IND Vs ZIM Match Preview: કેએલ રાહુલની સિરીઝ જીતવા પર નજર, ઈશાન કિશન કરશે ઓપનિંગ?

|

Aug 19, 2022 | 9:40 PM

ભારત અને ઝિમ્બાબ્વે (IND Vs ZIM) વચ્ચેની બીજી વનડે મેચ 20 ઓગસ્ટના રોજ હરારેમાં રમાશે. મેચ જીતતાની સાથે જ સિરીઝ ટીમ ઈન્ડિયાના નામે થઈ જશે.

IND Vs ZIM Match Preview: કેએલ રાહુલની સિરીઝ જીતવા પર નજર, ઈશાન કિશન કરશે ઓપનિંગ?
kl-rahul

Follow us on

પહેલી વનડેમાં 10 વિકેટથી એકતરફી જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે શનિવારે સિરીઝમાં અજેય લીડ લેવાનું ટાર્ગેટ રાખશે. પહેલી મેચમાં ભારતીય ટીમે (Indian Cricket Team) બોલ અને બેટથી કમાલનું પ્રદર્શન કર્યું હતું, પરંતુ બીજી મેચમાં તે કેએલ રાહુલ (KL Rahul) અને દીપક હુડા જેવા બેટ્સમેનોને જરૂરી પ્રેક્ટિસ આપવાની કોશિશ કરશે. આવી પરિસ્થિતિમાં બીજી વનડેમાં ભારતીય ટીમનું લક્ષ્ય ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું રહેશે, જેથી બેટિંગ કરવાનો સમય મળે. ઉછાળવાળી પીચ અને જોરદાર પવનને કારણે બેટ્સમેનો માટે પડકાર સરળ નહીં હોય.

ઝિમ્બાબ્વે પાસે જેમ્સ એન્ડરસન અને જોશ હેઝલવૂડ જેવા બોલરો નથી, પરંતુ ભારતીય ટીમ માટે પરિસ્થિતિને પાર કરવી ચોક્કસપણે મુશ્કેલ હશે. દીપક ચહરે પહેલી મેચ બાદ કહ્યું હતું કે બીજી સિઝનમાં બોલરોને વધુ મદદ મળી ન હતી, પરંતુ રમતનો પહેલો કલાક બેટ્સમેનો માટે સરળ ન હતો. એશિયા કપમાં શાહીન આફ્રિદી જેવા બોલરને રમતા પહેલા ભારતીય ટીમ માટે બેટિંગ પ્રેક્ટિસ જરૂરી છે.

કેએલ રાહુલ માટે મહત્વપૂર્ણ છે આ મેચ

પહેલી મેચમાં શિખર ધવન અને શુભમન ગિલ સાથે ઈનિંગની શરૂઆત કરનાર કેએલ રાહુલ માટે બીજી મેચ મહત્વની રહેશે. હવે એશિયા કપ પહેલા બેટ્સમેન રાહુલે પણ ફોર્મમાં પરત ફરવું પડશે. તેને તરત જ પહેલા બોલથી જ ભારતની આક્રમક રણનીતિ અપનાવવી પડશે. કારણ કે એશિયા કપ ટી20 ફોર્મેટમાં છે અને ત્યાં તેણે પાકિસ્તાનનો સામનો કરવાનો છે. કેએલ રાહુલ સિવાય દીપક હુડાને પણ બેટિંગ ઓર્ડરમાં વધુ તક આપવામાં આવે તો સારું રહેશે. કારણ કે આ ખેલાડી એશિયા કપની ટીમમાં પણ છે. આવી પરિસ્થિતિમાં તેના માટે પણ પ્રેક્ટિસ જરૂરી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઈશાન કિશન કરશે ઓપનિંગ?

શિખર ધવનને પહેલી વન-ડે દરમિયાન હાથમાં ઈજા થઈ હતી. આવી પરિસ્થિતિમાં સવાલ એ છે કે શું તેને બીજી વનડેમાં આરામ આપવામાં આવશે. જો આવું થાય તો ઓપનિંગ જોડી બદલાય શકે છે. શું ઈશાન કિશન કેએલ રાહુલ સાથે ઓપનિંગ કરવા આવશે, આ પણ એક મહત્વનો સવાલ છે. ટીમ ઈન્ડિયા બોલિંગમાં ભાગ્યે જ બદલાવ કરશે. દીપક ચહરે છેલ્લી મેચમાં સતત સાત ઓવર ફેંકી હતી, જે એક સારો સંકેત છે કે તે સંપૂર્ણ રીતે ફિટ છે. પ્રસિદ્ધ કૃષ્ણા પણ વિવિધતા લાવવા માંગશે. જ્યારે મોહમ્મદ સિરાજ વિકેટ પર નજર રાખશે. આવેશ ખાનને તક આપવામાં આવશે કે નહીં તે જોવાનું રહેશે.

ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન, સંજુ સેમસન, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, શાહબાઝ અહમદ.

ઝિમ્બાબ્વે: રેજિસ ચકાબવા (કેપ્ટન), રિયાન બર્લ, તનાકા ચિવાંગા, બ્રાડલે ઇવાંસ, લ્યુક જોંગવે, ઇનોસેંટ કેઇઆ, ટી કેતાનો, ક્લાઇવ માડાંડે, વેસલી એમ, ટી મારુમાની, જાન મસારા, ટોની મુનિયોંગા, રિચર્ડ અંગારાવા, વિક્ટર એન, સિકંદર રઝા, મિલ્ટન શુમ્બા, ડોનાલ્ડ તિરિપાનો.

Next Article