AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WI vs IND: લો સ્કોરિંગ મેચને લઈ રોહિત શર્માએ કહી મોટી વાત, ટીમમાં બેટિંગ ઓર્ડરમાં ફેરફારને લઈ કર્યો મોટો ખુલાસો!

India Vs West Indies: ભારતીય ટીમે પ્રથમ મેચમાં 5 વિકેટથી વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવી હતી. જોકે ભારતે 5 વિકેટનુ નુક્શાન વેઠીને 115 રનના લક્ષ્યને પાર કરવામાં સફળતા મેળવી હતી. ભારતે બેટિંગ ક્રમમાં મોટા ફેરફાર કર્યા હતા.

WI vs IND: લો સ્કોરિંગ મેચને લઈ રોહિત શર્માએ કહી મોટી વાત, ટીમમાં બેટિંગ ઓર્ડરમાં ફેરફારને લઈ કર્યો મોટો ખુલાસો!
પીચને લઈ રોહિત શર્મા કહી મોટી વાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 10:19 AM
Share

ટીમ ઈન્ડિયાએ વનડે સિરીઝની પ્રથમ મેચમાં જ વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હાર આપી છે. મેચ જોકે લો સ્કોરિંગ રહી હતી. ભારતીય ટીમે જોકે ઓછા સ્કોરને પાર કરવા માટે 5 વિકેટનુ નુક્શાન વેઠ્યુ હતુ અને 115 રન કરવા માટે 23 ઓવર ખર્ચી દીધી હતી. બાર્બાડોઝમાં રમાયેલી સિરીઝની પ્રથમ મેચે સૌને ચોંકાવી રાખ્યા હતા. કારણ કે પીચને લઈ સવાલો થવા લાગ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 114 રનમાં જ સમેટાઈ ગઈ હતી અને બીજી ઈનીગમાં લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે પણ 5 વિકેટ ગુમાવી દીધી હતી.

રોહિત શર્માએ મેચ બાદ પીચને લઈ વાત કરી હતી. ભારતીય સુકાનીએ કહ્યુ હતુ કે, પીચ પર બેટિંગ કરવી ખૂબ જ મુશ્કેલ રહી હતી. સુકાનીએ એમ પણ કહ્યુ હતુ કે, અંદાજ નહોતો કે પીચ આ પ્રકારનો વ્યવહાર કરશે. ટીમ ઈન્ડિયાએ જોકે પોતાના બેટિંગ ઓર્ડરમાં મોટા ફેરફાર કર્યા હતા. રોહિત શર્મા ખુદ જ સાતમા ક્રમે બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. જ્યારે વિરાટ કોહલીએ બેટિંગ કરી જ નહોતી.

પીચને લઈ રોહિત શર્મા કહી મોટી વાત

ટીમ ઈન્ડિયાએ પણ 115 રનના લક્ષ્યને પાર કરવા માટે મુશ્કેલીની સામનો કરવો પડ્યો હતો. મેચ બાદ ભારતીય સુકાની રોહિત શર્માને પીચને લઈ સવાલ કરવામાં આવ્યો હતો. રોહિતે બતાવ્યુ હતુ કે, અમે વિચાર્યુ નહોતુ કે આ પ્રકારની રમત પીચ દર્શાવશે. ટીમની જરુરીયાત મુજબ ભારતને સ્કોરબોર્ડ પર પોતાની સામે રન જરુર હતા, પરંતુ પીચ એવી રીતે ટૂટી જશે એ અંગે વિચાર્યુ નહોતુ. રોહિત શર્માએ ભારતીય બોલરોને વખાણ્યા હતા. તેણે કહ્યુ હતુ કે, આ પ્રકારની પીચ બાદ પણ તેઓએ વિચાર્યુ નહોતુ કે, ભારતીય બોલર વેસ્ટ ઈન્ડિઝને આટલા ઓછા સ્કોર પર રોકી લેશે.

અડધી ટીમ પેવેલિયન ફરવાને લઈ કરી વાત

ઓછા લક્ષ્ય સામે અડધી ટીમ લક્ષ્ય પહેલા જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. જોકે ભારતીય ટીમના બેટિંગ ઓર્ડરમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. ઓપનર તરીકે રોહિત શર્માને બદલે ઈશાન કિશન ઉતર્યો હતો. જ્યારે ત્રીજા ક્રમે વિરાટ કોહલીને બદેલ સૂર્યકુમાર યાદવ ઉતર્યો હતો. ચાર નંબરના સ્થાન પર વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા ઉતર્યો હતો.

ભારતીય ટીમના કેપ્ટને આ અંગે પણ કહ્યુ હતુ કે, તેઓ યુવા ખેલાડીઓને વધારે મોકો આપવા માંગતા હાતા. આ માટે જ બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કર્યો હતો. જોકે અમે વિચાર્યુ નહોતુ કે ટીમ પાંચ વિકેટ ગુમાવી દેશે એમ રોહિતે મેચ બાદ કહ્યુ હતુ.

આ પણ વાંચો : WI vs IND: રોહિત શર્માએ બેટિંગ ક્રમ બદલીને 12 વર્ષ જૂની યાદ તાજી કરાવી, 7 નંબરે મેદાને ઉતરી અણનમ રહ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">