી, શ્રીલંકાને ટીમ ઇન્ડિયાએ 62 રને આપી હાર, ભૂવનેશ્વરની શાનદાર બોલીંગ