પ્રથમ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ હરારેમાં જીતને આદત બનાવી લીધી છે. બીજી T20માં 100 રને જીત મેળવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20માં પણ ઝિમ્બાબ્વેને હરાવ્યું છે. હરારેમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 182 રન બનાવ્યા હતા, જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમે સારી લડત આપી હતી,પરંતુ લક્ષ્ય સુધી પહોંચી શકી નહોતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા હવે T20 શ્રેણીમાં 2-1થી આગળ છે. T20 શ્રેણીની આગામી મેચ શનિવારે રમાશે.
ટીમ ઈન્ડિયાની જીતના હીરો હતા કેપ્ટન શુભમન ગિલ અને ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદર. શુભમન ગિલે 66 રનની ઈનિંગ રમી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ બે ખેલાડીઓ સિવાય ઋતુરાજ ગાયકવાડે 28 બોલમાં 49 રનની ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
to wins in Harare
A 23-run victory in the 3rd T20I as #TeamIndia now lead the series 2⃣-1⃣
Scorecard ▶️ https://t.co/FiBMpdYQbc#ZIMvIND pic.twitter.com/ZXUBq414bI
— BCCI (@BCCI) July 10, 2024
ઝિમ્બાબ્વેની ટીમ ચોક્કસપણે આ મેચ હારી ગઈ હતી પરંતુ તે અંત સુધી લડતી રહી. એક સમયે ઝિમ્બાબ્વેની અડધી ટીમ માત્ર 7 ઓવરમાં જ ખતમ થઈ ગઈ હતી. સ્કોરબોર્ડ પર માત્ર 39 રન હતા. પરંતુ આ પછી ડીયોન મેયર્સ અને વિકેટકીપર ક્લાઈવ મદંડેએ શાનદાર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને સારી લડત આપી હતી. મેયર્સે 49 બોલમાં અણનમ 65 રન બનાવ્યા હતા. મદંડેએ 26 બોલમાં 37 રનની ઈનિંગ રમી હતી. જોકે, ઝિમ્બાબ્વેને જીતવા માટે આ ઈનિંગ્સ પૂરતી ન હતી.
For his economical spell of 3/15 in the second innings, Washington Sundar receives the Player of the Match award
Scorecard ▶️ https://t.co/FiBMpdYQbc#TeamIndia | #ZIMvIND | @Sundarwashi5 pic.twitter.com/j8jBHdz66C
— BCCI (@BCCI) July 10, 2024
ત્રીજી ટી20માં પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર કરવા સિવાય ટીમ ઈન્ડિયાએ તેની ઓપનિંગ પાર્ટનરશિપમાં પણ ફેરફાર કર્યો હતો. યશસ્વી જયસ્વાલ સુકાની ગિલ સાથે ઓપનિંગ કરવા ઉતર્યો હતો. જયસ્વાલ અને ગિલે મળીને 49 બોલમાં 67 રનનું યોગદાન આપ્યું હતું. જયસ્વાલ 27 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. જો કે છેલ્લી મેચનો સદી કરનાર અભિષેક શર્મા 9 બોલમાં માત્ર 10 રન જ બનાવી શક્યો હતો. આ પછી રુતુરાજ ગાયકવાડે કેપ્ટન ગિલ સાથે અડધી સદીની ભાગીદારી કરી હતી. ગિલ 49 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ગાયકવાડ માત્ર એક રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો હતો.
આ પણ વાંચો: IND vs ZIM : રિયાન પરાગ સહિત આ 4 ખેલાડીઓ બહાર, ટીમ ઈન્ડિયાએ લીધો મોટો નિર્ણય
Published On - 8:27 pm, Wed, 10 July 24