ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી 3 મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. તેની પ્રથમ મેચ પલ્લેકેલેમાં રમાશે. તાજેતરમાં ગૌતમ ગંભીરે મુખ્ય કોચ અને સૂર્યકુમાર યાદવે T20માં કેપ્ટન તરીકેની ભૂમિકા સંભાળી છે. જવાબદારી મળ્યા બાદ બંનેની આ પ્રથમ મેચ છે. તેથી, આ મેચ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, આવી સ્થિતિમાં બંને જીત સાથે શરૂઆત કરવા માંગે છે. બીજી તરફ T20 વર્લ્ડ કપના સ્ટેજમાંથી પહેલા જ બહાર થઈ ગયેલી શ્રીલંકાની ટીમ ભારતને હરાવીને તેનું મનોબળ વધારવા માંગે છે.
ભારતે શ્રીલંકાને 43 રને હરાવ્યું, રિયાન પરાગે બે બોલમાં બે વિકેટ ઝડપી ભારતને અપાવી જીત
મોહમ્મદ સિરાજે ભારતને આઠમી સફળતા અપાવી, ભારત જીતથી માત્ર બે વિકેટ દૂર
વાનિન્દુ હસરંગા આઉટ, ભારત જીતની નજીક પહોંચ્યું
શ્રીલંકા બેકફૂટ પર, રિયાન પરાગે કામિન્દુ મેન્ડિસને કર્યો ક્લીન બોલ્ડ
શ્રીલંકાને પાંચમો ઝટકો, દાસુન શનાકા 0 પર થયો આઉટ, મોહમ્મદ સિરાજે કર્યો રનઆઉટ
શ્રીલંકાને ચોથો ઝટકો, ચારિથ અસલંકા 0 રન બનાવી થયો આઉટ, રવિ બિશ્નોઈએ લીધી વિકેટ
શ્રીલંકાને ત્રીજો ઝટકો, કુસાલ પરેરા 20 રન બનાવી થયો આઉટ, અક્ષર પટેલે લીધી વિકેટ
શ્રીલંકાને બીજો ઝટકો, પથુમ નિસાન્કા 79 રન બનાવી થયો આઉટ, અક્ષર પટેલે લીધી વિકેટ
શ્રીલંકાનો સ્કોર 100ને પાર, પથુમ નિસાન્કાની દમદાર ફિફ્ટી
શ્રીલંકાને પહેલો ઝટકો, કુસાલ મેન્ડિસ 45 રન બનાવી થયો આઉટ, અર્શદીપ સિંહે લીધી વિકેટ
શ્રીલંકાનો સ્કોર 50 ને પાર, ઓપનરોની શાનદાર શરૂઆત, પથુમ નિસંકા અને કુસલ મેન્ડિસની મજબૂત બેટિંગ
શ્રીલંકાની ટીમે પ્રથમ ઓવરની શરૂઆત 2 ચોગ્ગાથી કરી હતી. ઓપનરોએ અર્શદીપ સિંહની ઓવરમાં 9 રન બનાવ્યા હતા.
ભારતે શ્રીલંકાને જીતવા 214 રનનો આપ્યો ટાર્ગેટ, સૂર્યાની ફિફ્ટી, પાથિરાનાની ચાર વિકેટ, અક્ષર પટેલે અંતિમ બોલ પર શાનદાર સિક્સર ફટકારી.
ભારતનો સ્કોર 200 ને પાર, રિંકુ સિંઘ માત્ર 1 રન બનાવી થયો આઉટ
ભારતનો સ્કોર 200 ને પાર, રિષભ પંત 49 રન બનાવી આઉટ, પંત એક રન માટે ફિફ્ટી ચૂક્યો
ભારતને પાંચમો ઝટકો, રિયાન પરાગ માત્ર 7 રન બનાવી થયો આઉટ, માથિશા પાથિરાનાએ કર્યો LBW આઉટ
ભારતને ચોથો ઝટકો, હાર્દિક પંડયા માત્ર 9 રન બનાવી થયો આઉટ, માથિશા પાથિરાનાએ કર્યો ક્લીન બોલ્ડ
15 ઓવર બાદ ભારતનો સ્કોર 159/3, રિષભ પંત અને હાર્દિક પંડયા ક્રિઝ પર હાજર
ભારતનો સ્કોર 150 ને પાર, સૂર્યકુમાર યાદવ ફિફ્ટી ફટકારી આઉટ
કેપ્ટન સૂર્યકુમાર યાદવની દમદાર ફિફ્ટી, ભારત 150 નજીક પહોંચ્યું
11 ઓવર બાદ ભારતનો સ્કોર 122/2, સૂર્યકુમાર યાદવે શરૂ કરી ફટકાબાજી, હસારંગાને બેક ટૂ બેક બાઉન્ડ્રી ફટકારી
ભારતનો સ્કોર 100ને પાર, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંતની મજબૂત બેટિંગ
ભારતને બે બોલમાં બે ઝટકા, શુભમન ગિલ બાદ યશસ્વી જયસ્વાલ 40 રન બનાવી થયો આઉટ, વાનિન્દુ હસરંગાએ તેની પહેલી ઓવરના પહેલા જ બોલ પર લીધી વિકેટ
ભારતને પહેલો ઝટકો, શુભમન ગિલ 16 બોલમાં 34 રન બનાવી થયો આઉટ, દિલશાન મદુશંકાએ લીધી વિકેટ
શુભમન-યશસ્વી જયસ્વાલની ફટકાબાજી, ભારતનો સ્કોર 50ને પાર, જયસ્વાલે જોરદાર સિક્સર ફટકારી સ્કોર 50 ને પાર પહોંચાડ્યો
ત્રણ બાઉન્ડ્રી સાથે ભારતની મજબૂત શરૂઆત, શુભમન-યશસ્વીએ ફટકારી બાઉન્ડ્રી
શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રિષભ પંત, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી સંજુ સેમસન, શિવમ દુબે, ખલીલ અહેમદ અને વોશિંગ્ટન સુંદર બહાર.
શ્રીલંકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ટીમ ઈન્ડિયા પહેલા કરશે બેટિંગ
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેદાન પર માત્ર એક જ T20 મેચ રમી છે. 2012માં ભારતે શ્રીલંકાને 39 રનથી હરાવ્યું હતું. હવે 12 વર્ષ બાદ ભારત ફરી એકવાર જીતના ઈરાદા સાથે ઉતરશે.
Published On - 6:28 pm, Sat, 27 July 24