IND v WI: ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે મેળવ્યો વિજય, દક્ષિણ આફ્રિકા સામે ફાઈનલમાં ટકરાશે

|

Jan 30, 2023 | 11:16 PM

ભારત, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રિકોણીય ટી20 સિરીઝ રમાઈ રહી છે. ભારતીય મહિલા ટીમે સિરીઝમાં ત્રીજી ટી20 મેચ જીતી છે. હવે ગુરુવારે ફાઈનલ મેચ રમાનારી છે.

IND v WI: ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે મેળવ્યો વિજય, દક્ષિણ આફ્રિકા સામે ફાઈનલમાં ટકરાશે
India beat West Indies by 8 wickets

Follow us on

ભારતીય મહિલા ક્રિકેટરોએ દક્ષિણ આફ્રિકાથી વધુ એક શાનદાર સમાચાર આપ્યા છે. ભારતીય મહિલા ક્રિકેટ ત્રિકોણીય ટી20 સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝની હરાવીને જીત મેળવી છે. ભારતીય ટીમની સુકાની હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમને નિર્ધારીત 20 ઓવરમાં 94 રનના સ્કોર પર જ રોકી લેવામાં ભારતીય મહિલા બોલર્સ સફળ રહી હતી. દીપ્તી શર્માએ ભારત વતી 3 શિકાર ઝડપ્યા હતા. જવાબમાં આસાનીથી ભારતીય ટીમે વિજય પ્રાપ્ત કર્યો હતો.

ત્રિકોણીય જંગમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો 2 ફેબ્રુઆરીએ ટકરાશે. આમ દક્ષિણ આફ્રિકાની ધરતી પર વધુ એક કમાલ ભારતીય મહિલા ટીમ કરી દેખાડશે. મહિલા વિશ્વકપ પહેલા ભારતીય મહિલા સિનિયર અને યુવા બંને ટીમો શાનદાર પ્રદર્શન કરી રહી છે. યુવા ટીમે અંડર 19 માં વિશ્વકપ જીતી રવિવારે ઈતિહાસ રચ્યો હતો.

આસાનીથી પાર કર્યુ લક્ષ્ય

ટીમ ઈન્ડિયાની ઓપનીંગ જોડી ઝડપથી તૂટી ગઈ હતી. પરંતુ ભારતે આસાન લક્ષ્ય સરળતાથી પાર કરી લીધુ હતુ. સ્મૃતી મંધાના અને જેમિમા રોડ્રીગ્સ ઓપનીંગ જોડીના રુપમાં હતા. સ્મૃતી માત્ર 5 રન નોંધાવીને પરત ફરી હતી. જ્યારે જેમિમા અંત સુધી અણમન ક્રિઝ પર ઉભી રહી હતી. તેણે 39 બોલમાં 42 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 5 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્રીજા ક્રમે આવેલ હરલીન દેઓલે 13 રન નોંધાવ્યા હતા. 41 રનના સ્કોર પર બીજી વિકેટના રુપમાં તે પરત ફરી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

કેપ્ટન હરમનપ્રીત કૌરે 23 બોલમાં 32 રન નોંધાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા સાથે આ અણનમ ઈનીંગ રમી હતી. આમ ભારતે 2 વિકેટના નુક્શાને 13.5 ઓવરમાં 95 રન નોંધાવીને લક્ષ્ય પાર કરી લીધુ હતુ.

 

ભારતીય બોલર્સનુ શાનદાર પ્રદર્શન

આમ તો ભારતીય બોલર વેસ્ટ ઈન્ડિઝની 6 વિકેટો જ ઝડપવા માટે સફળ રહ્યા હતા. જોકે ભારતીય બોલરોએ હરીફ ટીમને 100ના આંકડે પહોંચવા દીધુ નહોતુ. દીપ્તીએ 3, પૂજા વસ્ત્રાકરે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે રાજેશ્વરી ગાયકવાડે 1 વિકેટ ઝડપી હતી. ગાયકવાડે 4 ઓવરમાં 9 રન અને દીપ્તીએ 2 મેડન સાથે 4 ઓવરમાં 11 રન આપ્યા હતા. શિખા પાંડેએ સૌથી વધારે 3 ઓવરમાં 28 રન ગુમાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની ઓપનીંગ જોડીને દીપ્તી શર્માએ 18 રનના સ્કોર પર જ તોડી દીધી હતી. દીપ્તીએ રસાડા વિલિયમ્સનો શિકાર ક્લીન બોલ્ડ કરીને કર્યો હતો. વિલિયમ્સ 12 બોલનો સામનો કરીને 8 રન નોંધાવી પરત ફરી હતી.

ત્યાર બાદ આગળના બોલ પર દીપ્તીએ કેમ્પબેલેને ગોલ્ડન ડક આઉટ કરી હતી. કેમ્પપેબેલેને શૂન્ય પર જ બોલ્ડ કરી દઈ પેવેલિયન પરત મોકલી હતી. આમ સળંગ બે બોલમાં બે ક્લીન બોલ્ડ વિકેટ દીપ્તીએ મેળવી હતી. દીપ્તીની ધમાલ બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ધીમી પડી ગઈ હતીને રક્ષણાત્મક રમત રમવાની શરુઆત કરી હતી. ડી જોસેફ 15 બોલનો સામનો કરીને 3 રનનુ યોગદાન આપીને પરત ફરી હતી. જોસેફ 9મી ઓવરમાં 39 રનના સ્કોર પર રાજેશ્વરી ગાયકવાડનો શિકાર બની હતી. ઓપનર હેલી મેથ્યુ ચોથી વિકેટના રુપમાં પરત ફરી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી વધુ 34 રન નોંધાવ્યા હતા. શાબિકા ગજનબીએ 20 બોલમાં 12 રન નોંધાવ્યા હતા. જૈદા જેમ્સે 21 રન અને અલ્યાહ એલ્યને 9 રન નોંધાવ્યા હતા.

 

Published On - 10:52 pm, Mon, 30 January 23

Next Article